Facebook Pixel કંપનીના ટ્રેડ સિક્રેટની હેરાફેરી ક્યાંથી ક્યાં? | Chitralekha Gujarati - news - Lisez cet article sur Magzter.com

Essayer OR - Gratuit

કંપનીના ટ્રેડ સિક્રેટની હેરાફેરી ક્યાંથી ક્યાં?

Chitralekha Gujarati

|

December 18, 2023

તાજેતરમાં અમેરિકાના ટેક્સાસ ફેડરલ કોર્ટની જ્યુરીએ ભારતીય આઈટી કંપની ‘ટીસીએસ’ને અન્ય કંપનીનાં ટ્રેડ સિક્રેટ મેળવવા બદલ આશરે ૧૭૫૦ કરોડ રૂપિયાનો દંડ ભરવા કહ્યું એ સમાચાર દેશ-દુનિયાનાં અખબારોમાં ચમક્યા. ટાટાએ જો કે આ ચુકાદાને પડકારીને કેસ લડી લેવાનું નક્કી કર્યું છે ત્યારે ટ્રેડ સિક્રેટની ચોરીના કેટલાક કિસ્સા મમળાવવા જેવા છે...

- કેતન મિસ્ત્રી

કંપનીના ટ્રેડ સિક્રેટની હેરાફેરી ક્યાંથી ક્યાં?

ધારો કે  મોબાઈલ એપ વાપરો છો તો હજારો એવી પોસ્ટ (લખા) હશે જે તમે કો’કના મેસેજમાંથી કૉપી કરી, તમારા એકાઉન્ટમાં પેસ્ટ કરીને મિત્રોને ફૉરવર્ડ કરી (મોકલી) હશે અથવા આવી પોસ્ટ તમને મોકલવામાં આવી હશે.

ગયા પખવાડિયે આવું કૉપી-પેસ્ટ કરવાનું ટાટા કન્સલ્ટન્સી લિમિટેડ (ટીસીએસ)ને જરા ભારે પડી ગયું અથવા આવું ટેક્સાસની ફેડરલ કોર્ટની જ્યુરીનું માનવું છે. અમેરિકાસ્થિત પ્રતિસ્પર્ધી કંપનીના કોડ અને ટ્રેડ સિક્રેટ મેળવવા બદલ ત્યાંની જ્યુરીએ ટીસીએસને ૨૧ કરોડ ડૉલર (આશરે ૧૭૫૦ કરોડ રૂપિયા) દંડ ભરવાનો આદેશ આપ્યો.

જો કે હજી કંઈ સાબિત થયું નથી અને ટીસીએસના મૅનેજમેન્ટે જ્યુરીના આ નિર્ણય સામે અમેરિકામાં કોર્ટ કેસ લડવાનું નક્કી કર્યું છે. હવે કોર્ટમાં નિર્ણય લેવામાં આવશે. મામલો ચારેક વર્ષ જૂનો છે. ટીસીએસ પર એવું આળ મૂકવામાં આવ્યું છે કે એણે અમેરિકન આઈટી કંપની ડીએક્સસીના સોર્સ કોડનો દુરુપયોગ કરીને ટીસીએસ બૅન્ક્સ નામનું સૉફ્ટવેર પ્લૅટફૉર્મ ડેવલપ કર્યું. આ માટે અમેરિકન જ્યુરીએ ટીસીએસને આશરે ૧૭૫૦ કરોડ રૂપિયાનો દંડ ઠોક્યો છે. જ્યુરીએ ટિપ્પણી કરી કે ટાટા ગ્રુપની કંપની ટીસીએસ અમેરિકન કંપનીની માલિકીના પ્લૅટફૉર્મને તોડીને એના વેપારનાં રહસ્યો સુધી પહોંચી ગઈ હતી. જો કે આ હજુ સાબિત થયું નથી.

ઈલ્ઝામ એવો છે કે ટીસીએસના કોઈ કર્મચારીએ અમેરિકાની ડીએક્સસી નામની આઈટી (ઈન્ફર્મેશન ટેક્નોલૉજી) સર્વિસ કંપનીના મૅન્યુઅલ અને ઍક્ચ્યુઅલ સોર્સ કોડ ક્યાંકથી મેળવી, કૉપી કરી, પેસ્ટ (કન્ટ્રોલ સી અને કન્ટ્રોલ વી) કરીને પોતાની બૅન્ક્સ ટીમને મોકલ્યા, જેથી એ લોકો કમ્પિટિંગ પ્લૅટફૉર્મ બનાવી શકે. બૅન્ક્સ એટલે ટીસીએસે બૅન્કો, ઈન્સ્યોરન્સ કંપનીઓ, નૉન-બૅન્કિંગ ફાઈનાન્સિયલ ઈન્સ્ટિટ્યુશન જેવા ક્લાયન્ટ્સ માટે બનાવેલું એક પ્લૅટફૉર્મ. ટીસીએસે જીવન વીમા ક્ષેત્રની અમેરિકાની ખૂબ જાણીતી કંપની ટ્રાન્સઅમેરિકા લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીએ વેચેલી એક કરોડથી વધુ વીમાની પૉલિસીનું ડિજિટાઈઝેશન કરવાનો કૉન્ટ્રાક્ટ લીધેલો.

PLUS D'HISTOIRES DE Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જલસાઘર

રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો

અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મૂક સેવાનું મધુર સરનામું

મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?

પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?

સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!

ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...

સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ

પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આવો, બનાવીએ સોનાર બાંગ્લા...

ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.

time to read

4 mins

May 18, 2026

Translate

Share

-
+

Change font size