ભારતમાં વસવા (ફરી) આવી રહ્યા છે ચિત્તા
Chitralekha Gujarati|August 08, 2022
વન્યપ્રાણીઓમાં વિશિષ્ટ એવા ચિત્તા ભારતનાં જંગલોમાંથી નામશેષ થયાને સિત્તેર કરતાં વધુ વર્ષ વીતી ગયાં. દુનિયાનું સૌથી ઝડપી પ્રાણી ગણાતા ચિત્તા દેશના કોઈ સંગ્રહાલય માટે લાવવામાં આવ્યા હોય તે વાત જુદી છે, પણ હવે આફ્રિકાથી કેટલાક ચિત્તા અહીં લાવી નૈસર્ગિક વાતાવરણમાં એમને વસાવવાની વર્ષો જૂની યોજના પૂર્ણતાના આરે આવીને ઊભી છે. આઝાદીનો અમૃત મહોત્સવ સંપન્ન થશે એ અરસામાં ભારતનાં જંગલમાં ચિત્તાની દોડ જોવા મળી શકશે.
જ્વલંત છાયા (રાજકોટ)
ભારતમાં વસવા (ફરી) આવી રહ્યા છે ચિત્તા

ચિતે કી ચાલ, બાઝ કી નઝર ઔર બાજીરાવ કી તલવાર પે સંદેહ નહી કરતે.. આ ફિલ્મી સંવાદ હજીય દર્શકોનાં મનમાં રમે છે. થોડા વખત પહેલાં આવતી એક ઠંડા પીણાની જાહેરાતમાં પણ એવું બોલાતુંઃ ક્યોં કી ચિતા ભી પીતા હૈ..

ચિત્તો એટલે દુનિયાનું સૌથી ઝડપી પ્રાણી. કલાકના ૧૦૦-૧૧૦ કિલોમીટરની ઝડપે દોડી શકે એટલું ઝડપી. આજે દુનિયાની ફાસ્ટેસ્ટ કારને ૧૦૦ કિલોમીટરની સ્પીડ પકડતાં પાંચથી મેળવી લે છે! એનું પાતળું શરીર અને અતિ ઝડપે દોડતી વખતે સંતુલન જાળવવામાં મદદ કરતી એની પૂંછ ચિત્તાને એક અલગ ઓળખ આપે છે. આ જ પૂંછડીને કારણે ચિત્તો એની ઝડપ અને દિશા તરત બદલી શકે છે. ચિત્તાને જંગલમાં હરણ કે કાળિયાર (બ્લૅક બક) જેવાં પશુની પાછળ કૂદીને ભાગતો જોવો એ કોઈ પણ વન્યજીવપ્રેમી માટે એક લહાવો છે. શરીર પર અનેરી ભાત પાડતાં ટપકાંને કારણે સંસ્કૃતમાં આ પ્રાણીને ચિત્રક કે ચિત્રકા તરીકે ઓળખવામાં આવે છે અને એના પરથી નામ આવ્યું ચિત્તા.

આ પ્રાણીનું નામ આવે એટલે મોટા ભાગના લોકો તરત જે ધારી લે છે એ પ્રાણી દીપડો છે. જો કે દીપડા અને ચિત્તામાં ખાસ્સો ફેર છે. નીરખીને જોતાં સામાન્ય વ્યક્તિને પણ એનો ખયાલ આવી જાય. દીપડો તો સૌરાષ્ટ્રમાં ચોટીલા પાસેય હવે આવી ચડે છે. ગીરમાં તો સેંકડોની સંખ્યામાં છે. મુંબઈની ભાગોળે ફેલાયેલા સંજય ગાંધી નૅશનલ પાર્કના જંગલમાંથી દીપડા શહેરી વસતિમાં આવી ચડવાની ઘટના છાશવારે બને છે. હમણાં તો વળી સુરતમાં પણ દીપડાદેવે દર્શન દીધાં છે. દીપડા તો આમ પણ ભારતમાં લગભગ તમામ વનવિસ્તારમાં છે, પરંતુ ચિત્તો આખા ભારતનાં કોઈ જંગલ કે અભયારણ્યમાં નથી. દેશ આઝાદ થયો એ અરસામાં જ ભારત ચિત્તાની વસતિની દૃષ્ટિએ ખાલીખમ થઈ ગયું હતું!

પણ હવે આટલાં વર્ષે ફરી કેટલાક ચિત્તાને અહીં કરી દેટા, તને અહીં વસવાય આથી રહ્યા છે. આવતા થોડા દિવસમાં જ (સંભવતઃ ૧૫ ઓગસ્ટ સુધીમાં) આફ્રિકા ખંડના નામિબિયામાંથી આઠ ચિત્તા ભારત લાવવામાં આવશે. અહીં એમનું ઘર બનવાનું છે મધ્ય પ્રદેશનું પાલપુર-કુનો નૅશનલ પાર્ક.

