Intentar ORO - Gratis
કચ્છ વધુ એક વખત યુદ્ધના માહોલનું સાક્ષી
ABHIYAAN
|Abhiyaan Magazine 24/05/2025
પહેલગામના આંતકી હુમલા પછી દેશની સીમાએ ખેલાયેલા યુદ્ધ વખતે કચ્છે ભારે તણાવ ભોગવ્યો છે. યુદ્ધ વિમાનોની વધેલી અવરજવર, ડ્રોન અને મિસાઇલના હુમલા, સતત વાગતી સાયરન, રાતના બ્લેકઆઉટ. ભલે થોડા દિવસ જ આવો માહોલ રહ્યો, પરંતુ કચ્છને અગાઉના યુદ્ધની યાદ તાજી કરાવતો ગયો. આજે ભારતની સૈન્ય તાકાત પાકિસ્તાનને ભૂ પાઈ દેવા સક્ષમ હોવા છતાં અને કચ્છ સીમાએ ભારે નુકસાન થયું ન હોવા છતાં સામાન્ય લોકોના મનમાં ક્યારે શું થશે, તેની તનાવભરી દહેશત તો જોવા મળી જ હતી.
પહેલગામ પર થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશે અનુભવેલો રોષ કચ્છના લોકોએ પણ અનુભવ્યો છે. તેઓ પણ નાપાક તત્ત્વોને કાયમી પાઠ ભણાવાય તેવું ઇચ્છી રહ્યા છે. આવા સમયમાં ભારતે કરેલા ઑપરેશન સિંદૂરને બધા જ વધાવી રહ્યા છે. પાકિસ્તાને ભારતીય સીમા પર કરેલા હુમલાના કારણે કચ્છમાં પણ લોકોમાં ઉચાટ હતો. પાકિસ્તાને કચ્છના સીમાવર્તી વિસ્તારો ઉપરાંત ભુજ અને આદિપુર સહિતના શહેરી વિસ્તારો પર ડ્રોન હુમલા કરતાં લોકોમાં થોડા ભયની લાગણી સાથે પાકિસ્તાનીઓને પાઠ તો ભણાવવો જ જોઈએ એ લાગણી વધુ બળવત્તર હતી. અમને ભલે થોડી મુશ્કેલી પડે, તે વેઠી લઈશું પરંતુ દેશની, સેનાની સાથે જ રહીશું, જ્યાં જરૂર પડે ત્યાં મદદ કરવા તૈયાર રહીશું, એ પણ કચ્છીઓની ભાવના હતી. આ ભાવનાનાં દર્શન ગ્રામ કચ્છમાં વધુ થયા હતા.
જમ્મુ અને કાશ્મીર, પંજાબની સાથે-સાથે હવે ગુજરાતની કચ્છની સીમાએ તંગદિલી અનુભવાઈ રહી છે. કચ્છ દરિયાઈ અને જમીની સીમાથી પાકિસ્તાન સાથે જોડાયેલું છે, આથી તેનું સ્ટ્રેટેજિક મહત્ત્વ પણ ઘણું છે. ભુજમાં ઍરફોર્સ, આર્મી અને બીએસએફનાં મથકો આવેલાં છે. જ્યારે કંડલા અને મુન્દ્રા બે મહાબંદરો દેશની આર્થિક ધોરી નસનું મહત્ત્વનું અંગ છે. આ બધાં પાકિસ્તાન માટે મહત્ત્વનાં ટાર્ગેટ છે. ઑપરેશન સિંદૂર પછી પાકિસ્તાને કચ્છ સીમાની સામે આવેલી સિંધ સીમાએ હલચલ વધારી હોવાના સમાચાર મળ્યા હતા. ભારતની તૈયારીનો તાગ લેવા માટે શરૂઆતમાં અનમેન્ડ એરિયલ વેહીકલ (યુએવી) મોકલ્યું હતું. યુએવી એક પ્રકારનું ડ્રોન છે, પરંતુ તેના થકી મિસાઇલ્સ પણ દાગી શકાય છે અને તે હવાઈ જાસૂસીનું કામ પણ કરે છે. આ યુએવી કુરન, ધરમશાળા, ખાવડા, રિન્યુએબલ એનર્જી પાર્ક વિસ્તારમાં નોંધાયું હતું. છેલ્લે તેને તોડી પડાયું હતું. ત્યાર પછી તો ૩-૪ દિવસના સમયગાળામાં અનેક ડ્રોન હુમલા કરવા પ્રયાસ કરાયો હતો. જે તમામને ભારતે નિષ્ફળ બનાવ્યા હતા. આવી ઘટનાના સમાચાર, વીડિયો સતત લોકોને મળતાં રહેતા હોવાથી ઉચાટ પણ ફેલાયો હતો. જોકે જ્યાં ડ્રોન દેખાયું તેને તોડી પડાયું તે વિસ્તારના લોકો તો તેનાથી ડરવાના બદલે તેનો વીડિયો ઉતારવામાં મગ્ન હતા. લોકો ડરીને ભાગ્યા ન હતા. આ ઘટના સરહદી વિસ્તારના લોકોની માનસિકતા અને ખુમારીનાં દર્શન કરાવે છે.
