Try GOLD - Free
ઉલ્કાપિંડના ખતરા સામે રામબાણ ઈલાજ
Chitralekha Gujarati
|October 17, 2022
પૃથ્વીના ગોળા પર ધસી આવતા ઉલ્કાપિંડ અથવા તો બીજા અવકાશી પદાર્થોને અધવચ્ચે આંતરીને અને તોડી પાડવાની ટેક્નોલાજી હવે અમેરિકાએ હસ્તગત કરી છે. જાણો, એ અમેરિકી મિશન વિશે.

ગયા નવેમ્બરમાં અમેરિકાની અવકાશવિજ્ઞાન સંસ્થા નાસાએ એક ઉપગ્રહ અવકાશમાં ચડાવ્યો હતો. નાસા જેવી ગંજાવર સ્પેસ એજન્સી કોઈ ઉપગ્રહ અવકાશમાં મોકલે એ નવાઈની વાત નથી. તેમ છતાં હમણાં, થોડા દિવસ પહેલાં એ ઉપગ્રહ અવકાશમાં એક ચોક્કસ સ્થળે પહોંચ્યો એટલે નાસાના વિજ્ઞાનીઓમાં ખુશીની લહેર પ્રસરી ગઈ, કારણ કે એ ઉપગ્રહ એમના એક મિશન માટેનું અમોઘ શસ્ત્ર હતું.
એવું તે શું ખાસ હતું અમેરિકાના સ્પેસ મિશનમાં? અને શા માટે આ મિશન આટલું મહત્ત્વપૂર્ણ હતું?
૨૬ સપ્ટેમ્બર, સાંજે ૭:૨૪નો સમય. આપણે ત્યાં નવલાં નોરતાંના આરંભ માટે લોકો થનગનતા હતા એ ક્ષણ.
અવકાશમાં ચંદ્ર તરફથી એક ઉલ્કાપિંડ પૃથ્વી તરફ વધી રહ્યો છે. એનું વજન સેંકડો ટનમાં અને એની ઝડપ કેટલાક લાખ કિલોમીટર પ્રતિ કલાક છે.
જરા વિચારી જુઓ, આ ઉલ્કાપિંડ પૃથ્વીના ગોળા સાથે ભટકાય તો શું થાય? જો કે આશરે દોઢસો મીટર વ્યાસનો આ ઉપગ્રહ પૃથ્વી નજીક આવે એ પહેલાં રસ્તામાં જ એક ઉપગ્રહ એની સાથે ટકરાય છે અને એની અસરથી જોતજોતાંમાં એ વિશાળ ઉલ્કાપિંડ નાના ટુકડામાં ફેરવાઈ જાય છે.
દેખીતી રીતે કાલ્પનિક લાગતી આ ઘટના તાજેતરમાં જ આકાર પામી છે. અહીં જે ઉપગ્રહની વાત છે એ ગયા વર્ષે નાસાએ પોતાના અતિ મહત્ત્વપૂર્ણ ડાર્ટ (DART-Double Asteroid Redirection Test) મિશન માટે લૉન્ચ કર્યો હતો. નાસાનું આ ડાર્ટ મિશન ખાસ પૃથ્વી તરફ આવતા ઉલ્કાપિંડને તોડી પાડવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૨ની સાંજે ૭:૨૪એ નાસાની આ ડાર્ટ ટેક્નોલૉજીએ પોતાની કમાલ દેખાડી દીધી અને પૃથ્વી તરફ આવતા એક ગંજાવર ઉલ્કાપિંડને અવકાશમાં જ તોડી પાડ્યો. આ ઘટના અવકાશમાં બની હોવા છતાં એણે પૃથ્વી પર ઈતિહાસ રચ્યો.
ભ્રમણકક્ષા છોડીને પૃથ્વી તરફ આવી રહેલા ઉલ્કાપિંડ ‘ડિમોરફોર્સ’ને ‘હાર્ટ ટેક્નોલૉજીથી તોડી પાડવામાં આવ્યો, એના વિશેષ કૅમેરાથી ફોટોગ્રાફ અને વિડિયો પણ લેવામાં આવ્યા.
This story is from the October 17, 2022 edition of Chitralekha Gujarati.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Chitralekha Gujarati

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Translate
Change font size