Intentar ORO - Gratis
લૉર્ડ ઑફ રિધમ એક ને અજોડ બરજોર લૉર્ડ
Chitralekha Gujarati
|December 19, 2022
સંગીતને વરેલા આ પારસીપરિવારના ત્રણ સભ્યોનાં હિંદી સિનેમાસંગીતમાં અદ્વિતીય પ્રદાન છે. પિતાએ પચ્ચીસ હજાર ગીતોમાં વિવિધ વાદ્યો વગાડ્યાં, નાના દીકરાએ અઢાર હજાર ગીતોને યાદગાર બનાવ્યાં તો મોટા પુત્રએ પાંચ હજારથી વધુ ગીતોમાં મ્યુઝિક એરેન્જર તરીકે અભૂતપૂર્વ સેવા આપી. ‘દાદાસાહેબ ફાળકે એવૉર્ડ’થી સમ્માનિત આ ત્રણ વાદ્યકારોની સુરીલી સફર પર એક નજર.
૧૯૫૭-૧૯૫૮ની વાત છે. પોતાના ૧૯ વિશિષ્ટ ઢોલકવાદનથી દત્તારામ સંગીતકાર શંકર-જયકિશનનો રિધમ એરેન્જર બની ગયેલો. એ દિવસોમાં મોબાઈલ ફોન તો ઠીક, લૅન્ડલાઈન ફોન પણ બહુ ઓછા હતા. કોઈ ગીતનું રેકૉર્ડિંગ હોય ત્યારે સંગીતકારો પોતપોતાના સહાયકો મારફત જરૂરી વાઘકારોને બોલાવી લેતા.
હૃષીકેશ મુખરજી નિર્દેશિત ફિલ્મ અનાડી (રાજ કપૂર-નૂતન)ના એક ગીતનું રેકૉર્ડિંગ કરવાનું હતું. મોટે ભાગે એ ગીત હતુંઃ વો ચાંદ ખિલા, યે તારે હંસી યહ રાત અજબ મતવાલી હૈ.. ગીતના રેકૉર્ડિંગ માટે દત્તારામ એક પારસી સંગીતકારને ઘરે રેકૉર્ડિંગની જાણ કરવા ગયેલો. એ પારસી સાજિંદો ડઝનબંધ વાજિંત્રો વગાડવામાં નિપુણ ગણાતો.
બન્યું એવું કે આ હસમુખા પારસી બાવાની તબિયત સારી નહોતી અને ડૉક્ટરની સલાહ મુજબ એ આરામ કરતો હતો. વાતવાતમાં એણે દત્તારામને કહ્યું: ‘મેરે છોટે ભાઈ કો લે જા, તુમ્હારા કામ હો જાયેગા..’ દત્તારામ જરૂર અવઢવમાં હશે, કારણ કે એણે છોટે ભાઈને ક્યારેય કોઈ વાદ્ય વગાડતાં સાંભળ્યો નહોતો. શંકર-જયકિશનને વાત કેવી રીતે ગળે ઉતારવી? આ અવઢવ સાથે એ પેલા છોટે ભાઈને રેકૉર્ડિંગમાં લઈ ગયો. જયકિશને છોટે ભાઈને ડ્રમ-સેટ પર કંઈ વગાડવાનું સૂચન કર્યું. છોટે ભાઈએ જે રીતે ડ્રમ પર સ્ટિક દ્વારા ટંકાર કર્યો, એ સાંભળીને હાજર રહેલા તમામ સાજિંદા મુગ્ધ થઈ ગયા. આ છોટે ભાઈ એટલે બરજોર લૉર્ડ. પિતા કાવસ લૉર્ડ અને મોટા ભાઈ કેરસી લૉર્ડની જેમ બરજોરે પહેલા જ રેકૉર્ડિંગથી સિક્કો જમાવી દીધો!
પછી તો રાતોરાત ફિલ્મસૃષ્ટિમાં એ યુવાન દાદુ રિધમ પ્લેયર તરીકે જાણીતો થઈ ગયો. ગુરુ દત્તની હિટ ફિલ્મ ચૌદહવી કા ચાંદથી શરૂ કરીને સંગીતકાર રવિ સાથે અડધો ડઝન ફિલ્મોમાં બરજોરે પોતાની કળા ગીતોને હિટ કરવામાં અજમાવી. એ પછી તો ફિલ્મસંગીતના સુવર્ણ યુગના તમામ સંગીતકારો સાથે એણે ઢગલાબંધ ગીતો વગાડ્યાં. ૧૯૫૮થી શરૂ કરીને ૧૯૮૮માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી ત્યાં સુધીમાં આ પારસી બાવાએ અઢાર હજાર યાદગાર ગીતોમાં પોતાનાં કાંડાંની કમાલ દેખાડી હતી. ફિલ્મસંગીતમાં દત્તારામનો દત્તુ ટેકો હિટ નીવડ્યો તેમ આ પારસી બાવા બરજોર લૉર્ડનો લૉર્ડે ટચ જાદુઈ ગણાતો.
આ દાદુ કલાકાર બરજોર લૉર્ડ પોતાના જાદુઈ સ્પર્શ વિશે તથા સંગીતસફર વિશે ચિત્રલેખા સાથે મોજીલી વાતો માંડે છે. ઉદવાડામાં વસતા અને બજીના હુલામણા નામે ઓળખાતા બરજોર કહે છેઃ
Esta historia es de la edición December 19, 2022 de Chitralekha Gujarati.
Suscríbete a Magzter GOLD para acceder a miles de historias premium seleccionadas y a más de 9000 revistas y periódicos.
¿Ya eres suscriptor? Iniciar sesión
MÁS HISTORIAS DE Chitralekha Gujarati
Chitralekha Gujarati
એમના વિરોધનું કારણ સમજો...
શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.
4 mins
22 June, 2026
Chitralekha Gujarati
આમાં કોનો વાંક છે?
હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?
2 mins
22 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.
1 min
22 June, 2026
Chitralekha Gujarati
સિંહો ફરી રોગચાળાના સકંજામાં...
એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર
સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...
ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
શું તમે ઓશિયાળા છો?
ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –
2 mins
15 June, 2026
Chitralekha Gujarati
ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?
સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત
અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.
1 min
15 June, 2026
Translate
Change font size