Esta historia es de la edición Abhiyaan Magazine 24/05/2025 de ABHIYAAN.
Suscríbete a Magzter GOLD para acceder a miles de historias premium seleccionadas y a más de 9000 revistas y periódicos.
¿Ya eres suscriptor? Iniciar sesión
MÁS HISTORIAS DE ABHIYAAN
ABHIYAAN
તેણે મને સાઁરી સુદ્ધાં નથી કહ્યું... ગાયક અભિજિત ભટ્ટાચાર્ય શા માટે ખડ઼ા છે શાહરુખ ખાનથી?
અભિજિત અને શાહરુખ વચ્ચેનો વિવાદ 2004માં આવેલી ફિલ્મ “મૈં હૂં ના’ના ઍન્ડ ક્રેડિટ્સથી શરૂ થયો હતો. શું હતો આખો મામલો?
2 mins
SambhaavMETRO 16-05-2026
ABHIYAAN
‘લાઈફ઼ થોડી ચિલ યહાં’: સમભાવ મીડિયાના ‘લાફ્ટર એકએમ’નું ધમાકેદાર લૉન્ચિંગ
અમદાવાદ ખાતે લાફ્ટર એફએમના લૉન્ચ પ્રસંગે હાસ્યનો અનોખો માહોલ સર્જાયો હતો. મનન દેસાઈએ પોતાના જીવનના રસપ્રદ અનુભવો રજૂ કરીને હાજર લોકોને હસાવ્યા હતા. તેમણે ફિલ્મોના ડબિંગ આર્ટિસ્ટ વિશેની મજેદાર વાતો સાથે લગ્નજીવનના અનુભવોને પણ રમૂજી અંદાજમાં રજૂ કર્યા હતા. અનુભવસિંહ બસ્સીએ પણ પોતાના આગવા અંદાજથી સળંગ એક કલાક સુધી પ્રેક્ષકોને હસાવ્યા હતા.
1 min
SambhaavMETRO 16-05-2026
ABHIYAAN
જગતની ગત ન્યારી
એમેઝોન નદી પર એક પણ પુલ નથી
1 min
SambhaavMETRO 16-05-2026
ABHIYAAN
પુરુષમાં પણ પાંગરતો માતૃત્વ ભાવ!
સંતાનનું લંચ બૉક્સ પૅક કરતાં પુરુષની આંગળીઓમાં જે ચીવટ આવે છે, એ માતૃત્વના ભાવની ઓળખ છે. દીકરીની વિદાયની ક્ષણ આવે ત્યારે પહાડ જેવા પુરુષના આંખમાંથી જે ટપકવા લાગે છે, એ માતૃત્વનું ઝરણું જ છે ને!
3 mins
SambhaavMETRO 16-05-2026
ABHIYAAN
જગતની ગત ન્યારી
આપમેળે નાશ પામે એવા પ્લાસ્ટિકની શોધ
1 min
SambhaavMETRO 16-05-2026
ABHIYAAN
ધરપકડ
'ધરપકડ' માં ડિજિટલ અરેસ્ટ ઉપરાંત પિતા-પુત્ર વચ્ચેના પ્રેમની પણ વાત છે: અનીશ શાહ
2 mins
SambhaavMETRO 16-05-2026
ABHIYAAN
પ્રવાસન
લદ્દાખ પર્વતમાળાથી ઘેરાયેલી સ્પિતુક મોનેસ્ટી એટલે તિબેટન બુદ્ધિઝમનાં રંગો-ઉમંગો,ભીંતચિત્રો,પ્રતિમાઓ, મંત્રોચ્ચાર-મહોશંઓ અને સ્તૂપોથી સભર બૌદ્ધ મઠ
5 mins
SambhaavMETRO 16-05-2026
ABHIYAAN
નીરખને ગગનમાં...
રૂપાના તારમાં ગૂંથાયેલી સૌન્દર્ય કથા : રૂ૫ા તારાકસી કલા
7 mins
SambhaavMETRO 16-05-2026
ABHIYAAN
એક અહિંસક ‘ગન’-લગન!
તમારો ભાઈબંધ શહીદથઈ રહ્યો છે, એમને...?
5 mins
SambhaavMETRO 16-05-2026
ABHIYAAN
કચ્છમાં ઍડવેન્ચર અને ઋતુ આધારિત પ્રવાસન વિકસી શકે
દરિયો, ડુંગર અને રણ ધરાવતા કચ્છમાં પ્રવાસન વિકસી જરૂર રહ્યું છે, પરંતુ તેમાં અનેક પાસાંને વણદેખ્યાં કરી દેવાયાં છે. જો યુવાનોની સાહસિકતાને પ્રોત્સાહિત કરતા પ્રવાસનને વધુ સુરક્ષિત બનાવાય અને સારી રીતે તેનો પ્રચાર-પ્રસાર થાય તો પ્રવાસનના અનેક નવા આયામો ખીલી શકવાની શક્યતા છે.
5 mins
SambhaavMETRO 16-05-2026
Listen
Translate
Change font size