Esta historia es de la edición August 08, 2022 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

Esta historia es de la edición August 08, 2022 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

MÁS HISTORIAS DE CHITRALEKHA GUJARATIVer todo
શું છે શેરડીની ખેતી પાછળનું ગણિત?
Chitralekha Gujarati

શું છે શેરડીની ખેતી પાછળનું ગણિત?

વધુ વળતર રળી આપતા હોવા છતાં આ પાકનું વાવેતર ઓછું થઈ રહ્યું છે. બીજી બાજુ, ખેડૂતોને એમની ઊપજના ભાવ સામે પણ વાંધો છે.

time-read
4 minutos  |
May 20, 2024
ઝેર તો પીધાં જાણી જાણી
Chitralekha Gujarati

ઝેર તો પીધાં જાણી જાણી

દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?

time-read
4 minutos  |
May 20, 2024
ઝેર તો પીધાં જાણી જાણી...
Chitralekha Gujarati

ઝેર તો પીધાં જાણી જાણી...

દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?

time-read
4 minutos  |
May 20, 2024
ચૂંટણી લડો, પણ ઔચિત્ય જાળવીને...
Chitralekha Gujarati

ચૂંટણી લડો, પણ ઔચિત્ય જાળવીને...

કોઈ પણ મુકાબલામાં સામસામી આક્રમકતા હોય એમાં ખોટું નથી, પણ આ સરહદે ખેલાતું યુદ્ધ નથી. અહીં મારો-કાપો ન હોવું જોઈએ. પરિણામ જાહેર થઈ ગયા પછી પણ વેરભાવ રહે એવો માહોલ પેદા કરવાનું દેશ માટે જ નુકસાનકારક બની શકે.

time-read
4 minutos  |
May 20, 2024
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

આ તો તમે સમયનો દુર્વ્યય કર્યો કહેવાય, સમજદારી નહીં.’

time-read
1 min  |
May 20, 2024
અવરોધને અતિક્રમવાની મથામણ
Chitralekha Gujarati

અવરોધને અતિક્રમવાની મથામણ

શી ખબર આ કઈ અવસ્થા છે ‘ખલીલ’ ઘરને હું શોધું ને ઘર શોધે મને.                                                                   - ખલીલ ધનતેજવી

time-read
2 minutos  |
May 20, 2024
KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન  કા પતા હૈ?
Chitralekha Gujarati

KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન કા પતા હૈ?

બૅન્ક એકાઉન્ટ હોય કે મ્યુચ્યુઅલ ફંડ, પૈસા રોકવા માટે છેલ્લાં કેટલાંક વરસોથી ‘કેવાયસી’ (નો યૉર કસ્ટમર)ના નિયમનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. જો કે સમય સાથે એમાં સતત ફેરફાર થઈ રહ્યા છે અને કેવાયસીનાં અલગ અલગ ધોરણોને કારણે અત્યારે આ મામલે લોકો મૂંઝાયેલા છે. હમણાં વળી અમુક નવાં ધોરણ લાગુ કરાતાં લાખો રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની હાલત વધુ કફોડી થઈ છે. ખરેખર તો આ વિધિ સરળ બનાવવાની સાથે એને એક છત્ર હેઠળ લાવવાની જરૂરત પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.

time-read
4 minutos  |
May 13, 2024
કૉલર આઈ-ડી ઍપનો લાભ લેવાનું ચૂકી તો નથી ગયા ને?
Chitralekha Gujarati

કૉલર આઈ-ડી ઍપનો લાભ લેવાનું ચૂકી તો નથી ગયા ને?

નાગરિકોને સ્પામ કૉલ મારફતે હેરાન કરવામાં આપણા દેશનો નંબર દુનિયામાં ચોથો છે. ૬૪ ટકા દેશવાસીઓને દિવસમાં સરેરાશ ત્રણથી પણ વધુ સ્પામ કૉલ આવે છે... આ ત્રાસથી કેમ બચવું?

time-read
3 minutos  |
May 13, 2024
સંપત્તિની વહેંચણી: ઘરની દીીનું સ્થાન ક્યાં છે?
Chitralekha Gujarati

સંપત્તિની વહેંચણી: ઘરની દીીનું સ્થાન ક્યાં છે?

સ્ત્રીને અધિકાર ઘણા છે, પણ સમસ્યા એ છે કે અનેક કિસ્સામાં પુરુષ એ હક એને આપવા તૈયાર નથી.

time-read
3 minutos  |
May 13, 2024
બાર માસના મસાલા ભરવાની સીઝન આવી છે ત્યારે...
Chitralekha Gujarati

બાર માસના મસાલા ભરવાની સીઝન આવી છે ત્યારે...

આપણી રસોઈને સ્વાદિષ્ટ બનાવતા ‘સિક્રેટ સ્પાઈસીસ’ને આખું વર્ષ તાજા રાખવાના કીમિયા.

time-read
2 minutos  |
May 13, 2024