આપણે પોલીસ પ્રોટેક્શનની વ્યવસ્થા કરીશું. એમ કોઈની દાદાગીરી થોડી સહી લેવાની હોય?’ પરિણીતીએ કહ્યું.
‘પોલીસ કેટલા દિવસ પ્રોટેક્શન આપશે? આ તો સોસાયટીના વાતાવરણમાં ડર ફેલાવવાની વાત છે.’
‘તો? શું કરવું જોઈએ?’
કોઈક રીતે સમશેર ખાન અને ચટ્ટાનસિંહને આ હિંસક વિરોધ ન કરવા સમજાવવા જોઈએ.’
‘પણ એ લોકો સમજશે?’ પરિણીતીએ પૂછ્યું.
‘આપણે શાંતિમંત્રણાનો પ્રયાસ કરીએ. હિંસાનો વિરોધ હિંસાથી ન થઈ શકે.’
મોતીવાલા અને પરિણીતી મારી સામે નવાઈ પામી જોઈ રહ્યાં. દેખીતું હતું કે એમને મારી વાતમાં સહેજે ભરોસો નહોતો.
મેં કહ્યું: ‘મારી પાસે એક સરસ વિડિયો છે. કદાચ એ લોકોને પોતાની ભૂલ સમજાઈ પણ જાય.’
મેં ફોન પર દીપિકા પદુકોણની કોઈ કલર કંપનીની જાહેરાત બતાવી. એમાં દીપિકા જુદા જુદા ડેસમાં જાહેરખબર માટે ફોટા પડાવે છે, પછી એ દીપિકાને અમુક ફોટા ખૂબ ગમે છે, પણ ફોટોગ્રાફરને એ ફોટા નથી ગમતા. એ બીજા જ ફોટાનાં વખાણ કરે છે. દીપિકા એ ફોટા જોઈ ફોટોગ્રાફરને પૂછે છેઃ ‘તને આ ફોટા ગમ્યા? પણ આ ફોટાઓમાં હું તો સાવ ખૂણામાં છું. અમુકમાં તો મારો ચહેરો પણ કપાઈ ગયો છે!’
ફોટોગ્રાફર જવાબ આપે છે: ‘હા, પણ દીવાલનો રંગ કેટલો સરસ રીતે ઊપસી આવ્યો છે આ ફોટાઓમાં? જાહેરાત તો રંગની છે, તું તો છે જ સુંદર. તારી સુંદરતા માટે કંઈ આ ફોટો સેશન નથી કરી રહ્યાં!'
મોતીવાલા અને પરિણીતીના ચહેરા પર નિરાશા હતી. મોતીવાલા તો બબડ્યા પણ ખરાઃ ‘આવી ડાહી ડાહી વાતોથી શું થાય?’
આ મામલો ભારત દર્શન નામની એક સોસાયટીનો હતો. એ સોસાયટીમાં વિવિધ ધર્મ, જાતિના દોઢસો જેટલા લોકો રહેતા હતા. એમનો વાર્ષિક કાર્યક્રમ આવી રહ્યો હતો, જેમાં એક રમાકાંતભાઈની દીકરી નીકિતા લોકનૃત્ય કરવાની હતી. સોસાયટીના આ વાર્ષિક કાર્યક્રમમાં નીકિતા ગુલાબી રંગનો ડ્રેસ પહેરવાની છે એવું કારણ આગળ ધરી સોસાયટીના કેટલાક લોકોએ વિરોધ કરવા માંડ્યો. આ વિરોધ સમજાય નહીં એવો હતોઃ ગુલાબી રંગનો ડ્રેસ પહેરી ડાન્સ ન થાય?
Esta historia es de la edición January 02, 2023 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición January 02, 2023 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
જસ્ટ એક મિનિટ...
આ તો તમે સમયનો દુર્વ્યય કર્યો કહેવાય, સમજદારી નહીં.’
અવરોધને અતિક્રમવાની મથામણ
શી ખબર આ કઈ અવસ્થા છે ‘ખલીલ’ ઘરને હું શોધું ને ઘર શોધે મને. - ખલીલ ધનતેજવી
KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન કા પતા હૈ?
