News
Chitralekha Gujarati
એમના વિરોધનું કારણ સમજો...
શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.
4 min |
22 June, 2026
Chitralekha Gujarati
આમાં કોનો વાંક છે?
હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?
2 min |
22 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.
1 min |
22 June, 2026
Chitralekha Gujarati
સિંહો ફરી રોગચાળાના સકંજામાં...
એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?
4 min |
15 June, 2026
Chitralekha Gujarati
સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર
સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.
4 min |
15 June, 2026
Chitralekha Gujarati
સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...
ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.
5 min |
15 June, 2026
Chitralekha Gujarati
શું તમે ઓશિયાળા છો?
ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –
2 min |
15 June, 2026
Chitralekha Gujarati
ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?
સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...
4 min |
15 June, 2026
Chitralekha Gujarati
પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત
અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.
5 min |
15 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.
1 min |
15 June, 2026
Chitralekha Gujarati
એનાં પેન્ટિંગ એટલે કૅન્વાસ પર વાગતી વાંસળી
‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં અભિનેત્રી આલિયા ભટ્ટના ડિઝાઈનર સિલ્ક કોર્સેટ ગાઉનમાં ફ્રેન્ચ રિવેરાની સૌંદર્યસૃષ્ટિ ઝળકી. એ ચિત્રસૃષ્ટિ સર્જી છે અમદાવાદનાં એક મ્યુરલ આર્ટિસ્ટ અને ચિત્રકારે. એમની ચિત્રકળાનો પથ કાગળ-કૅન્વાસથી કાપડ સુધી, શોખથી સેલિબ્રિટી સુધી પહોંચ્યો છે.
4 min |
June 08, 2026
Chitralekha Gujarati
ભાત ખાવાનું બંધ કર્યું, પણ વજન કેમ ઘટતું નથી?
ઘી અને બટર, બન્નેમાં ચરબી તો છે જ, પરંતુ બન્નેની સ્વાસ્થ્યની દૃષ્ટિએ સરખામણી કરીએ તો...
4 min |
June 08, 2026
Chitralekha Gujarati
કર્મચારીઓ માટે પીએફ અને પેન્શનની જેમ હવે એસઆઈપી!
મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ એક નવા જ સ્તર પર જઈ વિસ્તરી શકે એવો તખ્તો રચાઈ રહ્યો છે. નિયમનતંત્ર સેબી મ્યુચ્યુઅલ ફંડ્સ માટે કેટલાક ઉદાર નિયમો લાવવાનું વિચારી રહ્યું છે, જેને કારણે મ્યુચ્યુઅલ ફંડની યોજનાઓમાં રોકાણપ્રવાહ અને ઉદ્યોગનો વ્યાપ પણ અનેક ગણો વધી શકે. સાથોસાથ નવા રોકાણકારોની સંખ્યા પણ અધધધ વધી શકે.
2 min |
June 08, 2026
Chitralekha Gujarati
સ્ત્રીએ આખી જિંદગી ચારિત્ર્યનું પ્રમાણપત્ર લઈને ફરવાનું?
પવિત્રતાના નામે અનેક મહિલાના જાન લેવામાં આવે છે, છતાં આપણે મૌન ધારણ કરીને બેઠાં છીએ.
3 min |
June 08, 2026
Chitralekha Gujarati
ઈકોસાઇડ... વિકાસ, લાલચ ને સત્તા માટે પ્રકૃતિનો સંહાર...
યુદ્ધ અને કૉર્પોરેટ લાલચને કારણે પૃથ્વી પર થતા પર્યાવરણીય સંહારનું નામ છેઃ “ઈકોસાઈડ.’ વિયેતનામથી ચેર્નોબિલ, અરલ સમુદ્રથી લેબેનોનની ઘટનાનાં ઉદાહરણો સાથે પ્રકૃતિ વિરુદ્ધના આ અપરાધને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુનો જાહેર કરવા માટે ચાલી રહેલી વૈશ્વિક મથામણ અને સત્તાધીશોની ઉદાસીનતા અકળાવી મૂકે એવી છે.
