Facebook Pixel આ સ્પેશિયલાઈઝ્ડ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (એસઆઈએફ) શું છે? | Chitralekha Gujarati - news - Read this story on Magzter.com
Go Unlimited with Magzter GOLD

Go Unlimited with Magzter GOLD

Get unlimited access to 10,000+ magazines, newspapers and Premium stories for just

$149.99
 
$74.99/Year

Try GOLD - Free

આ સ્પેશિયલાઈઝ્ડ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (એસઆઈએફ) શું છે?

Chitralekha Gujarati

|

May 26, 2025

મ્યુચ્યુઅલ ફંડ અને પીએમએસ વચ્ચેના રોકાણના મધ્ય માર્ગ જેવા આ નવા ફંડનું નામ સાંભળ્યું છે? હા, આ મ્યુચ્યુઅલ ફંડની જ પ્રોડક્ટ છે, પણ આને ઈન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટની નવી કૅટેગરી કહી શકાય. વાસ્તવમાં આ પ્રોડક્ટ મ્યુચ્યુઅલ ફંડ અને પીએમએસ વચ્ચેનો રોકાણ વિકલ્પ છે, જે રોકાણકારોને નવા પ્રકારની તકો ઑફર કરે છે, જેથી એને સમજવામાં સાર રહેશે.

- જયેશ ચિતલિયા

આ સ્પેશિયલાઈઝ્ડ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (એસઆઈએફ) શું છે?

લાંબા સમયથી ઈન્વેસ્ટમેન્ટ માર્કેટમાં એક એવી પ્રોડક્ટની જરૂર વર્તાઈ રહી હતી, જે મધ્યમ કદના રોકાણકારોને અનુકૂળ હોય. પીએમએસમાં રોકાણ કરવાની મૂલ્યમર્યાદા બહુ ઊંચી છે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં નાનામાં નાના રોકાણકાર માત્ર ૧૦૦, ૫૦૦ કે ૧૦૦૦ રૂપિયા સાથે પણ રોકાણ કરી શકે છે. એસઆઈએફને એક નવી યોજના કહી શકાય, જે જોખમ લેવાની ક્ષમતા ધરાવતા મધ્યમ કદના રોકાણકારો માટે જુદી તક ઑફર કરે છે. નિયમન સંસ્થા સેબી માને છે કે ફાઈનાન્સિયલ માર્કેટને નવી ઈન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સની જરૂર રહે છે, જે રોકાણકારોના વિભિન્ન વર્ગને નવા વિકલ્પો ઑફર કરી શકે, જેમાં રોકાણકારોને ફ્લેક્સિબિલિટી સાથે નવી વ્યૂહરચના પણ મળે.

યાદ રહે, આ યોજના નાના-રિટેલ રોકાણકારો માટે નહીં, પણ એચએનઆઈ (હાઈ નેટવર્થ ઈન્ડિવિડ્યુઅલ્સ) માટે છે અર્થાત્ મોટા રોકાણકારો માટે છે, કેમ કે આમાં મિનિમમ રોકાણ રૂપિયા દસ લાખનું કરવાનું હોય છે. પીએમએસ પોર્ટફોલિયો મૅનેજમેન્ટ સર્વિસીસ) અને એસઆઈએફમાં ઉલ્લેખનીય તફાવત એ છે કે પીએમએસમાં મિનિમમ રોકાણમર્યાદા ૫૦ લાખ રૂપિયાની છે, જ્યારે એસઆઈએફમાં ૧૦ લાખની. વધુમાં એસઆઈએફ વધુ પ્રમાણમાં કે સ્વરૂપમાં કસ્ટમાઈઝ્ડ પ્રોડક્ટ છે, જેમાં વૈવિધ્યકરણ તો છે જ, કિન્તુ સાથે સાથે જોખમના સંચાલનની નોખી પદ્ધતિ પણ એમાં છે.

મ્યુચ્યુઅલ ફંડે પાલન કરવાનાં ધોરણ

MORE STORIES FROM Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જલસાઘર

રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો

અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મૂક સેવાનું મધુર સરનામું

મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?

પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?

સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!

ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...

સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ

પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આવો, બનાવીએ સોનાર બાંગ્લા...

ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.

time to read

4 mins

May 18, 2026

Listen

Translate

Share

-
+

Change font size