Essayer OR - Gratuit
ભારત રત્ન અને નિશાન-એ-પાકિસ્તાન સાથે જોવા છે?
Chitralekha Gujarati
|March 25, 2024
બે દેશના આ બે સર્વોચ્ચ નાગરી એવૉર્ડ મેળવનારા એકમાત્ર રાજકીય મહાનુભાવ છે મોરારજીભાઈ દેસાઈ. હમણાં જ એમની જન્મતિથિ નિમિત્તે ‘ચિત્રલેખા’એ લીધી અમદાવાદસ્થિત ‘મોરારજી દેસાઈ મ્યુઝિયમ’ની મુલાકાત, જે છે આવાં બે ટોચનાં સમ્માન સાચવતું એક અજોડ સ્થળ.
આવર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીના દિવસોમાં કેન્દ્ર સરકારે વારાફરતી | પાંચ મહાનુભાવોને ભારત રત્ન જાહેર કરી એક પ્રકારે વિક્રમ સર્જી દીધો. આ અગાઉ ક્યારેય એક વર્ષમાં આટલી મોટી સંખ્યામાં ભારત રત્ન એવૉર્ડ આપવામાં આવ્યા નથી.
બધા જાણે જ છે કે ભારત રત્ન એ આપણા દેશનું સર્વોચ્ચ નાગરી સમ્માન છે. એ રીતે નિશાન-એ-પાકિસ્તાન એ પાકિસ્તાનનો સર્વોચ્ચ સિવિલિયન એવૉર્ડ છે. ગયા વર્ષે દાઉદી વહોરા સમાજના વડા સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનને, તો એ અગાઉ જાણીતા ફિલ્મઅભિનેતા દિલીપ કુમારને પાકિસ્તાનનો સર્વોચ્ચ નાગરી એવૉર્ડ એનાયત થયો છે. જો કે એનીય પહેલાં પાકિસ્તાને કોઈ ભારતીય નાગરિકને આ એવૉર્ડ આપ્યો'તો, એ હતા ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજીભાઈ દેસાઈ. ૧૯૭૭માં મોરારજીભાઈ વડા પ્રધાન બન્યા એ પછી એમણે બે દેશ વચ્ચે સંબંધ સુધારવા માટે જે પહેલ કરી એ માટે ૧૯૮૮માં આ એવૉર્ડ માટે એમને પસંદ કરવામાં આવ્યા હતા.
અમદાવાદસ્થિત ’ગૂજરાત વિદ્યાપીઠ'ના સંકુલમાં જ બન્યું છે મોરારજી દેસાઈની સ્મૃતિમાં આ મ્યુઝિયમ.
જોવાની વાત એ છે કે મોરારજીભાઈને ભારત રત્ન એ પછી (૧૯૯૧માં) મળ્યો! આમ બે પડોશી, પણ આમ બે દુશ્મન દેશના ટોચના એવૉર્ડ મળ્યા હોય એવા મોરારજીભાઈ પહેલા અને અત્યાર સુધીના એકમાત્ર રાજકીય મહાનુભાવ. મોરારજીભાઈનો જન્મદિન હમણાં જ (૨૯ ફેબ્રુઆરીએ) ગયો. આપણા
શરૂઆતના કેટલાક વડા પ્રધાનના અંતિમસંસ્કાર દિલ્હીમાં થયા હતા અને એમની સમાધિ પણ દિલ્હીમાં છે, પરંતુ મોરારજીભાઈની અંતિમવિધિ અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે થઈ હતી અને ત્યાં જ એમની સમાધિ છે, જેને અભય ઘાટ નામ આપવામાં આવ્યું છે.
બે અમદાવાદમાં એમ તો મોરારજીભાઈનું મ્યુઝિયમ પણ છે. એમને મળેલા સર્વોચ્ચ એવૉર્ડ જોવા હોય તો તમારે અમદાવાદસ્થિત ગૂજરાત વિદ્યાપીઠમાં જવાનું.
રાષ્ટ્રના મોરારજીભાઈનો જન્મ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ભદેલી ગામમાં, પણ અમદાવાદ સાથે એમનો સંબંધ ખાસ્સો લાંબો રહ્યો. પહેલી સરકારી નોકરી (૧૯૧૮), ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક (૧૯૪૮) અને એ પછી વિદ્યાપીઠના કુલપતિ (૧૯૬૩). આ જ વિદ્યાપીઠના સંકુલમાં ૨૦૦૩માં મોરારજીભાઈની સ્મૃતિમાં મ્યુઝિયમ બન્યું હતું.
Cette histoire est tirée de l'édition March 25, 2024 de Chitralekha Gujarati.
Abonnez-vous à Magzter GOLD pour accéder à des milliers d'histoires premium sélectionnées et à plus de 9 000 magazines et journaux.
Déjà abonné ? Se connecter
PLUS D'HISTOIRES DE Chitralekha Gujarati
Chitralekha Gujarati
એમના વિરોધનું કારણ સમજો...
શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.
4 mins
22 June, 2026
Chitralekha Gujarati
આમાં કોનો વાંક છે?
હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?
2 mins
22 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.
1 min
22 June, 2026
Chitralekha Gujarati
સિંહો ફરી રોગચાળાના સકંજામાં...
એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર
સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...
ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
શું તમે ઓશિયાળા છો?
ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –
2 mins
15 June, 2026
Chitralekha Gujarati
ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?
સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત
અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.
1 min
15 June, 2026
Listen
Translate
Change font size

