આગામી વરસે કે ત્રણ વરસમાં શૅરબજારના બેન્ચમાર્ક ઈન્ડેક્સ કયા ઊંચા વિક્રમી લેવલે હશે અને ભારતીય અર્થતંત્રનું કદ વિશ્વમાં ત્રીજા ક્રમે હશે એ પ્રકારની આગાહી કે ધારણા મજબૂત બનતી જાય છે. માર્કેટની નવી ઊંચાઈની વાત હોય ત્યારે સેન્સેક્સ અને નિફ્ટી કયા લેવલે પહોંચશે એમ બોલાય છે એનો સીધો અને સ્પષ્ટ અર્થ શું થાય? જવાબ સમજો તો એક ઈશારો પૂરતો છે.
સેન્સેક્સ વધવાનો અર્થ એ કે સેન્સેક્સમાં જેનો સમાવેશ છે એ ૩૦ સ્ટૉક્સના ભાવ ઊંચા જશે તો નિફ્ટી ઉપર જવાનો અર્થ નિફ્ટીમાં રહેલા પચાસ સ્ટૉક્સના ભાવ એ મુજબ વધશે. અલબત્ત, અત્યારે તો સમગ્ર માર્કેટ વધવાની દિશામાં છે. ભારતીય સ્ટૉક માર્કેટ તેજીનાં નવાં રંગ-રૂપ ધારણ કરીને આગળ વધી રહ્યું છે ત્યારે કેટલીક હકીકત સમજી લેવામાં સાર છે. આ હકીકત આર્થિક ફંડામેન્ટલ્સની હોવાથી તેજીના પાયા પણ મજબૂત હોવાના પુરાવા સમાન છે.
પહેલી હકીકત, દેશના અર્થતંત્રનાં ફંડામેન્ટલ્સ મજબૂત બનતાં જાય છે. અત્યારે ઈમર્જિંગ માર્કેટ્સમાં ભારત સૌથી ઊંચી કૅટેગરીમાં છે. વિદેશી સંસ્થાકીય ઈન્વેસ્ટર્સ અને વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (એફઆઈઆઈ અને એફપીઆઈ) ઉપરાંત વિવિધ દેશોનાં પેન્શન ફંડ પણ રોકાણ માટે ભારત તરફ વળી રહ્યાં છે.
Diese Geschichte stammt aus der December 25, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der December 25, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
જસ્ટ એક મિનિટ...
આ તો તમે સમયનો દુર્વ્યય કર્યો કહેવાય, સમજદારી નહીં.’
અવરોધને અતિક્રમવાની મથામણ
શી ખબર આ કઈ અવસ્થા છે ‘ખલીલ’ ઘરને હું શોધું ને ઘર શોધે મને. - ખલીલ ધનતેજવી
KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન કા પતા હૈ?
બૅન્ક એકાઉન્ટ હોય કે મ્યુચ્યુઅલ ફંડ, પૈસા રોકવા માટે છેલ્લાં કેટલાંક વરસોથી ‘કેવાયસી’ (નો યૉર કસ્ટમર)ના નિયમનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. જો કે સમય સાથે એમાં સતત ફેરફાર થઈ રહ્યા છે અને કેવાયસીનાં અલગ અલગ ધોરણોને કારણે અત્યારે આ મામલે લોકો મૂંઝાયેલા છે. હમણાં વળી અમુક નવાં ધોરણ લાગુ કરાતાં લાખો રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની હાલત વધુ કફોડી થઈ છે. ખરેખર તો આ વિધિ સરળ બનાવવાની સાથે એને એક છત્ર હેઠળ લાવવાની જરૂરત પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.
કૉલર આઈ-ડી ઍપનો લાભ લેવાનું ચૂકી તો નથી ગયા ને?
નાગરિકોને સ્પામ કૉલ મારફતે હેરાન કરવામાં આપણા દેશનો નંબર દુનિયામાં ચોથો છે. ૬૪ ટકા દેશવાસીઓને દિવસમાં સરેરાશ ત્રણથી પણ વધુ સ્પામ કૉલ આવે છે... આ ત્રાસથી કેમ બચવું?
સંપત્તિની વહેંચણી: ઘરની દીીનું સ્થાન ક્યાં છે?
સ્ત્રીને અધિકાર ઘણા છે, પણ સમસ્યા એ છે કે અનેક કિસ્સામાં પુરુષ એ હક એને આપવા તૈયાર નથી.
બાર માસના મસાલા ભરવાની સીઝન આવી છે ત્યારે...
આપણી રસોઈને સ્વાદિષ્ટ બનાવતા ‘સિક્રેટ સ્પાઈસીસ’ને આખું વર્ષ તાજા રાખવાના કીમિયા.
ઈલેક્શનમાં કરો સિલેક્શનઃ પહેલાં મતદાન પછી જળપાન
લોકસભા ૨૦૨૪ની ચૂંટણીનાં પડઘમ ચારેકોર વાગી રહ્યાં છે ત્યારે મહિલાઓનાં કેટલાંક કિટી પાર્ટી ગ્રુપ પણ અત્યારે હાઉઝી કે બીજી ગેમ સુધી સીમિત ન રહેતાં, શહેરની શેરીઓમાં અને ગામની ગલીઓમાં ‘મત આપો અને મત અપાવો’નો વિચાર ફેલાવી રહ્યાં છે.
લો, ટૅક્સ હેવન ગણાતા દુબઈમાં હવે આવે છે કૉર્પોરેટ ટૅક્સ
દુનિયાની ટોચની ઘણીખરી કંપની જ્યાં કોઈ ને કોઈ રીતે હાજરી ધરાવે છે એ દુબઈમાં અત્યાર સુધી આ કંપનીઓ પાસેથી કોઈ કર વસૂલવામાં આવતો નથી એ જાણીને નવાઈ લાગે. આ જ કારણે દુબઈ એ વ્યાપાર-ઉદ્યોગ માટે સ્વર્ગ ગણાય છે. જો કે હવે પશ્ચિમ એશિયાનું આ સૌથી મોટું બિઝનેસ હબ આર્થિક ગેરરીતિ ડામવાના નામે કરવેરા વસૂલશે.
એકની સંપત્તિ બીજાને...બ્રિટન-અમેરિકામાં શું છે સ્થિતિ?
સરખામણીનો આશય નથી, કરાય પણ નહીં... પરંતુ સંપત્તિની સમાન વહેંચણીની બીજા કેટલાક દેશોમાં કેવી જોગવાઈ છે એ જાણીએ...
સાબદા રહેજો, ચૂંટણીપંચની નજર ચારેકોર છે...
ગુજરાતમાં લોકસભાની બેઠકો માટે મતદાનની તારીખ નજીક આવી રહી છે એમ આચારસંહિતા ભંગના અને રોકડ રકમ સહિત ‘પ્રતિબંધિત’ સામગ્રી પકડાવાના કિસ્સા વધી રહ્યા છે.