ભારતની એક ઐતિહાસિક ઘટના સાથે સંકળાયેલી કહેવત ગઢ આવ્યો, પણ સિંહ ગયોમાં થોડો ફેરફાર કરીને કહી શકાય કે યુકે (બ્રિટન) આવ્યું, પણ ટ્વિટર ગયું.
હા, દિવાળીના શુભ દિવસોમાં મૂળ ભારતીય અક્ષતા અને રિશી સુનક યુકેના પ્રધાન મંત્રીના સત્તાવાર નિવાસસ્થાન (૧૦, ડાઉનિંગ સ્ટ્રીટ)માં બિરાજી ગયાં, પણ ટ્વિટર નામનો સોશિયલ મિડિયા મંચ ચલાવતી જંગી કંપનીના ઉચ્ચ પદ પરથી પરાગ અગ્રવાલ અને વિજયા ગડ્ડેની હકાલપટ્ટી થઈ.
પહેલાં વાત કરીએ અક્ષતા મૂર્તિ-સુનકની.
અક્ષતા એ ભારતના ઉદ્યોગપતિ નારાયણ મૂર્તિ અને સમાજસેવી સુધા મૂર્તિની સુકન્યા છે. હવે જો કે અક્ષતાની નવી ઓળખ છેઃ યુનાઈટેડ કિંગડમ (યુકે)નાં ફર્સ્ટ લેડી એટલે કે વડા પ્રધાન રિશી સુનકનાં પત્ની. સુનકદંપતીનું નવું સરનામું છેઃ લંડનમાં સિટી ઑફ વેસ્ટમિન્સ્ટરમાં આવેલી ડાઉનિંગ સ્ટ્રીટમાં ૧૦ નંબરનું મકાન. આશરે ૩૦૦ વર્ષ જૂના અને ૧૦૦ ઓરડા ધરાવતા આ મકાનનો ત્રીજો માળ વડા પ્રધાન અને એમના પરિવાર માટે છે. બાકી તો વડા પ્રધાનની, એમના સ્ટાફની ઑફિસ, કૉન્ફરન્સ રૂમ, ડાઈનિંગ રૂમ, પ્રતીક્ષાખંડ, વગેરે છે.
વિજયા ગડ્ડે
૪૨ વર્ષી અક્ષતા દીદીનો વિવાદ એ છે કે એ યુકેના નવા વરાયેલા પ્રાઈમ મિનિસ્ટરનાં અર્ધાંગિની છે. ના, વિવાદ એ નથી. ગોરા લોકોનાં પેટમાં ચૂંક એ વાતની આવે છે કે એ નૉન-ડોમિસાઈલ છે અર્થાત્ એ હજી બ્રિટનનાં નાગરિક નથી, પણ ભારતીય નાગરિક છે. આ તો હજી બરાબર, પણ ગોરી પ્રજાને વધારે દુખાવો એ વાતનો છે કે યુકે બહારની કંપનીઓમાંથી અબજો રૂપિયાની કમાણી કરવા છતાં એ કરવેરો ભરતાં નથી. યુકેનો કાયદો એવો છે કે તમે એ દેશમાં રહેતા હો ને બીજા દેશોમાંથી કમાણી કરતાં હો તો ૩૮ ટકા જેટલો ટૅક્સ ભરવો પડે.
અક્ષતાનું કહેવું છે કે પોતે ભારતીય નાગરિક હોવાના નાતે યુકેના ટૅક્સબૅક્સના કાયદા એમને લાગુ પડે નહીં. હા, યુકેમાંથી થતી કમાણી પર કાયદેસર કર ભરવો પડે એ ભરવા તૈયાર છું, એની ના નહીં અને હું ભરું પણ છું. આમ લોકો તથા યુકેનાં અખબારો ચિલ્લાય છે કે આ તો દેશ સાથે રીતસરની આર્થિક છેતરપિંડી થઈ. આવી મહિલાનો પતિ આપણો વડો પ્રધાન હોય એ કેવું?
Diese Geschichte stammt aus der November 14, 2022-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der November 14, 2022-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
શું છે શેરડીની ખેતી પાછળનું ગણિત?
વધુ વળતર રળી આપતા હોવા છતાં આ પાકનું વાવેતર ઓછું થઈ રહ્યું છે. બીજી બાજુ, ખેડૂતોને એમની ઊપજના ભાવ સામે પણ વાંધો છે.
ઝેર તો પીધાં જાણી જાણી
દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?
ઝેર તો પીધાં જાણી જાણી...
દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?
ચૂંટણી લડો, પણ ઔચિત્ય જાળવીને...
કોઈ પણ મુકાબલામાં સામસામી આક્રમકતા હોય એમાં ખોટું નથી, પણ આ સરહદે ખેલાતું યુદ્ધ નથી. અહીં મારો-કાપો ન હોવું જોઈએ. પરિણામ જાહેર થઈ ગયા પછી પણ વેરભાવ રહે એવો માહોલ પેદા કરવાનું દેશ માટે જ નુકસાનકારક બની શકે.
જસ્ટ એક મિનિટ...
આ તો તમે સમયનો દુર્વ્યય કર્યો કહેવાય, સમજદારી નહીં.’
અવરોધને અતિક્રમવાની મથામણ
શી ખબર આ કઈ અવસ્થા છે ‘ખલીલ’ ઘરને હું શોધું ને ઘર શોધે મને. - ખલીલ ધનતેજવી
KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન કા પતા હૈ?
બૅન્ક એકાઉન્ટ હોય કે મ્યુચ્યુઅલ ફંડ, પૈસા રોકવા માટે છેલ્લાં કેટલાંક વરસોથી ‘કેવાયસી’ (નો યૉર કસ્ટમર)ના નિયમનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. જો કે સમય સાથે એમાં સતત ફેરફાર થઈ રહ્યા છે અને કેવાયસીનાં અલગ અલગ ધોરણોને કારણે અત્યારે આ મામલે લોકો મૂંઝાયેલા છે. હમણાં વળી અમુક નવાં ધોરણ લાગુ કરાતાં લાખો રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની હાલત વધુ કફોડી થઈ છે. ખરેખર તો આ વિધિ સરળ બનાવવાની સાથે એને એક છત્ર હેઠળ લાવવાની જરૂરત પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.
કૉલર આઈ-ડી ઍપનો લાભ લેવાનું ચૂકી તો નથી ગયા ને?
નાગરિકોને સ્પામ કૉલ મારફતે હેરાન કરવામાં આપણા દેશનો નંબર દુનિયામાં ચોથો છે. ૬૪ ટકા દેશવાસીઓને દિવસમાં સરેરાશ ત્રણથી પણ વધુ સ્પામ કૉલ આવે છે... આ ત્રાસથી કેમ બચવું?
સંપત્તિની વહેંચણી: ઘરની દીીનું સ્થાન ક્યાં છે?
સ્ત્રીને અધિકાર ઘણા છે, પણ સમસ્યા એ છે કે અનેક કિસ્સામાં પુરુષ એ હક એને આપવા તૈયાર નથી.
બાર માસના મસાલા ભરવાની સીઝન આવી છે ત્યારે...
આપણી રસોઈને સ્વાદિષ્ટ બનાવતા ‘સિક્રેટ સ્પાઈસીસ’ને આખું વર્ષ તાજા રાખવાના કીમિયા.