Intentar ORO - Gratis
કંપનીના ટ્રેડ સિક્રેટની હેરાફેરી ક્યાંથી ક્યાં?
Chitralekha Gujarati
|December 18, 2023
તાજેતરમાં અમેરિકાના ટેક્સાસ ફેડરલ કોર્ટની જ્યુરીએ ભારતીય આઈટી કંપની ‘ટીસીએસ’ને અન્ય કંપનીનાં ટ્રેડ સિક્રેટ મેળવવા બદલ આશરે ૧૭૫૦ કરોડ રૂપિયાનો દંડ ભરવા કહ્યું એ સમાચાર દેશ-દુનિયાનાં અખબારોમાં ચમક્યા. ટાટાએ જો કે આ ચુકાદાને પડકારીને કેસ લડી લેવાનું નક્કી કર્યું છે ત્યારે ટ્રેડ સિક્રેટની ચોરીના કેટલાક કિસ્સા મમળાવવા જેવા છે...
ધારો કે મોબાઈલ એપ વાપરો છો તો હજારો એવી પોસ્ટ (લખા) હશે જે તમે કો’કના મેસેજમાંથી કૉપી કરી, તમારા એકાઉન્ટમાં પેસ્ટ કરીને મિત્રોને ફૉરવર્ડ કરી (મોકલી) હશે અથવા આવી પોસ્ટ તમને મોકલવામાં આવી હશે.
ગયા પખવાડિયે આવું કૉપી-પેસ્ટ કરવાનું ટાટા કન્સલ્ટન્સી લિમિટેડ (ટીસીએસ)ને જરા ભારે પડી ગયું અથવા આવું ટેક્સાસની ફેડરલ કોર્ટની જ્યુરીનું માનવું છે. અમેરિકાસ્થિત પ્રતિસ્પર્ધી કંપનીના કોડ અને ટ્રેડ સિક્રેટ મેળવવા બદલ ત્યાંની જ્યુરીએ ટીસીએસને ૨૧ કરોડ ડૉલર (આશરે ૧૭૫૦ કરોડ રૂપિયા) દંડ ભરવાનો આદેશ આપ્યો.
જો કે હજી કંઈ સાબિત થયું નથી અને ટીસીએસના મૅનેજમેન્ટે જ્યુરીના આ નિર્ણય સામે અમેરિકામાં કોર્ટ કેસ લડવાનું નક્કી કર્યું છે. હવે કોર્ટમાં નિર્ણય લેવામાં આવશે. મામલો ચારેક વર્ષ જૂનો છે. ટીસીએસ પર એવું આળ મૂકવામાં આવ્યું છે કે એણે અમેરિકન આઈટી કંપની ડીએક્સસીના સોર્સ કોડનો દુરુપયોગ કરીને ટીસીએસ બૅન્ક્સ નામનું સૉફ્ટવેર પ્લૅટફૉર્મ ડેવલપ કર્યું. આ માટે અમેરિકન જ્યુરીએ ટીસીએસને આશરે ૧૭૫૦ કરોડ રૂપિયાનો દંડ ઠોક્યો છે. જ્યુરીએ ટિપ્પણી કરી કે ટાટા ગ્રુપની કંપની ટીસીએસ અમેરિકન કંપનીની માલિકીના પ્લૅટફૉર્મને તોડીને એના વેપારનાં રહસ્યો સુધી પહોંચી ગઈ હતી. જો કે આ હજુ સાબિત થયું નથી.
ઈલ્ઝામ એવો છે કે ટીસીએસના કોઈ કર્મચારીએ અમેરિકાની ડીએક્સસી નામની આઈટી (ઈન્ફર્મેશન ટેક્નોલૉજી) સર્વિસ કંપનીના મૅન્યુઅલ અને ઍક્ચ્યુઅલ સોર્સ કોડ ક્યાંકથી મેળવી, કૉપી કરી, પેસ્ટ (કન્ટ્રોલ સી અને કન્ટ્રોલ વી) કરીને પોતાની બૅન્ક્સ ટીમને મોકલ્યા, જેથી એ લોકો કમ્પિટિંગ પ્લૅટફૉર્મ બનાવી શકે. બૅન્ક્સ એટલે ટીસીએસે બૅન્કો, ઈન્સ્યોરન્સ કંપનીઓ, નૉન-બૅન્કિંગ ફાઈનાન્સિયલ ઈન્સ્ટિટ્યુશન જેવા ક્લાયન્ટ્સ માટે બનાવેલું એક પ્લૅટફૉર્મ. ટીસીએસે જીવન વીમા ક્ષેત્રની અમેરિકાની ખૂબ જાણીતી કંપની ટ્રાન્સઅમેરિકા લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીએ વેચેલી એક કરોડથી વધુ વીમાની પૉલિસીનું ડિજિટાઈઝેશન કરવાનો કૉન્ટ્રાક્ટ લીધેલો.
Esta historia es de la edición December 18, 2023 de Chitralekha Gujarati.
Suscríbete a Magzter GOLD para acceder a miles de historias premium seleccionadas y a más de 9000 revistas y periódicos.
¿Ya eres suscriptor? Iniciar sesión
MÁS HISTORIAS DE Chitralekha Gujarati
Chitralekha Gujarati
એમના વિરોધનું કારણ સમજો...
શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.
4 mins
22 June, 2026
Chitralekha Gujarati
આમાં કોનો વાંક છે?
હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?
2 mins
22 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.
1 min
22 June, 2026
Chitralekha Gujarati
સિંહો ફરી રોગચાળાના સકંજામાં...
એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર
સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...
ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
શું તમે ઓશિયાળા છો?
ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –
2 mins
15 June, 2026
Chitralekha Gujarati
ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?
સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત
અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.
1 min
15 June, 2026
Translate
Change font size

