હિમાલયની રળિયામણી તળેટીઓમાં ફરતાં-ફરતાં ક્યાંકથી બૅગપાઇપના સૂર કાનને સ્પર્શી જાય તો ચોંકી ન જતાં! નક્કી આસપાસમાં જ કુમાઉના કલાકારોની મંડળી એ સંગીતના લયમાં ઝૂમી રહી હશે. સ્કોટલૅન્ડના વિશ્વ પ્રસિદ્ધ 'The Highland Fling'ના પરંપરાગત વાઘ બૅગપાઇપના સૂરો અહીં હિમાલયન હાઈલૅન્ડ પર સાંભળવા મળે તો કોઈને પણ અચરજ થાય એ સ્વાભાવિક છે. સ્કોટલૅન્ડના જાણીતા ‘હાઈલૅન્ડ ડાન્સ’ની જેમ જ ઉત્તરાખંડના કુમાઉ પ્રદેશનું લોકપરંપરાગત નૃત્ય છે ‘છોલિયા’. આ દેશી અને વિદેશી નૃત્યને જોડે છે તેનું ખાસ વાદ્ય ‘બૅગપાઇપ’. બંને નૃત્ય વચ્ચેનો ઐતિહાસિક સંબંધ રસપ્રદ છે અને તેથી પણ રસપ્રદ છે ‘છોલિયા’નો ઇતિહાસ.
કુમાઉની ભાષામાં ‘છોલિયા’ શબ્દ મૂળ ‘છલિયા’ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે અન્યને છળ કરનાર કે છેતરનાર. તેના કલાકારો ‘છોલ્યાર' તરીકે ઓળખાય છે. વિરોધી પક્ષ પર છળથી હુમલો કરવા કે સ્વરક્ષણ કરવા માટે આ કલાનો ઉપયોગ થતો હતો. કેરળના કલરીપાયાટ્ટુની જેમ ‘છોલિયા’ નૃત્ય માર્શલ આર્ટ ટૅનિકનું કલાકીય પ્રદર્શન છે. ઉત્તરાખંડ રાજ્યમાં મુખ્ય બે જનસમૂહ બે ગઢવાલ અને કુમાઉં. આ બંને સમુદાયો એ પોતાની લોકસંસ્કૃતિનું સારી રીતે જતન અને સંવહન કર્યું છે. લોકગીતો ઉપરાંત લોકનૃત્યો પણ ઉત્તરાખંડનું સાંસ્કૃતિક વૈવિધ્ય દર્શાવે છે. દેવભૂમિ ઉત્તરાખંડના કણ-કણમાં દેવીદેવતાઓનો વાસ છે, કારણ કે અનેક દેવસ્થાનો સાથે અહીં પહાડ, નદી, ઝરણાંમાં પ્રકૃતિ પ્રસન્ન ભાવે ખીલી છે.
ઉત્તરાખંડ રાજ્યના કુમાઉ પ્રદેશમાં એટલે કે અલ્મોડા, બાગેશ્વર, ચંપાવત અને પિથોરાગઢમાં છોલિયા નૃત્ય અત્યંત લોકપ્રિય છે. સેંકડો વર્ષ જૂની આ નૃત્ય શૈલીની ભૂમિકા યુદ્ધકલા સાથે જોડાયેલી છે. વર્ષો પહેલાં કુમાઉના ક્ષત્રિયો ખાસ કરીને કાત્યુરીઓના સમુદાયમાં તેની ઉત્પત્તિ થઈ હોવાનું માનવામાં આવે છે.
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 04/05/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 04/05/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
મૂવી-ટીવી
કરણ જોહરથી લિસા રે સુધીઃ કોઈ સિંગલ ફાધર તો કોઈ ટ્વિન્સના પેરેન્ટ્સ
ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: અસીમ તક આપતું શાનદાર કરિયર
જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!
વ્યક્તિમાં શીખવાની દૃષ્ટિ હોય તો વ્યક્તિ કલાપીની પંક્તિઓની જેમ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે...’ત્યાં ત્યાંથી એ શિક્ષિત થતો રહે છે.
બિજ-થિંગ
યુદ્ધભૂમિ પર જન્મેલું કલા સ્વરૂપ: અફઘાન વાર રગ્સ
કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા
બાંધણી, રોગાન કે અજરખ જેવી હસ્તકલા માટે કચ્છ જાણીતું છે. કચ્છના કસબીઓની વંશપરાપરાગત કલાઓને જી.આઈ. ટેગ મળી રહ્યો છે. જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ મળતાં મૂળ કલાની નકલના કામ ઉપર અંકુશ આવશે. સાચા કસબીઓની માગ વધશે, સાચી કલાને સંરક્ષણ મળશે અને નકલ કરનારા ઉપર કાયદેસર પગલાં પણ લઈ શકાશે.
વાયરલ પેજ
નાઇક્ઃ મૃત્યુના સાક્ષાત્કારની ૨૭ સેકન્ડ
ચર્નિંગ ઘાટ
સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ
રાજકાજ ગુજરાત
સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો
રાજકાજ
હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?
રાજકાજ
કેજરીવાલના જામીન, તેમના પ્રચારની કેટલી અસર થશે?