Intentar ORO - Gratis

માઉન્ટ આબુ, ઉદયપુર અને કુંભલગઢ લઈ જાય છે…. રહસ્ય, રોમાંચ અને સંમોહનની દુનિયામાં!

Chitralekha Gujarati

|

April 24, 2023

રાજસ્થાનમાં પ્રવાસ-પર્યટન એવું અદ્ભુત છે કે તે પર્યટકોને રહસ્ય, રોમાંચ અને સંમોહનની દુનિયામાં લઈ જાય છે. ઉનાળાની મોસમમાં સુદ્ધાં રાજસ્થાન પર્યટકોને અનેક વિકલ્પ આપે છે. રાજસ્થાનનું એકમાત્ર પર્વતીય પર્યટનસ્થળ માઉન્ટ આબુ મે મહિનામાં ઉનાળુ મહોત્સવ સ્વરૂપે પર્યટકોના સ્વાગત માટે તૈયાર છે. માઉન્ટ આબુની સાથે જ ઉદયપુર અને કુંભલગઢ એવાં પર્યટનસ્થળો છે, જે દેશી અને વિદેશી પર્યટકોમાં અત્યંત લોકપ્રિય છે.

માઉન્ટ આબુ, ઉદયપુર અને કુંભલગઢ લઈ જાય છે…. રહસ્ય, રોમાંચ અને સંમોહનની દુનિયામાં!

માઉન્ટ આબુ

માઉન્ટ આબુમાં પર્યટકોની અવરજવર આખું વર્ષ રહેતી હોય છે, પરંતુ મે, જૂન અને ડિસેમ્બરમાં તો અહીં પર્યટકોનાં ધાડાં ઊતરી આવે છે. એને કારણે મે અને જૂન મહિનામાં અહીં ગ્રીષ્મોત્સવ (સમર ફેસ્ટિવલ) તો શિયાળામાં શરદોત્સવ (વિન્ટર ફેસ્ટિવલ)નું આયોજન થાય છે.

માઉન્ટ આબુમાં આ વખતે સમર ફેસ્ટિવલનું આયોજન ૧૨-૧૪ મેએ કરવામાં આવશે. આ એક લોક અને નૃત્ય-સંગીતનું પર્વ છે, જેમાં રાજસ્થાનના આદિવાસી જીવન તથા સંસ્કૃતિની ઝલક દેખાય છે. મજાની વાત એ છે કે એમાં રાજસ્થાની અને ગુજરાતી લોકનૃત્ય અને લોકસંગીતનો સંગમ હોય છે. ફેસ્ટિવલનો આરંભ ભવ્ય શોભાયાત્રા સાથે થાય છે. ફેસ્ટિવલ દરમિયાન નક્કી સરોવરમાં બોટ રેસ થાય છે તો ઘોડાઓની રેસ, દોરડાખેંચ, સ્કેટિંગ રેસ, બૅન્ડ શો, શામ-એ-કવ્વાલી જેવી બીજી અનેક દિલચસ્પ પ્રવૃત્તિનો પણ સમાવેશ છે. ફેસ્ટિવલના અંતે રોમાંચક આતશબાજી કરવામાં આવે છે.

નક્કી લેક

માઉન્ટ આબુ ઊંચા ખડકો, શાંત સરોવરો અને ખુશનુમા હવામાન માટે પ્રખ્યાત છે. આબુમાં ગુરુશિખર અરાવલી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે.

ત્યાં જાવ તો તમને એવો અનુભવ થાય કે જાણે તમે આકાશમાં વિહાર કરી રહ્યા છો અને વાદળો તમારાં કદમો તળે છે. દેલવાડા જૈન મંદિર, નક્કી લેક, સનસેટ પૉઈન્ટ તમને સંમોહનના એવા લોકમાં જઈ જાય જ્યાં તમારા મુખમાંથી તારીફના શબ્દો આપોઆપ નીકળી પડે.. રાજસ્થાનનો આ સંમોહક અને મનમોહક નજારો તમે ન જોયો હોય તો તમે શું જોયું?

ઉદયપુર નગરી

અમદાવાદથી ૨૬૫ કિલોમીટર અને માઉન્ટ આબુથી ૧૮૦ કિલોમીટર દૂર વસ્યું છે સરોવરોનું શહેર ઉદયપુર. ઉદયપુરમાં વચ્ચોવચ અનેક સરોવરો છે. ગુજરાત રાજ્યની નજીકમાં હોવાને કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં પ્રવાસે આવે છે. અહીં વિદેશી પર્યટકો પણ ઘણા આવે છે. જયપુર પછીના નંબરે ઉદયપુર આવે છે, જ્યાં વિદેશી પર્યટકો સૌથી મોટી સંખ્યામાં ફરવા આવે છે. રાણા ઉદયસિંહે ઈ.સ. ૧૫૫૯માં ઉદયપુર નગરની સ્થાપના કરી હતી અને એને મેવાડનું પાટનગર બનાવ્યું હતું.

MÁS HISTORIAS DE Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી

ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી કે બીમાર હોવાનું નાટક

આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!

ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય

જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.

time to read

2 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન

ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ

સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.

time to read

6 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ

શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.

time to read

5 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...

આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..

કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...

જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.

time to read

5 mins

October 13, 2025

Translate

Share

-
+

Change font size