તું નારી-મનહારી-સુકુમારી..
Chitralekha Gujarati|November 14, 2022
વાત હમણાં જગબત્રીસીએ ચડેલી બે ભારતીય નારીની. પહેલી છે બ્રિટનના વડા પ્રધાન રિશી સુનકની ધર્મપત્ની અક્ષતા સુનક તો બીજી છે ‘ટ્વિટર’ની અમેરિકાસ્થિત ટોચની પદાધિકારી વિજયા ગડ્ડે. શા માટે અત્યારે આ બન્નેનાં નામ ચર્ચાને ચાકડે ચડ્યાં છે?
કેતન મિસ્ત્રી
તું નારી-મનહારી-સુકુમારી..

ભારતની એક ઐતિહાસિક ઘટના સાથે સંકળાયેલી કહેવત ગઢ આવ્યો, પણ સિંહ ગયોમાં થોડો ફેરફાર કરીને કહી શકાય કે યુકે (બ્રિટન) આવ્યું, પણ ટ્વિટર ગયું.

હા, દિવાળીના શુભ દિવસોમાં મૂળ ભારતીય અક્ષતા અને રિશી સુનક યુકેના પ્રધાન મંત્રીના સત્તાવાર નિવાસસ્થાન (૧૦, ડાઉનિંગ સ્ટ્રીટ)માં બિરાજી ગયાં, પણ ટ્વિટર નામનો સોશિયલ મિડિયા મંચ ચલાવતી જંગી કંપનીના ઉચ્ચ પદ પરથી પરાગ અગ્રવાલ અને વિજયા ગડ્ડેની હકાલપટ્ટી થઈ.

પહેલાં વાત કરીએ અક્ષતા મૂર્તિ-સુનકની.

અક્ષતા એ ભારતના ઉદ્યોગપતિ નારાયણ મૂર્તિ અને સમાજસેવી સુધા મૂર્તિની સુકન્યા છે. હવે જો કે અક્ષતાની નવી ઓળખ છેઃ યુનાઈટેડ કિંગડમ (યુકે)નાં ફર્સ્ટ લેડી એટલે કે વડા પ્રધાન રિશી સુનકનાં પત્ની. સુનકદંપતીનું નવું સરનામું છેઃ લંડનમાં સિટી ઑફ વેસ્ટમિન્સ્ટરમાં આવેલી ડાઉનિંગ સ્ટ્રીટમાં ૧૦ નંબરનું મકાન. આશરે ૩૦૦ વર્ષ જૂના અને ૧૦૦ ઓરડા ધરાવતા આ મકાનનો ત્રીજો માળ વડા પ્રધાન અને એમના પરિવાર માટે છે. બાકી તો વડા પ્રધાનની, એમના સ્ટાફની ઑફિસ, કૉન્ફરન્સ રૂમ, ડાઈનિંગ રૂમ, પ્રતીક્ષાખંડ, વગેરે છે.

વિજયા ગડ્ડે

૪૨ વર્ષી અક્ષતા દીદીનો વિવાદ એ છે કે એ યુકેના નવા વરાયેલા પ્રાઈમ મિનિસ્ટરનાં અર્ધાંગિની છે. ના, વિવાદ એ નથી. ગોરા લોકોનાં પેટમાં ચૂંક એ વાતની આવે છે કે એ નૉન-ડોમિસાઈલ છે અર્થાત્ એ હજી બ્રિટનનાં નાગરિક નથી, પણ ભારતીય નાગરિક છે. આ તો હજી બરાબર, પણ ગોરી પ્રજાને વધારે દુખાવો એ વાતનો છે કે યુકે બહારની કંપનીઓમાંથી અબજો રૂપિયાની કમાણી કરવા છતાં એ કરવેરો ભરતાં નથી. યુકેનો કાયદો એવો છે કે તમે એ દેશમાં રહેતા હો ને બીજા દેશોમાંથી કમાણી કરતાં હો તો ૩૮ ટકા જેટલો ટૅક્સ ભરવો પડે.

અક્ષતાનું કહેવું છે કે પોતે ભારતીય નાગરિક હોવાના નાતે યુકેના ટૅક્સબૅક્સના કાયદા એમને લાગુ પડે નહીં. હા, યુકેમાંથી થતી કમાણી પર કાયદેસર કર ભરવો પડે એ ભરવા તૈયાર છું, એની ના નહીં અને હું ભરું પણ છું. આમ લોકો તથા યુકેનાં અખબારો ચિલ્લાય છે કે આ તો દેશ સાથે રીતસરની આર્થિક છેતરપિંડી થઈ. આવી મહિલાનો પતિ આપણો વડો પ્રધાન હોય એ કેવું?

この記事は Chitralekha Gujarati の November 14, 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Chitralekha Gujarati の November 14, 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

CHITRALEKHA GUJARATIのその他の記事すべて表示
જીએસટીનું કલેક્શન વધે છે... વેપાર-ઉદ્યોગમાં ફ્રસ્ટ્રેશન વધે છે!
Chitralekha Gujarati

જીએસટીનું કલેક્શન વધે છે... વેપાર-ઉદ્યોગમાં ફ્રસ્ટ્રેશન વધે છે!

