Try GOLD - Free

તમે શું ખાવ છો એની તમને ખબર છે?

Chitralekha Gujarati

|

September 23, 2024

કુપોષણને કારણે ઊભી થતી સમસ્યા સમજી લઈ એનો ઝટ ઉકેલ લાવવો જરૂરી છે.

- હિરવા ભોજાણી

તમે શું ખાવ છો એની તમને ખબર છે?

પ્ટેમ્બરનો આખો મહિનો કેન્દ્ર સરકાર તરફથી નૅશનલ ન્યુટ્રિશન મન્થ અથવા તો પોષણ માહ તરીકે ઊજવવામાં આવે છે. એનો મુખ્ય ઉદ્દેશ્ય દેખીતી રીતે જ લોકોને સમતોલ આહાર એટલે કે બૅલેન્સ્ડ ડાયટનું મહત્ત્વ તેમ જ એનાથી થતા ફાયદા વિશેની જાણકારી આપવાનો છે. આ મહિનાની ઉજવણીની શરૂઆત ૧૯૮૨માં સરકાર દ્વારા કરવામાં આવી હતી.

૧૯૮૦માં સૌપ્રથમ માલન્યુટ્રિશન એટલે કે કુપોષણને અટકાવવા માટેની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ ગર્ભવતી સ્ત્રીઓને પોષણ વિશેની માહિતી આપવા ઉપરાંત એમને દવા તથા પોષક આહાર આપવાની વ્યવસ્થા કરવામાં આવી, જે યોજના સરકારી રુગ્ણાલયો તથા આરોગ્ય કેન્દ્રોમાં હજી ચાલે છે. ગર્ભાવસ્થાની શરૂઆતથી લઈને બાળકના જન્મ પછી એટલે કે કુલ આશરે ૧૦૦૦ દિવસ સુધી માતા અને બાળકને સારું પોષણ મળી રહે એ માટે સરકાર દ્વારા પોષક આહાર પૂરો પાડવામાં આવે છે. ન્યુટ્રિશન રિહેબિલેશન સેન્ટર (એનઆરસી) અને ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ (આઈસીડીએસ)ની નાનામાં નાના ગામમાં સુદ્ધાં શરૂઆત થઈ, જે અંતર્ગત નવજાત શિશુથી માંડી પાંચ વર્ષ સુધીનાં કુપોષિત બાળકોને ૧૪ દિવસ સુધી ઓબ્ઝર્વેશનમાં રાખીને એમનું વજન વધારવાના પ્રયત્ન કરવામાં આવે છે, જેથી એ સ્વસ્થ જીવન જીવી શકે.

MORE STORIES FROM Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી

ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી કે બીમાર હોવાનું નાટક

આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!

ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય

જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.

time to read

2 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન

ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ

સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.

time to read

6 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ

શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.

time to read

5 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...

આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..

કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...

જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.

time to read

5 mins

October 13, 2025

Listen

Translate

Share

-
+

Change font size