બૅન્ક એકાઉન્ટ હોય કે મ્યુચ્યુઅલ ફંડ, પૈસા રોકવા માટે છેલ્લાં કેટલાંક વરસોથી ‘કેવાયસી’ (નો યૉર કસ્ટમર)ના નિયમનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. જો કે સમય સાથે એમાં સતત ફેરફાર થઈ રહ્યા છે અને કેવાયસીનાં અલગ અલગ ધોરણોને કારણે અત્યારે આ મામલે લોકો મૂંઝાયેલા છે. હમણાં વળી અમુક નવાં ધોરણ લાગુ કરાતાં લાખો રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની હાલત વધુ કફોડી થઈ છે. ખરેખર તો આ વિધિ સરળ બનાવવાની સાથે એને એક છત્ર હેઠળ લાવવાની જરૂરત પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.
કૉલર આઈ-ડી ઍપનો લાભ લેવાનું ચૂકી તો નથી ગયા ને?
નાગરિકોને સ્પામ કૉલ મારફતે હેરાન કરવામાં આપણા દેશનો નંબર દુનિયામાં ચોથો છે. ૬૪ ટકા દેશવાસીઓને દિવસમાં સરેરાશ ત્રણથી પણ વધુ સ્પામ કૉલ આવે છે... આ ત્રાસથી કેમ બચવું?
સંપત્તિની વહેંચણી: ઘરની દીીનું સ્થાન ક્યાં છે?
સ્ત્રીને અધિકાર ઘણા છે, પણ સમસ્યા એ છે કે અનેક કિસ્સામાં પુરુષ એ હક એને આપવા તૈયાર નથી.
બાર માસના મસાલા ભરવાની સીઝન આવી છે ત્યારે...
આપણી રસોઈને સ્વાદિષ્ટ બનાવતા ‘સિક્રેટ સ્પાઈસીસ’ને આખું વર્ષ તાજા રાખવાના કીમિયા.
ઈલેક્શનમાં કરો સિલેક્શનઃ પહેલાં મતદાન પછી જળપાન
લોકસભા ૨૦૨૪ની ચૂંટણીનાં પડઘમ ચારેકોર વાગી રહ્યાં છે ત્યારે મહિલાઓનાં કેટલાંક કિટી પાર્ટી ગ્રુપ પણ અત્યારે હાઉઝી કે બીજી ગેમ સુધી સીમિત ન રહેતાં, શહેરની શેરીઓમાં અને ગામની ગલીઓમાં ‘મત આપો અને મત અપાવો’નો વિચાર ફેલાવી રહ્યાં છે.
લો, ટૅક્સ હેવન ગણાતા દુબઈમાં હવે આવે છે કૉર્પોરેટ ટૅક્સ
દુનિયાની ટોચની ઘણીખરી કંપની જ્યાં કોઈ ને કોઈ રીતે હાજરી ધરાવે છે એ દુબઈમાં અત્યાર સુધી આ કંપનીઓ પાસેથી કોઈ કર વસૂલવામાં આવતો નથી એ જાણીને નવાઈ લાગે. આ જ કારણે દુબઈ એ વ્યાપાર-ઉદ્યોગ માટે સ્વર્ગ ગણાય છે. જો કે હવે પશ્ચિમ એશિયાનું આ સૌથી મોટું બિઝનેસ હબ આર્થિક ગેરરીતિ ડામવાના નામે કરવેરા વસૂલશે.
એકની સંપત્તિ બીજાને...બ્રિટન-અમેરિકામાં શું છે સ્થિતિ?
સરખામણીનો આશય નથી, કરાય પણ નહીં... પરંતુ સંપત્તિની સમાન વહેંચણીની બીજા કેટલાક દેશોમાં કેવી જોગવાઈ છે એ જાણીએ...
સાબદા રહેજો, ચૂંટણીપંચની નજર ચારેકોર છે...
ગુજરાતમાં લોકસભાની બેઠકો માટે મતદાનની તારીખ નજીક આવી રહી છે એમ આચારસંહિતા ભંગના અને રોકડ રકમ સહિત ‘પ્રતિબંધિત’ સામગ્રી પકડાવાના કિસ્સા વધી રહ્યા છે.