Intentar ORO - Gratis
ગુજરાતભરમાં કેટલા દીપડા, ગણો જોઈએ..
Chitralekha Gujarati
|May 15, 2023
ગીર જંગલના સહેલાણીને સિંહને બદલે દીપડો દેખાય તો એ સાસણમાં કોલર ઊંચો કરી ફરવા માંડે, કારણ કે દીપડાનાં દર્શન બહુ દુર્લભ ગણાય છે. આ અત્યંત શરમાળ છતાં ચાલાક શિકારી પ્રાણીની વનખાતું ગણતરી કરી રહ્યું છે ત્યારે વન્યજીવોને પ્રેમ કરતો કાઠિયાવાડી જરૂર કહી ઊઠશે કે આ વખતે આંગળીના વેઢે નહીં, પણ અમારા ખેતરના શેઢે ગણાશે દીપડા.

ગીરના જંગલમાં મોડી રાત્રે ઓચિંતા જ હરણાંઓમાં દોડાદોડી થઈ પડે અને સૂમસામ જંગલ પક્ષીઓના ચિત્કારથી કંપી ઊઠે એટલે સમજવાનું કે કોઈ પ્રાણી શિકારે નીકળ્યું છે. એ પછી થોડી વારમાં પક્ષી કે પ્રાણીની ચીસ સંભળાય એટલે સમજો કે શિકાર થઈ ગયો અને ઘણુંખરું એ શિકાર ચપળ અને લુચ્ચા પ્રાણી દીપડાનો જ હોય.
પાછળના મજબૂત પંજા સાથે ઘાત લગાવી શિકાર કરતા ખૂનખાર અને અતિ ચપળ એવા દીપડાની બિલાડીકુળનાં પ્રાણીઓમાં એક અલાયદી ઓળખ છે. મારણને અન્ય હિંસક પશુથી બચાવવા માટે મજબૂત જડબાં અને તીક્ષ્ણ નખના સહારે મૃતદેહ સાથે સડસડાટ ઝાડ પર ચઢી જવામાં દીપડો માહેર છે. આ એક પ્રાણી એવું છે, જે દેશનાં લગભગ દરેક જંગલમાં મોજૂદ છે. તેમ છતાં એ ભાગ્યે જ જોવા મળે છે.
અત્યારે ભારતમાં બારથી ૧૪ હજાર દીપડા (લેપર્ડ) હોવાનો અંદાજ છે. હાથી અને વાઘની વધુ વસતિ દક્ષિણનાં રાજ્યોમાં છે તો દીપડા સૌથી વધુ મધ્ય પ્રદેશમાં છે અને એ પછી ગુજરાતનો ક્રમ છે.
જો કે ગુજરાતમાં સિંહની જેમ એક સમયે દીપડા પણ લુપ્તતાના આરે હતા. એ પછી એને વન્યપ્રાણી અધિનિયમ હેઠળ રક્ષણ મળ્યું એટલે ૮૦ના દાયકા પછી દીપડાની સંખ્યા વધી. બિલાડીકુળનાં શિકારી પ્રાણીઓમાં સિંહ સાથે સ્પર્ધા કરતો દીપડો આખા સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વિસ્તર્યો એનું કારણ એની શિકારની વિશિષ્ટ આદત તથા જંગલ-ખડકાળ કોતરોમાં લપાઈ રહેવાની ચતુરાઈ પણ છે. ગીર-ગિરનારનાં જંગલોથી માંડી સમુદ્રના આછા જંગલવિસ્તાર તથા ઓઝત, ભાદર, મધુવંતી જેવી બીજી નદીઓની કોતરોમાં પડ્યા રહીને રાત્રે માનવવસતિમાં કૂતરા, વાછરડાં કે એ ન મળે તો મરઘાંના મારણ માટે પહોંચી જવાનો એને છોછ નથી.
Esta historia es de la edición May 15, 2023 de Chitralekha Gujarati.
Suscríbete a Magzter GOLD para acceder a miles de historias premium seleccionadas y a más de 9000 revistas y periódicos.
¿Ya eres suscriptor? Iniciar sesión
MÁS HISTORIAS DE Chitralekha Gujarati

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Translate
Change font size