Try GOLD - Free
સપનાંને સાચાં કરવાનો કીમિયો
Chitralekha Gujarati
|April 14, 2025
મૅનિફેસ્ટેશન શાહરુખ ખાનની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’માં એક મશહૂર સંવાદ છેઃ ‘કહેતે હૈ કિસી ચીજ કો અગર શિદ્દત સે ચાહો તો પૂરી કાયનાત ઉસે તુમસે મિલાને કી કોશિશ મેં લગ જાતી હૈ.’ મૅનિફેસ્ટેશનનું આ સૌથી જાણીતું ઉદાહરણ છે. એનો અર્થ થાય છે કે આપણે જે વિચાર કે ઈચ્છા પર પૂરી તાકાતથી ધ્યાન કેન્દ્રિત કરીએ તો એ હકીકતમાં બદલાઈ શકે છે.
જિમ કેરીનો ચેક...
હોલીવૂડના વિખ્યાત કૉમેડિયન જિમ કૅરીએ અમેરિકાની જાણીતી ટીવી હોસ્ટ ઓપ્રાહ વિન્ફ્રે સાથે ફેબ્રુઆરી, ૧૯૯૭માં એક ઈન્ટરવ્યૂમાં રસપ્રદ વાત કરી હતી.
૧૯૮૫માં જિમ સ્ટૅન્ડ-અપ કૉમેડિયન હતો અને હોલીવૂડમાં બ્રેક મેળવવા ચપ્પલ ઘસી રહ્યો હતો. એ કેનેડામાં એના બેરોજગાર પિતાની પ્રેરણાથી લોસ એન્જલિસ આવ્યો હતો. જિમનું સપનું હતું કે એને ફિલ્મોમાં કામ મળશે ત્યારે એના નામે તગડા ચેક આવશે અને એની ગરીબી દૂર થઈ જશે. જિમને એની પ્રતિભા પર ભરોસો અને દિલમાં એટલો આશાવાદ હતો કે એક દિવસ એણે અજીબ હરકત કરીઃ એણે જાતે જ પોતાના નામે એક કરોડ ડૉલરનો ચેક લખ્યો, એના પર ઍક્ટિંગની સર્વિસ આપવા પેટે લખ્યું અને તારીખ લખી દસ વર્ષ પછીના થેન્ક્સ ગિવિંગ ડેની!
જિમે કલ્પના કરી હતી કે એક દિવસ એના નામે દસ મિલિયનનો ચેક આવશે. એ રોજ આ ચેક ખીસામાં લઈને ફરતો હતો, જેથી એને એનું લક્ષ્ય યાદ રહે. સમય જતાં એ ચેક ચૂંથાઈ ગયો અને ૧૯૯૪માં એના પિતાનું અવસાન થયું ત્યારે જિમે એમના સપોર્ટની યાદમાં ચેકને કૉફિનમાં મૂક્યો હતો.
મજાની વાત એ છે કે ચેક પર એણે દસ વર્ષ પછી ૧૯૯૭ના થેન્ક્સ ગિવિંગ ડેની જે તારીખ લખી હતી, એના થોડા જ સમય પહેલાં ડમ્બ ઍન્ડ ડમ્બર ફિલ્મ માટે એને દસ મિલિયનનો ચેક મળ્યો હતો! જિમે ઈન્ટરવ્યૂમાં કહ્યું હતુંઃ ‘હું જ્યારે પણ કશુંક ઈચ્છતો હતો ત્યારે એને મૅનિફેસ્ટ કરતો હતો.’
***
આજકાલ એક નવો શબ્દ ચલણમાં આવ્યો છેઃ મેનિફેસ્ટેશન (Manifestation). સોશિયલ મિડિયા, ખાસ કરીને ટિકટોક અને ઈન્સ્ટાગ્રામ જેવાં પ્લૅટફૉર્મ્સ પર સક્રિય નવી પેઢીમાં આ શબ્દ બહુ લોકપ્રિય થયો છે. જેને જેન-ઝી કહે છે એવા યુવા લોકો એમનાં લખાણો કે વાતોમાં મૅનિફેસ્ટેશનને સેલ્ફ-હેલ્પના દસ્તૂર તરીકે વર્ણવે છે. તેઓ એમની ઈચ્છાઓ પૂરી કરવા માટે એને મૅનિફેસ્ટ કરવાની સલાહ આપે છે. એને સબકૉન્સિયસ માઈન્ડની તાકાત અથવા લૉ ઑફ એટ્રેક્શન પણ કહે છે.
This story is from the April 14, 2025 edition of Chitralekha Gujarati.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Chitralekha Gujarati
Chitralekha Gujarati
એમના વિરોધનું કારણ સમજો...
શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.
4 mins
22 June, 2026
Chitralekha Gujarati
આમાં કોનો વાંક છે?
હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?
2 mins
22 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.
1 min
22 June, 2026
Chitralekha Gujarati
સિંહો ફરી રોગચાળાના સકંજામાં...
એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર
સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...
ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
શું તમે ઓશિયાળા છો?
ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –
2 mins
15 June, 2026
Chitralekha Gujarati
ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?
સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત
અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.
1 min
15 June, 2026
Listen
Translate
Change font size