5 min |
June 08, 2026
Chitralekha Gujarati
પ્રિડિક્શન માર્કેટનો અશ્વમેધ કેવો છે?
લગાવો એક શરત રાજકારણ કે રમતગમતમાં તમારી ચાંચ ડૂબતી હોય, લગભગ સાચાં પડે એવાં અનુમાન તમે લગાવી શકતા હો તો ‘પોલીમાર્કેટ’ નામનું પ્લૅટફૉર્મ એની રોકડી કરવાનું પ્રલોભન આપે છે. પૈસા ફેંકીને લગાવી શકાતી આવી શરતોને આપણે ભલે જુગાર અથવા સટ્ટો કહીએ અને ઘણા દેશોમાં એ કાયદેસર નથી. તેમ છતાં એનો ક્રેઝ દિવસે દિવસે વધી રહ્યો છે.
4 min |
June 08, 2026
Chitralekha Gujarati
હવે વરસાદ પર રમાશે વાયદાનો સત્તાવાર ખેલ!
ગાજ્યા મેઘ વરસશે કે નહીં? કૃષિપેદાશોના વાયદાનાં કામકાજ અને સટ્ટો વધે એટલે ભાવ વધે છે એવી ફરિયાદ વચ્ચે સરકારે ઘણાં ખેત-ઉત્પાદનોના વાયદા બંધ કરાવ્યા હતા. જો કે ભાવ તો એ પછી પણ વધ્યા. ખરેખર તો આવી મોંઘવારી વધવાનું મુખ્ય કારણ નબળું ચોમાસું અને પ્રતિકૂળ હવામાન છે. હવે તો વરસાદના જ વાયદા શરૂ થઈ રહ્યા છે ત્યારે જાણો, એ કોને કઈ રીતે ઉપયોગી થઈ શકે.
3 min |
June 08, 2026
Chitralekha Gujarati
માત્ર આંકડા નહીં...ભારતના ભવિષ્યનો નકશો!
જનગણના-૨૦૨૭ શરૂ થઈ છે... આપણી, આપણા ઘરની વિગતો દેશની આબાદીનો અરીસો બની રહેશે.
2 min |
June 08, 2026
Chitralekha Gujarati
સરકારી નોકરી આ ગામના યુવાઓને શોધતી આવે છે!
તક મળે તો જાકારો ન આપો... બેકારીની ચર્ચા નીકળે એટલે મોટા ભાગના યુવાનો ‘સરકારી નોકરી તો હવે મળતી જ નથી...’ આવી નિરાશા સાથે સંવાદ ચાલુ કરે છે, પરંતુ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં આવેલા એક ખોબા જેવડા નાનાવાડા ગામના અનેક યુવાનોએ સકારાત્મક વિચાર અને આત્મવિશ્વાસના બળે સરકારી નોકરી મેળવીને એ કાગારોળનો જવાબ આપ્યો છે. એમાં પણ છેલ્લા એક જ વર્ષમાં આ ગામનાં પચ્ચીસ જેટલાં યુવાન-યુવતીઓએ સરકારમાં નોકરી મેળવી છે, જે એક નાનકડા ગામ માટે મોટી વાત છે.
4 min |
June 08, 2026
Chitralekha Gujarati
શિપ-બિલ્ડિંગની શાન સલાયા પર સંકટનાં મોજાં...
સઢવાળા વહાણવટાના વેપાર માટે પ્રખ્યાત ખંભાળિયા નજીક આવેલું સલાયા બંદર હાલ પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે સંકટનો સામનો કરી રહ્યું છે. એક જ સપ્તાહમાં સલાયાનાં બે વહાણ પર હોર્મુજ સમુદ્રધુની નજીક હુમલા, એક નાવિકનું મોત, લાખોની કિંમતનાં વહાણની જળસમાધિથી હાલ વહાણવટાની દિશા ડગમગતી જણાય છે.
3 min |
June 08, 2026
Chitralekha Gujarati
નદીયું નીચે વહે છે નદીયું...
