મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
Chitralekha Gujarati|May 01, 2023
એક મોટો અને મહત્ત્વનો પ્રદેશ જીતવાનું કામ પૂર્ણ કરીને પાછા ફરી રહેલા રાજાને ‘તમે બાલીશ કાર્યોમાં ડૂબેલા રહો છો..’ એવું મોઢા પર કહેવા માટે કલેજું જોઈએ, જુસ્સો-ગુસ્સો જોઈએ.
દીપક સોલિયા
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય

ઉત્તંક વિફર્યો. મામલો ગુરુદક્ષિણાની ચોરીનો હતો. ગુરુની પત્નીએ દક્ષિણા પેટે ઉત્તંકને બે કુંડળ લાવી આપવા કહેલું. ઉત્તંક એ કુંડળ મેળવીને ગુરુપત્ની પાસે પાછો ફરી રહ્યો હતો. એને રસ્તામાં ઘડીકમાં દેખાતો અને ઘડીકમાં ગાયબ થતો સંન્યાસી દેખાયો. ઉત્તંકે પળવાર માટે કુંડળ જમીન પર મૂક્યાં એટલી વારમાં સંન્યાસી કુંડળ લઈને ભાગ્યો. ઉત્તંકે એની પાછળ દોટ લગાવી. ઉત્તંકની ગતિ તેજ હતી. એણે સંન્યાસીને પકડી પાડ્યો.

-પણ આ શું? સંન્યાસી પોતાના મૂળ વેશમાં આવી ગયો. એ નાગ બની ગયો. લિસ્સો નાગ ઉત્તંકની પકડમાંથી સરકી-છટકીને નજીકના એક મોટા દરમાં પેસી ગયો. અંદર જઈને એ પોતાના ઘરે, નાગલોકમાં પહોંચી ગયો. 

ઉત્તંક ઓળખી ગયો કે આ તક્ષક નાગ છે. એ પણ તક્ષકની પાછળ દરમાં જેમ તેમ ઘૂસ્યો. અંદર આગળ વધતાં એ પણ નાગલોકમાં પ્રવેશ્યો. શરૂઆતમાં એણે વિનંતી-સ્તુતિનો માર્ગ અપનાવ્યો. એણે ત્યાંના નાગોને સંબોધીને કહ્યું: ‘તમે નાગવંશીઓ સૂર્યની માફક ઝળહળો છો. તમે નાગલોકો મહાન રાજા ઐરાવતના પ્રજાજન છો. હું જાણું છું કે માતા કદ્રુનો પુત્ર તક્ષક મારાં કુંડળ લઈને અહીં આવ્યો છે. હું જાણું છું કે તક્ષક નાગ અગાઉ ખાંડવપ્રસ્થમાં રહેતો હતો. હું જાણું છું કે તક્ષકનો ભાઈ શ્રુતસેન મહાદ્યુમ્ન તીર્થ પર નાગશ્રેષ્ઠ બનવા માટે તપસ્યા કરતો હતો. એ મહાત્મા મારા માટે પૂજનીય છે. હું તમામ મહાન નાગોને પ્રણામ કરું છું.’

ઉત્તંકે વખાણ દ્વારા તક્ષકને મનાવવાની કોશિશ કરી જોઈ, પણ એનો ગજ વાગ્યો નહીં. ન એને તક્ષક મળ્યો, ન મળ્યાં ચોરાયેલાં બે કુંડળ.

નાગલોકમાં ભટકી રહેલા ઉત્તંકે એક જગ્યાએ જોયું કે બે યુવાન સ્ત્રીઓ સાળ પર કાળા અને ધોળા દોરા વડે કાપડ વણી રહી હતી. ત્યાં બાર આરાવાળું એક ચક્ર હતું, જેને છ કુમારો ફેરવી રહ્યા હતા અને એક સુંદર પુરુષ તથા એક મોટો ઘોડો ત્યાં હાજર હતા.

Esta historia es de la edición May 01, 2023 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición May 01, 2023 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE CHITRALEKHA GUJARATIVer todo
એક્ઝિટ પોલનું પોલંપોલ...
Chitralekha Gujarati

એક્ઝિટ પોલનું પોલંપોલ...

ચૂંટણીનાં પરિણામની પહેલાં ટીઆરપી મેળવવાનું હાથવગું સાધન બની જનારા એક્ઝિટ પોલ અર્થાત્ ઈલેક્શન રિઝલ્ટની અટકળો આ વખતે સાવ જ ફારસ બની રહી. એક્ઝિટ પોલનું શાસ્ત્ર ક્યારેક અતિ સચોટ તો ક્યારેક સાવ નિષ્ફળ કેમ રહે છે?

time-read
4 minutos  |
June 17, 2024
બાળકોને શક્તિ-સ્ફૂર્તિ બક્ષવાના આ છે વિકલ્પ...
Chitralekha Gujarati

બાળકોને શક્તિ-સ્ફૂર્તિ બક્ષવાના આ છે વિકલ્પ...

ઊછળવા-કૂદવા-રમવાની ઉંમરે જરૂર આપો પ્રોટીનસભર ખોરાક.

time-read
4 minutos  |
June 17, 2024
કોણ છે કરાચીની આ વડા-પાંઉ ગર્લ?
Chitralekha Gujarati

કોણ છે કરાચીની આ વડા-પાંઉ ગર્લ?

