Try GOLD - Free
ચાલો, એક દીવો અસ્તિત્વના હિમાનો પ્રગટાવીયે..
Chitralekha Gujarati
|October 27 - November 03, 2025
વિશ્વ બદલાઈ રહ્યું છે, પણ પરિવર્તન સવારની આદું-મસાલાવાળી ચામાં ચમચીભર ખાંડની જેમ ઓગળી જાય છે, ફ્લૅટની બાલ્કનીની સામે અચાનક ઊભા થઈ ગયેલા ફ્લાયઓવર કે મેટ્રો લાઈનની જેમ. આ અનુભૂતિ રોમાંચક છે, પણ એમાં એકલતા ઓગળી જતી હોય એવું લાગે.
છેલ્લા કેટલાય સમયથી કવિ કિસન સોસાની પંક્તિ મનને છોડતી નથીઃ
અહીંથી જવાય રણ તરફ,
અહીંથી નદી સુધી,
અહીંથી જવાય ક્ષણ તરફ, અહીંથી સદી સુધી.
નવી સદી આવી ને નવી સદીની પચ્ચીસમી દિવાળી પણ રૂમઝૂમ કરતી આવી. આપણાં બાળકો આપણે તારામંડળ જોતા હતા એવી રીતે ડ્રોન ઍટેક જુએ છે. જગત વિશ્વયુદ્ધની ઔપચારિક ઘોષણા સિવાય લોહીલુહાણ છે. કદાચ માનવ ઈતિહાસમાં સૌથી વધુ નિરાશ્રિતો કૅમ્પમાં રહેતા હશે એવું લાગે છે. ચિંતા થાય એવા ઘેરાયેલા આકાશ નીચે કિસન સોસાની પંક્તિઓ બારીમાંથી અનેક પ્રકારના પવન સાથે ધસી આવે છે, પણ દિવાળી આવે જ છે એટલા માટે. આપણે આપણને જ થોડા પ્રશ્નો પૂછી નાખીએ એટલા માટેઃ ક્યાં છીએ અને ક્યાં જઈએ છીએ.
અલાસ્કાની થીજવી નાખે એવી ઠંડીમાં ટ્રમ્પ અને પુતિન વચ્ચે યુક્રેન યુદ્ધની ગરમ વાત થઈ. ભાષા થીજી જાય એવા બદલાતા સમય અને બદલાતાં સમીકરણો વચ્ચે કોણ જાણે કેમ બહુ જ મજા આવી રહી છે.
સકારણ. બધી પ્રવૃત્તિઓનાં કારણો અનાવૃત્ત થાય પછી જ જગતને શંકરાચાર્યની જેમ જોવાની ઋતુ બેઠી છે. ચિક્કાર દોડાદોડ વચ્ચે કોઈ કવિતા, સારો નિબંધ કે હલબલાવી દે એવી વાર્તા મળે એટલે મજા આવે
છે. આ સોશિયલ મિડિયાના કોલાહલનો નશો ચઢતો નથી, એના ઊબકા પણ આવતા નથી. પર્યુષણ વ્યાખ્યાનનો એક શબ્દ રાત-દિવસ સાથે ને સાથે જાગતો રહે છેઃ સમ્યક્ . બધું પ્રમાણસર. વિવેક ગુમાવી બેસીએ એવાં પ્રોત્સાહક અને ઉશ્કેરણીજનક તત્ત્વો હોય ત્યારે સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો વાંચીએ એટલે ગરમ કૉફી પીધાનો આનંદ આવે છે.

This story is from the October 27 - November 03, 2025 edition of Chitralekha Gujarati.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Chitralekha Gujarati
Chitralekha Gujarati
ચાલો, એક દીવો અસ્તિત્વના હિમાનો પ્રગટાવીએ...
વિશ્વ બદલાઈ રહ્યું છે, પણ પરિવર્તન સવારની આદું-મસાલાવાળી ચામાં ચમચીભર ખાંડની જેમ ઓગળી જાય છે, ફ્લૅટની બાલ્કનીની સામે અચાનક ઊભા થઈ ગયેલા ફ્લાયઓવર કે મેટ્રો લાઈનની જેમ. આ અનુભૂતિ રોમાંચક છે, પણ એમાં એકલતા ઓગળી જતી હોય એવું લાગે.
3 mins
October 27 - November 03, 2025
Chitralekha Gujarati
માણસાઈ, હ દીવો, રોશની...
શ્રદ્ધા એટલે પ્રયાસોનો અભાવ નહીં. શાંત ચિત્તે બે હાથ જોડીને બેસવાનો અર્થ એ નથી કે હાથ-પગ ચલાવવાના નથી...
