Versuchen GOLD - Frei

ક્રિકેટનાં બે નક્ષત્રોનું વિદાયગીત

Chitralekha Gujarati

|

May 26, 2025

વિરાટ એટલે અપાર શક્તિ અને અદમ્ય ઉત્સાહનો પર્યાય, જેણે શિસ્ત અને પ્રતિબદ્ધતાથી ક્રિકેટનાં શિખરો સર કર્યાં. બીજી બાજુ, રોહિત એટલે રમતનો રસ અને હિટમૅનની સાહસિકતા, જેણે આક્રમક રમતથી ચાહકોનાં દિલ જીત્યાં. પાંચ દિવસના ગાળામાં આ બે દિગ્ગજોએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહીને ભારતીય ક્રિકેટના એક યુગનો અંત આણ્યો, પરંતુ એમની સ્મૃતિ અને સિદ્ધિ સદાય ચાહકોનાં હૃદયમાં અંકિત રહેશે.

- નિતુલ ગજ્જર (વડોદરા)

ક્રિકેટનાં બે નક્ષત્રોનું વિદાયગીત

ફાંકડા વ્યૂહબાજ કૅપ્ટન અને ખૂબ સારા બૅટ્સમૅન તરીકે રોહિત શર્માનો ૩૮ વર્ષની વયે પણ રમતમાં જુસ્સો જોવા જેવો હોય છે. જો કે ભારતીય ક્રિકેટ ટીમની ઈંગ્લૅન્ડ ટૂર શરૂ થાય એ અગાઉ સાત મેના દિવસે રોહિતે ટેસ્ટ ક્રિકેટમાંથી અચાનક પોતાની નિવૃત્તિ જાહેર કરીને ચાહકોને જબરો આંચકો આપ્યો.

રોહિતની નિવૃત્તિના સમાચાર તાજા હતા ત્યાં ૧૨ મેએ વિરાટ કોહલીએ પણ ઈન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ મૂકીને ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનું જાહેર કર્યું. આમ જુઓ તો વિરાટ કોહલી એક આખી પેઢી માટે પ્રેરણાનો સ્રોત પણ છે. આ બન્ને ખેલાડી હવે વન ડે અને આઈપીએલમાં જ રમવાના છે.

કારકિર્દી દરમિયાન રોહિત અને વિરાટ એકસાથે ૧૯૦ ટેસ્ટ મૅચ રમ્યા, જેમાં સાથે મળીને ૪૪ સદી ફટકારી કુલ ૧૩,૫૩૧ રન કર્યા. મેદાનની બહાર પણ વિરાટ કોહલી અને રોહિત શર્મા ખૂબ સારા મિત્રો છે. બૅટ્સમૅન તરીકે એમની જોડી ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમ માટે કરોડરજ્જુ સમાન હતી.

આમ તો રોહિત ભારતનો હિટમૅન ગણાય, પણ પાછલી છ ટેસ્ટ મૅચમાં એનું ફૉર્મ ખરાબ રહ્યું હતું. એણે કુલ ૧૦ ઈનિંગ્સમાં માત્ર ૧૨૨ રન જ કર્યા હતા. રોહિતની કારકિર્દી આરંભથી જોઈએ તો ૨૦૦૭માં આયરલૅન્ડ સામે એણે પદાર્પણ કર્યું હતું. ૨૦૦૭માં પ્રથમ ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતનારી એમએસ ધોનીની ટીમમાં રોહિત પણ હતો, પરંતુ કોહલી, પૂજારા, ધવન અને રહાણેને જેટલી સરળતાથી ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું એટલું સરળ રોહિત માટે નહોતું. છેક ૨૦૧૩માં સચીન તેન્ડુલકરની વિદાયશ્રેણીમાં કોલકાતામાં વેસ્ટ ઈન્ડીઝ સામે રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ થયો, જેમાં એણે ૧૭૭ રન બનાવ્યા હતા. અલબત્ત, વિદેશની ધરતી પર ખરાબ સ્કોરને કારણે ટેસ્ટ ટીમમાં રોહિતનું સ્થાન ડગુમગુ રહેતું હતું.

image

WEITERE GESCHICHTEN VON Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી

ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી કે બીમાર હોવાનું નાટક

આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!

ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય

જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.

time to read

2 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન

ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ

સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.

time to read

6 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ

શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.

time to read

5 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...

આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..

કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...

જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.

time to read

5 mins

October 13, 2025

Listen

Translate

Share

-
+

Change font size