નામાલૂમ અફરાદ...
આ નામની એક પાકિસ્તાની કૉમેડી ફિલ્મ છે, પણ આપણે વાત એ ફિલ્મની નથી કરવી. ના માલૂમ અફરાદનો અર્થ થાય કોઈક અજાણ્યા માણસો, જેમની કોઈ ઓળખ નથી, અતોપતો નથી, એમના વિશે કોઈ જ માહિતી નથી. જો કે પાકિસ્તાનમાં આ શબ્દો એના જાસૂસી સંગઠન આઈએસઆઈ વતી સાફસૂફીનું કામ કરનારા-કાયમ માટે અજ્ઞાત રહેતા લોકો માટે બોલવામાં આવે છે.
પાકિસ્તાનમાં કોઈ માણસ એના લશ્કરનાં કુકર્મોની સામે અવાજ ઉઠાવતો હોય એને પહેલાં ચેતવણી આપવામાં આવે. એ પછી પણ એ વ્યક્તિ આર્મી સામે બોલવાનું ચાલુ રાખે અથવા તો એના માટે દોરવામાં આવેલી મર્યાદા ઓળંગે તો એનું કાસળ કાઢી નાખવામાં આવે. પછી એ માણસનું મોત ના માલૂમ અફરાદના નામે ચડાવી દેવામાં આવે. કોણે હત્યા કરી? એવું કોઈ પૂછે તો સરકારી પ્રવક્તાનો જવાબ હોયઃ ના માલૂમ અફરાદ.
-અને પાકિસ્તાનમાં તો આવું અનેક વાર થાય છે એટલે ખાસ કોઈને એ વિશે નવાઈ નથી. જો કે છેલ્લા બારેક મહિના દરમિયાન પાકિસ્તાનમાં આઈએસઆઈના જડસુ મારાઓના નામે જે લોકોનાં મોત ચડ્યાં છે એમનાં નામ જોઈને ચોક્કસ કોઈને પણ નવાઈ લાગે.
બિલાલ મુર્શીદ, અકરમ કાઝી, ખ્વાજા શાહિદ, અદનાન અહેમદ, મૌલાના
રહીમુલ્લાહ તારિક, પરમજિત સિંહ પંજવાર, મુફ્તી કૈઝર ફારુખ... આ યાદી હજી લાંબી છે. આ બધા એ લોકો છે, જેમને ભારતે આતંકવાદી ઘોષિત કર્યા છે, અમુક સામે ઈન્ટરપોલની નોટિસ નીકળી છે, કેટલાકને તો વળી અમેરિકા પણ શોધે છે. જો કે હવે આમાંથી કોઈ હાથ આવે એમ નથી. એનું કારણ એ કે આ બધાનાં ઢીમ ઢળી ચૂક્યાં છે. કોઈને ગોળી ધરબી દેવામાં આવી, કોઈ પર છરા-ચાકાથી જીવલેણ હુમલો થયો તો કોઈનું તો ગળું જ કાપી નાખવામાં આવ્યું. આ તમામ કોઈ ને કોઈ ત્રાસવાદી સંગઠન સાથે સંકળાયેલા હતા, ભારતમાં અનેક આતંકી હુમલામાં એમનો હાથ હતો અને ભારત એમને લાંબા સમયથી શોધતું હતું, પણ એ બધા અત્યાર સુધી પાકિસ્તાનમાં હતા અને સલામત હતા.
તો પછી અચાનક એવું તે શું થયું કે એમાંથી એક પછી એકનો ખાતમો શરૂ થયો?
Esta historia es de la edición December 25, 2023 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición December 25, 2023 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
જસ્ટ એક મિનિટ...
આ તો તમે સમયનો દુર્વ્યય કર્યો કહેવાય, સમજદારી નહીં.’
અવરોધને અતિક્રમવાની મથામણ
શી ખબર આ કઈ અવસ્થા છે ‘ખલીલ’ ઘરને હું શોધું ને ઘર શોધે મને. - ખલીલ ધનતેજવી
KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન કા પતા હૈ?