3 mins
October 27 - November 03, 2025
Chitralekha Gujarati
વર્ષના પ્રથમ પ્રભાતે...
નૂતન વર્ષ એટલે અંતરમાં દીવો પ્રગટાવવાનો અવસર. અધૂરાં કામોના ભાર નીચે શ્વાસ લેતું વીતેલું વર્ષ થાકી ગયું છે ત્યારે હાથમાં દીવડો લઈને ઊભેલું નવું વર્ષ બારણે ટકોરા મારતું ઊભું છે અને કહે છેઃ ઊઠ, પ્રકાશ તારી વાટ જોઈ રહ્યો છે. આળસની રાખ ખંખેરીને મહત્ત્વાકાંક્ષાની જ્યોત ફરી પ્રગટાવ, કેમ કે જગત પ્રકાશથી નહીં, ઉદ્દેશથી ઝળહળે છે
3 mins
October 27 - November 03, 2025
Chitralekha Gujarati
પોઝિટિવિટી v/s રિયાલિટી
નકારાત્મકતાને નજરઅંદાજ કરવાનું ઝનૂન આપણને વાસ્તવિકતાથી બહુ દૂર ન ખેંચી જાય એનું ખાસ ધ્યાન રાખવા જેવું છે.
6 mins
October 27 - November 03, 2025
Chitralekha Gujarati
વર્ષના પ્રથમ પ્રભાતે...
નૂતન વર્ષ એટલે અંતરમાં દીવો પ્રગટાવવાનો અવસર. અધૂરાં કામોના ભાર નીચે શ્વાસ લેતું વીતેલું વર્ષ થાકી ગયું છે ત્યારે હાથમાં દીવડો લઈને ઊભેલું નવું વર્ષ બારણે ટકોરા મારતું ઊભું છે અને કહે છેઃ ઊઠ, પ્રકાશ તારી વાટ જોઈ રહ્યો છે. આળસની રાખ ખંખેરીને મહત્ત્વાકાંક્ષાની જ્યોત ફરી પ્રગટાવ, કેમ કે જગત પ્રકાશથી નહીં, ઉદ્દેશથી ઝળહળે છે.
3 mins
October 27 - November 03, 2025
Chitralekha Gujarati
ચાલો, એક દીવો અસ્તિત્વના હિમાનો પ્રગટાવીયે..
વિશ્વ બદલાઈ રહ્યું છે, પણ પરિવર્તન સવારની આદું-મસાલાવાળી ચામાં ચમચીભર ખાંડની જેમ ઓગળી જાય છે, ફ્લૅટની બાલ્કનીની સામે અચાનક ઊભા થઈ ગયેલા ફ્લાયઓવર કે મેટ્રો લાઈનની જેમ. આ અનુભૂતિ રોમાંચક છે, પણ એમાં એકલતા ઓગળી જતી હોય એવું લાગે.
3 mins
October 27 - November 03, 2025
Chitralekha Gujarati
માણસાઈ, હુંફ દીવો, રોશની...
શ્રદ્ધા એટલે પ્રયાસોનો અભાવ નહીં. શાંત ચિત્તે બે હાથ જોડીને બેસવાનો અર્થ એ નથી કે હાથ-પગ ચલાવવાના નથી...
3 mins
October 27 - November 03, 2025
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
આપણા દરેકની જિંદગીમાં કોઈ એવી વ્યક્તિ હોવી જરૂરી છે જે ફક્ત તમાશો જોયા કરવાને બદલે આપણી તકલીફને વગર કહ્યે સમજી લે ને એવા કપરા સમયે આપણી સાથે ઊભા રહેવાની હિંમત ધરાવતી હોય.
1 min
October 27 - November 03, 2025
Chitralekha Gujarati
નવું વર્ષ આવ્યું, નવાં સમીકરણ લાવ્યું...
ભારત-અમેરિકાના સંબંધમાં બધું સમુંસૂતરું હતું, પણ ટ્રમ્પ ફરી સત્તા પર આવ્યા અને જાણે મોટું તોફાન આવ્યું. રશિયા પાસેથી ક્રૂડ ઑઈલની ખરીદી ચાલુ રાખવાના ને ટ્રમ્પના ખોટા દાવાને જાકારો આપવાના ભારતના નિર્ણયથી વીફરેલા ટ્રમ્પે બે દાયકા દરમિયાન નવી ઊંચાઈએ પહોંચેલા સંબંધમાં મોટી તિરાડ પાડી છે.
8 mins
October 27 - November 03, 2025
Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025
Listen
Translate
Change font size