નદીની નીચે બીજી એક નદી વહેતી હોય એ વાત ચમત્કાર જેવી લાગે, પણ વિજ્ઞાન અને ભૂગોળની દૃષ્ટિએ આ વાતમાં માન્યતા અને વાસ્તવિકતા બન્ને છુપાયેલાં છે. આપણી પ્રાચીન સરસ્વતી કે ઘગ્ગર જેવી વિશ્વમાં અનેક નદી છે, જે ભૂગર્ભમાં વહે છે. ભવિષ્યમાં એનાં જળ આપણી જરૂરત સંતોષી શકશે?
6 min |
June 08, 2026
Chitralekha Gujarati
સમાધાનની શક્યતા કેટલી? સફળતાની ખાતરી કેટલી?
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટને કારણે યુદ્ધ સમાપ્તિની ઘોષણા હાથવગી લાગે છે. જો એમાં હજી વધુ શરત ઉમેરવામાં ન આવે તો!
4 min |
June 08, 2026
Chitralekha Gujarati
આપણે જેવું કરીએ, એવું જ મહેસૂસ કરીએ
બેન્જામિન ફ્રેન્કલિન ઈફેક્ટ શિયાળને દ્રાક્ષ ખાટી કેમ લાગી? એણે તો એ ચાખી પણ નહોતી! દ્રાક્ષ તો મીઠી હતી, પરંતુ એ એટલી ઊંચી હતી કે લગાતાર કૂદકા પછી પણ હાથમાં ન આવી એટલે નિરાશ થઈ ગયેલા શિયાળે ‘એ તો ખાટી છે’ કહીને કૂદકા મારવાનું બંધ કરી દીધું!
5 min |
June 08, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
આપણે કોઈ જગ્યાએ અકસ્માતે પહોંચતા નથી. એ તો પહોંચીએ છીએ રોજ નાના-નગણ્ય પણ અવિરતપણે બહેતર કે બદતર બનવાના પ્રયાસોના પુનરાવર્તનને લીધે.
1 min |
June 08, 2026
Chitralekha Gujarati
બધું તો ક્યાંથી મળે?
સત્યવાદી, શુદ્ધ, સીધો ને સરળ એકસાથે ચાર માણસ ક્યાં મળે?
2 min |
June 08, 2026
Chitralekha Gujarati
ઈવી... ઈંધણ બદલો, યુગ બદલો, પણ...
પેટ્રોલ-ડીઝલ કરતાં ‘ચાર્જ’ ઓછો, પણ ચાર્જિંગ પૂરું થાય તો શું કરવાનું?
2 min |
June 01, 2026
Chitralekha Gujarati
સોનું... ચળકાટ એ જ, ભાવ વધ્યા, ગ્રામ ઘટ્યા!
લાઈટ વેઈટમાં સમાઈ જતી પરંપરા ને લાગણી...
1 min |
June 01, 2026
Chitralekha Gujarati
કારપૂલિંગ... ખિસ્સું-મગજ હળવું ને સ્વચ્છ હવા!
એક ગાડી, ચાર સવારીના ફાયદા ગણવા બેસો તો આંગળાં ઓછાં પડે... જરૂર છે એને ટૉપ ગિયરમાં લાવવાની.
2 min |
June 01, 2026
Chitralekha Gujarati
ઝીરો વેસ્ટ કિચન...ભાવ વધ્યા, પણ સ્વાદ ન ઘટ્યો!
ગઈ કાલની દાળ આજની ઢોકળી બની જાય ત્યારે ગૃહિણી જ બને છે ઘરનું સૌથી મોટું ઈન્વેસ્ટમેન્ટ...
3 min |
June 01, 2026
Chitralekha Gujarati
ગાંધીજીની સાદગીથી ડિજિટલયુગની કરકસર...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરકસરની વાત કરી ત્યારે એ ફક્ત ખર્ચ ઘટાડવાની અપીલ નહોતી, પણ કદાચ જીવનને ફરીથી સંતુલિત બનાવવાની યાદ અપાવતી હકીકત હતી, કારણ કે કરકસર માત્ર ખિસ્સાં સાથે જોડાયેલી બાબત નથી. એ સમાજ, દેશ, અર્થતંત્ર અને ભવિષ્ય સાથે ગાઢ રીતે જોડાયેલી વિચારધારા છે.
4 min |