બૅન્ક એકાઉન્ટ હોય કે મ્યુચ્યુઅલ ફંડ, પૈસા રોકવા માટે છેલ્લાં કેટલાંક વરસોથી ‘કેવાયસી’ (નો યૉર કસ્ટમર)ના નિયમનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. જો કે સમય સાથે એમાં સતત ફેરફાર થઈ રહ્યા છે અને કેવાયસીનાં અલગ અલગ ધોરણોને કારણે અત્યારે આ મામલે લોકો મૂંઝાયેલા છે. હમણાં વળી અમુક નવાં ધોરણ લાગુ કરાતાં લાખો રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની હાલત વધુ કફોડી થઈ છે. ખરેખર તો આ વિધિ સરળ બનાવવાની સાથે એને એક છત્ર હેઠળ લાવવાની જરૂરત પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.
કૉલર આઈ-ડી ઍપનો લાભ લેવાનું ચૂકી તો નથી ગયા ને?
નાગરિકોને સ્પામ કૉલ મારફતે હેરાન કરવામાં આપણા દેશનો નંબર દુનિયામાં ચોથો છે. ૬૪ ટકા દેશવાસીઓને દિવસમાં સરેરાશ ત્રણથી પણ વધુ સ્પામ કૉલ આવે છે... આ ત્રાસથી કેમ બચવું?
સંપત્તિની વહેંચણી: ઘરની દીીનું સ્થાન ક્યાં છે?
સ્ત્રીને અધિકાર ઘણા છે, પણ સમસ્યા એ છે કે અનેક કિસ્સામાં પુરુષ એ હક એને આપવા તૈયાર નથી.
બાર માસના મસાલા ભરવાની સીઝન આવી છે ત્યારે...
આપણી રસોઈને સ્વાદિષ્ટ બનાવતા ‘સિક્રેટ સ્પાઈસીસ’ને આખું વર્ષ તાજા રાખવાના કીમિયા.
ઈલેક્શનમાં કરો સિલેક્શનઃ પહેલાં મતદાન પછી જળપાન
લોકસભા ૨૦૨૪ની ચૂંટણીનાં પડઘમ ચારેકોર વાગી રહ્યાં છે ત્યારે મહિલાઓનાં કેટલાંક કિટી પાર્ટી ગ્રુપ પણ અત્યારે હાઉઝી કે બીજી ગેમ સુધી સીમિત ન રહેતાં, શહેરની શેરીઓમાં અને ગામની ગલીઓમાં ‘મત આપો અને મત અપાવો’નો વિચાર ફેલાવી રહ્યાં છે.
લો, ટૅક્સ હેવન ગણાતા દુબઈમાં હવે આવે છે કૉર્પોરેટ ટૅક્સ
દુનિયાની ટોચની ઘણીખરી કંપની જ્યાં કોઈ ને કોઈ રીતે હાજરી ધરાવે છે એ દુબઈમાં અત્યાર સુધી આ કંપનીઓ પાસેથી કોઈ કર વસૂલવામાં આવતો નથી એ જાણીને નવાઈ લાગે. આ જ કારણે દુબઈ એ વ્યાપાર-ઉદ્યોગ માટે સ્વર્ગ ગણાય છે. જો કે હવે પશ્ચિમ એશિયાનું આ સૌથી મોટું બિઝનેસ હબ આર્થિક ગેરરીતિ ડામવાના નામે કરવેરા વસૂલશે.
એકની સંપત્તિ બીજાને...બ્રિટન-અમેરિકામાં શું છે સ્થિતિ?
સરખામણીનો આશય નથી, કરાય પણ નહીં... પરંતુ સંપત્તિની સમાન વહેંચણીની બીજા કેટલાક દેશોમાં કેવી જોગવાઈ છે એ જાણીએ...
સાબદા રહેજો, ચૂંટણીપંચની નજર ચારેકોર છે...
ગુજરાતમાં લોકસભાની બેઠકો માટે મતદાનની તારીખ નજીક આવી રહી છે એમ આચારસંહિતા ભંગના અને રોકડ રકમ સહિત ‘પ્રતિબંધિત’ સામગ્રી પકડાવાના કિસ્સા વધી રહ્યા છે.