ડિજિટલ દુનિયાના વાચકમિત્રોએ પૂછેલા અને અમે ચૂંટેલા કેટલાક પ્રશ્નોના ઉત્તર આ સાથે પ્રસ્તુત છે...
પ્રશ્નઃ હું ઘણી વાર પાર્ક કરેલા મારા વાહનનું લોકેશન ભૂલી જાઉં છું. એનો કોઈ ઉપાય સૂચવશો?
ઉત્તરઃ પાર્ક કરેલા વાહનનું એક્ઝેક્ટ લોકેશન ભૂલી જવાનો પ્રશ્ન તમારો એકનો નહીં, પણ બીજા લાખો લોકોનો છે. અહીં જ બાઈક પાર્ક કરી હતી, કોઈ ચોરી ગયું કે શું? જેવો હૃદયને ખળભળાવતો ધ્રાસકો લગભગ દરેકે કોઈક ને કોઈક વાર તો અનુભવ્યો જ હશે.
આના ઉપાય માટે તમે મોબાઈલમાં FIND MY CAR કૅટેગરીની કોઈ પણ ઍપ ઈન્સ્ટૉલ કરી શકો છો. આમાં ધ્યાન એ રાખવું પડે છે કે તમે વાહન પાર્ક કરો એ જ સમયે આ ઍપ ખોલીને તમારા વાહનનું લોકેશન ઍપમાં ફ્રીઝ કરી દેવાનું હોય છે, જેથી પાછા ફરતી વખતે એક્ઝેક્ટ તમારા જ વાહન સુધી ઍપ તમને દોરી લાવી શકે.
બીજું એક સોલ્યુશન છે બ્લુટૂથ ટ્રૅકરનું. નાની કી-ચેન જેવું આ ડિવાઈસ તમે કારમાં અથવા સ્કૂટરની ડિકીમાં મૂકી દો. એની સાથે કનેક્ટ થતી ઍપને તમારા સ્માર્ટફોનમાં ઈન્સ્ટૉલ કરી લો. હવે જ્યારે વાહનનું પાર્કિંગ ક્યાં કર્યું છે એ ભૂલી જાવ ત્યારે ઍપ ખોલો. જુઓ, છે ને તમારા વાહન સુધી પહોંચવાનો રસ્તો હાજરાહજૂર? આવું જ એક બીજું ટ્રૅકર પણ માર્કેટમાં ઉપલબ્ધ છે, જે GPS TRACKER તરીકે ઓળખાય છે.
Diese Geschichte stammt aus der February 26, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der February 26, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!
નકારાત્મક લાગણી અનુભવવી કોઈને ગમતી નથી, પણ ખરેખર તો આ લાગણી તંદુરસ્ત જીવન માટે જરૂરી છે.
યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...
ક્યારે ખાવ છો, શું ખાવ છો અને ભૂખ લાગે ત્યારે જ ખાવ છો... આ બધું જરૂરી છે સ્વાસ્થ્ય જાળવવા માટે.
લોકોને ચુસ્તી-સ્ફૂર્તિનું દાન આપે છે આ મહિલા!
એમનું ધ્યેય એક જ છે, ગમે તે રીતે લોકોને વ્યાયામ કરતાં કરવા. વર્ષોથી મુંબઈના જુહૂ બીચ પર ફિટનેસના વિનામૂલ્ય વર્ગો લેતાં આ મહિલાની લગનીને ખરેખર બિરદાવવા જેવી છે.
પાઠ્યપુસ્તકો પસ્તીમાં ન પધરાવો... સાવધાન!
વૅકેશન પડે એટલે વિદ્યાર્થીઓ વીતી ગયેલા વર્ષની ટેક્સ્ટ બુકનો નિકાલ કરવાની વેતરણમાં લાગી જાય, પણ આ પુસ્તકો પોતાની પછીના વર્ષના જરૂરતમંદ સ્ટુડન્ટ્સને મળે એવું કંઈક એ કરે તો? ગુજરાતમાં અનેક સંસ્થા ‘એક હાથ સે લેના... એક હાથ સે દેના...’ જેવું સ્તુત્ય કામ પાઠ્યપુસ્તકોના રિ-યુઝ માટે કરી રહી છે.
અવરોધો ઊભા કરવાની કળા
ચાહે છે કે આંબા ઊગી નીકળે કિન્તુ જ્યાં ને ત્યાં વાવી બેઠા છે બાવળ બાવળ. - બાલકૃષ્ણ સોનેજી
સોશિયલ મિડિયા સાથેની દોસ્તી નોકરી માટે ખતરારૂપ
શું સોશિયલ મિડિયાના વપરાશના લીધે નોકરી જઈ શકે? કારકિર્દી જોખમમાં આવી શકે? બિલકુલ. જો તમારો સોશિયલ મિડિયા પ્રોફાઈલ, તમારી પોસ્ટ તમને બેજવાબદાર રજૂ કરે તો નોકરી જઈ શકે, નવી નોકરી મળી પણ ન શકે.
ડાયાબિટીસ કાબૂમાં રાખવા સ્વીટનર ખાવ છો? તો તમે ખાંડ ખાવ છો!
મીઠી સાકરની બીમારી હોય તો સાકરને બદલે ઘણા લોકો સ્વીટનર પર પસંદગી ઉતારે છે. એમાંય હવે તો સ્ટિવિયા વનસ્પતિનો સ્વીટનરમાં ઉપયોગ થવા લાગ્યો છે. જો કે બધું પીળું સોનું હોતું નથી એમ ભેળસેળને કારણે સ્ટિવિયામાંથી બનતી બધી ચીજો આરોગ્યપ્રદ હશે એમ માની લેવાની ભૂલ કરવા જેવી નથી.
લાપતા લેડીઝઃ સંબંધોનાં સાચાં સરનામાં
‘લાપતા લેડીઝ’ની સફળતામાંથી એ પણ સમજવા જેવું છે કે એક સમયે પતિ-પત્ની રહી ચૂકેલા એવા એના નિર્માતા અને નિર્દેશક કેટલી સારી રીતે વ્યાવસાયિક સહયોગી બની શકે છે. ૧૫ વર્ષના ઉતાર-ચઢાવવાળા લગ્નજીવનમાંથી અલગ થઈને બન્નેએ એમની સર્જનાત્મક હિસ્સેદારીને અને દોસ્તીને અકબંધ રાખી છે.
ઘર ફૂટે ઘર જાય...
દિલ્હી અને પંજાબની લોકસભા ચૂંટણી ટાણે જ આ બે રાજ્યમાં ભાજપને મજબૂત લડત આપી શકે એવી ‘આમ આદમી પાર્ટી’ના બે નેતા બાખડ્યા છે. અરવિંદ કેજરીવાલે મૌન તોડીને પણ ઘરની આગ પહેલાં ઠારવી પડશે.
જસ્ટ, એક મિનિટ...
સમજદાર માણસ કોઈ પણ વ્યક્તિ પાસેથી શીખે છે ને જેવી પોતાની ભૂલ સમજાય છે