સોશિયલ મિડિયામાં અત્યારે એક વિડિયો ફરી રહ્યો છે, જેમાં પાકિસ્તાનની ગલીમાં સ્વાદપ્રેમી લોકો હિંદુસ્તાની ફડની લિજ્જત માણતાં દેખાય છે. ચાલો માણીએ, કરાચીવાસીઓની જીભે ઈન્ડિયન સ્ટ્રીટ ફડનો સ્વાદ વળગાડનારી મૂળ મોરબીની યુવતી સાથે એની સ્વાદસફર.

time-read
3 minutos  |
June 17, 2024
વહેલ શાર્ક માટે સૌરાષ્ટ્રનો દરિયો બન્યો છે પિયર
Chitralekha Gujarati

વહેલ શાર્ક માટે સૌરાષ્ટ્રનો દરિયો બન્યો છે પિયર

ખારાં પાણીમાં મીઠી વીરડી આઠ જૂન એટલે ‘વર્લ્ડ ઑશન ડે.’ દરિયાઈ જીવસૃષ્ટિના જતન માટે જુદા જુદા સ્તરે પ્રયાસ થઈ રહ્યા છે, એમાં ગુજરાત પણ એક ટોચનું રાજ્ય બન્યું છે. લુપ્ત થઈ રહેલી વહેલ શાર્ક માછલીને બચાવવા સૌરાષ્ટ્રના કિનારે ઊડીને આંખે વળગે એવું કાર્ય લોકભાગીદારીથી થઈ રહ્યું છે. મોરારિબાપુની સંવેદનાસભર અપીલ સાથે બે દાયકા પૂર્વે શરૂ થયેલી ઝુંબેશનાં હૈયું હરખાય એવાં પરિણામ સામે આવ્યાં છે. આ મિશન હેઠળ અત્યાર સુધીમાં ૯૫૦થી વધુ વહેલ શાર્કને દરિયામાં મુક્ત કરવામાં આવી છે. દરિયાઈ જીવ બચાવવાનું આવું ઉમદા કાર્ય દુનિયાના કોઈ ખૂણે થયું નથી.

time-read
6 minutos  |
June 17, 2024
આપસે ભી ખૂબસૂરત ખ આપકે અંદાજ હૈ...
Chitralekha Gujarati

આપસે ભી ખૂબસૂરત ખ આપકે અંદાજ હૈ...

અઢારમી લોકસભા ચૂંટણી યાદ રહેશે જે રીતે એ લડાઈ, જે રીતે એક્ઝિટ પોલમાં ઓમ ધબાય નમઃ થયું ને જે રીતે ચાર જૂને ટીવીવાળા ભોંઠા પડ્યા એ માટે... કહો કે ઈલેક્શન કરતાં એના તોરતરીકા મજેદાર હતા.

time-read
3 minutos  |
June 17, 2024
ચાલો, ઓળખીએ તરુવરને...બચાવીએ વરસાદી જળને
Chitralekha Gujarati

ચાલો, ઓળખીએ તરુવરને...બચાવીએ વરસાદી જળને

એક ‘વૃક્ષશત્રુ’ને મળ્યા પછી અમદાવાદના આ વ્યવસાયીની જિંદગી એવી તો બદલાઈ કે એમણે લોકોને વૃક્ષોની મહત્તા સમજાવવા સાથે વર્ષાજળના સંચયની પ્રાચીન કળા પણ પુનઃ જીવિત કરી છે.

time-read
3 minutos  |
June 17, 2024
સાવધાન, આખરી ઘંટડી વગાડે છે કુદરત...
Chitralekha Gujarati

સાવધાન, આખરી ઘંટડી વગાડે છે કુદરત...

માનવજાત પોતાના અસ્તિત્વની શરૂઆતથી જ દરેક વસ્તુ માટે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રૂપે પ્રકૃતિ પર નિર્ભર છે, છતાં સ્વાર્થને કારણે માનવ સતત પર્યાવરણનું નિકંદન કાઢી રહ્યો છે. આજે એવી નોબત આવી છે કે માણસ પાછો નહીં વળે તો એનું અસ્તિત્વ ખતમ થઈ જશે.

time-read
4 minutos  |
June 17, 2024
ખુશીનો માયામ આજે, આ મિનિટે, અહીં!
Chitralekha Gujarati

ખુશીનો માયામ આજે, આ મિનિટે, અહીં!

ખુશ હોવું એટલે દુઃખની ગેરહાજરી નહીં, પણ દુઃખનો સામનો કરવાની ક્ષમતા. પીડા, મુસીબત અને ફરિયાદ ન હોય એને ખુશી ન કહેવાય. મુસીબતોની પેલે પાર જોવાની નજરને ખુશી કહેવાય. ખુશી પેઈન-કિલર છે, પણ એ પીડાને ખતમ નથી કરતી, પીડાનો અનુભવ કરવાની ક્ષમતાને ખતમ કરે છે.

time-read
5 minutos  |
June 17, 2024
શરીફની શરીફાઈ ભારત-પાક સંબંધ સુધારી શકશે?
Chitralekha Gujarati

શરીફની શરીફાઈ ભારત-પાક સંબંધ સુધારી શકશે?

અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી સાથેના ‘શાંતિ કરાર’ પાકિસ્તાની લશ્કરે સફળ ન થવા દીધા એ પછી હવે નવેસરથી નવાઝ શરીફે ભારત તરફનો દોસ્તીનો દરવાજો ખોલવા હિલચાલ આદરી છે.

time-read
3 minutos  |
June 17, 2024
જસ્ટ, એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

જેને પ્રેમ કરીએ એવી જ વસ્તુ કરવાને બદલે જે પણ કરું એને પ્રેમ કરવાનું શીખી લીધું છે.

time-read
1 min  |
June 17, 2024