Try GOLD - Free

તીર્થરક્ષા માટે જંગ છેડ્યો એક સાધુ... અને એક સંસારી સ્ત્રીએ

Chitralekha Gujarati

|

September 09, 2024

પર્યટનસ્થળ તરીકે વિકસાવવાની સાથે આવતી કેટલીક અનીતિથી જૈનોના યાત્રાધામ સમ્મેત શિખરજીને બચાવવાને લગતો કેસ આખરે વીસ વર્ષે સુપ્રીમ કોર્ટમાં ખૂલ્યો છે ત્યારે જોઈએ, આ સંકટ નિવારવા અદાલતની બહાર શું ચાલી રહ્યું છે.

- મહેશ શાહ (અમદાવાદ)

તીર્થરક્ષા માટે જંગ છેડ્યો એક સાધુ... અને એક સંસારી સ્ત્રીએ

શ્રી રામમંદિર અને શ્રી સમ્મેત શિખર બે જુદા જુદા ધર્મનાં બે પવિત્ર તીર્થસ્થાન. બન્નેમાં કેટલીક સામ્યતા પણ ખરી, જેમ કે રામની જન્મભૂમિ અયોધ્યામાં રામમંદિરના નિર્માણ આડે સતત અનેક અવરોધ આવ્યા અને મામલો છેક સર્વોચ્ચ અદાલત સુધી પહોંચ્યો. એ રીતે ઝારખંડમાં આવેલી ૨૦ જૈન તીર્થંકરની નિર્વાણભૂમિ સમ્મેત શિખર તીર્થની માલિકી અને તીર્થની પવિત્રતાની જાળવણીમાં પણ ઘણા અવરોધ આવ્યા. મામલો છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો.

પરિણામ ગણો તો આ વર્ષે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામમંદિરમાં ભગવાન રામલલ્લાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થઈ, જ્યારે સમ્મેત શિખર તીર્થની સુપ્રીમ કોર્ટમાં તો છેક વીસ વર્ષે હમણાં, આ મહિને સુનાવણી શરૂ થઈ છે.

જાણીને આશ્ચર્ય થશે કે સમ્મેત શિખર તીર્થરક્ષાના જંગમાં એક સાધુ ઉપરાંત એક સંસારીની (એ પણ સ્ત્રીની) નોંધપાત્ર ભૂમિકા છે. એ છે અમદાવાદસ્થિત શ્વેતાંબર જૈન ગૃહિણી ૭૫ વર્ષી દર્શનાબહેન નયનભાઈ શાહ. ત્રીસ વર્ષથી અમ (ત્રણ ઉપવાસ)ના પારણે અઠ્ઠમનું તપ કરે છે, જ્યારે હાલ અમદાવાદમાં ચાતુર્માસ ગાળતા શ્વેતાંબર જૈન આચાર્ય ગચ્છાધિપતિ યુગભૂષણસૂરિજી થોડાં વર્ષથી સેવ શિખરજી ઝુંબેશ ચલાવે છે.

દેશમાં જૈનોનાં સમ્મેત શિખર (ઝારખંડ), શત્રુંજય (પાલીતાણા) અને ગિરનાર (જૂનાગઢ) (બન્ને ગુજરાત) એમ ત્રણ વિશ્વખ્યાત તીર્થ છે. એમાં સર્વાધિક મહત્તા ધરાવે છે અગાઉના બિહાર અને હાલ ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં આવેલું સમ્મેત શિખર તીર્થ (પારસનાથ પહાડ).

સોળ હજાર એકર વિસ્તાર અને ૪૪૭૯ ફૂટ ઊંચાઈના પારસનાથ પહાડ પર જૈનોના ૨૪માંથી ૨૦ તીર્થંકર નિર્વાણ (કાળધર્મ કે મૃત્યુ) પામીને મોક્ષે સિધાવ્યા એથી એ વીસ તીર્થંકરની નિર્વાણ કલ્યાણક ભૂમિ બની. એ ઉપરાંત, અસંખ્ય મુનિવરો કાળધર્મ પામ્યા હોઈ આ ભૂમિનો પ્રત્યેક કણ પવિત્ર-પૂજનીય ગણાય છે. ત્રેવીસમા તીર્થંકર પારસનાથ (પાર્શ્વનાથ) પ્રભુ નિર્વાણ પામ્યા એટલે એમના નામ પરથી પારસનાથ પહાડ ઓળખ બની. જો કે એ સમ્મેદ શિખર, સમ્મેત શિખર કે શિખરજી તરીકે વિશેષ જાણીતો છે. આ દિવ્યભૂમિ જૈનો માટે સર્વોચ્ચ પૂજા-ઉપાસનાનું સ્થળ હોઈ દરેક જૈન એના જીવનમાં એક વખત સમ્મેત શિખરની યાત્રા કરીને પુણ્ય કમાવા ઈચ્છે છે. એની યાત્રા ૨૧ કિલોમીટરની છે.

MORE STORIES FROM Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી

ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી કે બીમાર હોવાનું નાટક

આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!

ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય

જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.

time to read

2 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન

ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ

સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.

time to read

6 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ

શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.

time to read

5 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...

આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..

કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...

જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.

time to read

5 mins

October 13, 2025

Listen

Translate

Share

-
+

Change font size