નવા નાણાકીય વરસના પહેલા મહિનામાં જીએસટીનું કલેક્શન બે લાખ કરોડ રૂપિયાની ઉપર પહોંચી જવાનાં ગુણગાન ભલે ગવાયાં, પરંતુ આ ટૅક્સ પાછળની દાસ્તાન કંઈક અંશે કરુણ બનતી જાય છે. કહેવાય છે કે અત્યારની મોંઘવારીમાં જીએસટીના બોજનો ફાળો પણ છે. મોટા ભાગની પ્રજા આ વેરાના બોજ હેઠળ દબાઈ રહી છે. સરકારે આ વિષયમાં વ્યવહારદક્ષતા દાખવવાની જરૂર છે.

time-read
2 分  |
May 20, 2024
ઝનૂની પ્રેમ સાચો નથી...સાચા પ્રેમમાં પરમાર્થ હોય!
Chitralekha Gujarati

ઝનૂની પ્રેમ સાચો નથી...સાચા પ્રેમમાં પરમાર્થ હોય!

સ્વાર્થી પ્રેમ ઑથોરિટેરિયન, બિન-લોકતાંત્રિક અને બેરહેમ છે. એનો સંહાર એના સર્જન કરતાંય ગજબનો છે. એ ગરજે ઉદાર થાય છે અને જીદ પડે મરવા કે મારી નાખવાની નિર્દયતા સુધી જાય છે. આવો આવેશાત્મક પ્રેમ અસ્થિર અને ક્ષણિક હોય છે. એ ડ્રગ્સ જેવી મદહોશી પૂરી પાડે છે, પણ એની આવરદા ટૂંકી હોય છે.

time-read
5 分  |
May 20, 2024
બર્ન વિક્ટિમનો હાથ ઝાલે છે સ્કિન બૅન્ક
Chitralekha Gujarati

બર્ન વિક્ટિમનો હાથ ઝાલે છે સ્કિન બૅન્ક

દાઝ્યા પર બામ... અંગદાનની જેમ ચામડીનું દાન પણ અનેક દરદીને નવજીવન આપે એ હકીકત વિશે જાગરૂકતા ધીરે ધીરે આવી રહી છે એની સાબિતી છે ગુજરાતની ત્રણ ત્વચા બૅન્ક.

time-read
6 分  |
May 20, 2024
ગર્ભનાળ સેવાની... ગર્ભનાળ શૈશવની...
Chitralekha Gujarati

ગર્ભનાળ સેવાની... ગર્ભનાળ શૈશવની...

માતાએ મુંબઈ-અમદાવાદથી ભાવનગર આવી બાળપ્રવૃત્તિની અહાલેક જગાવી તો દીકરીએ ભાવનગરથી બહાર નીકળી છેક ડેડિયાપાડામાં આદિવાસી બાળકો માટે ધૂણી ધખાવી

time-read
4 分  |
May 20, 2024
માતા-પુત્રીના માધ્યમથી હજારો ઘરમાં ગુંજી કિલકારી
Chitralekha Gujarati

માતા-પુત્રીના માધ્યમથી હજારો ઘરમાં ગુંજી કિલકારી

માના સંઘર્ષને પોતાનો સંઘર્ષ બનાવી દીકરીએ એની જેમ સફળતાની કેડી કંડારી... અને હવે સેવા તથા સ્વાસ્થ્ય-સમજણ માટે પણ એ જ રસ્તો અપનાવ્યો છે.

time-read
4 分  |
May 20, 2024
આ રાજા તો બહુ ગુણવાન છે!
Chitralekha Gujarati

આ રાજા તો બહુ ગુણવાન છે!

ઉનાળામાં અમૃત ફળ તો ખાવાનું જ હોય, પણ એનાં ફાયદા અને જોખમ પણ જાણી લો તો કેરી વધુ સ્વાદિષ્ટ લાગશે.

time-read
3 分  |
May 20, 2024
ચલ મેરે ઘોડે ટિક ટિકટિક...
Chitralekha Gujarati

ચલ મેરે ઘોડે ટિક ટિકટિક...

નાનપણમાં મુંબઈના દરિયાકિનારે ઘોડેસવારી કરતાં કરતાં એને અશ્વો સાથે જાણે પ્રેમ થઈ ગયો. વર્ષો પછી અને લગ્ન પછી અનાયાસ એક ઘોડો પાળવાનું નક્કી કર્યું. એક પછી એક કરતાં આજે બાર ઘોડા એમના સ્ટડમાં છે. આપણે ત્યાં અશ્વના માલિક, સંવર્ધક અને ટ્રેનર કોઈ સ્ત્રી હોય એવું જ્વલ્લે જ સાંભળવા મળે. જામનગરનાં આ મહિલા છે એમાંનાં એક.

time-read
3 分  |
May 20, 2024
સંઘર્ષની તાવડીમાં શેકાઈને સંતાનોને પીરસ્યાં સુખી જીવન...
Chitralekha Gujarati

સંઘર્ષની તાવડીમાં શેકાઈને સંતાનોને પીરસ્યાં સુખી જીવન...

આયુષ્યની ત્રીશીની સાંજે એકાએક વૈધવ્ય આવી પડ્યું. હિંમત હાર્યા વિના એમણે ઘરોઘર જાતજાતની ચીજવસ્તુ વેચવાથી માંડીને લગ્નોમાં ફડ સર્વ કરવા જેવી કામગીરી બજાવીને એકલે હાથે સંતાનોને ભણાવ્યાં, એમને એક મુકામ પર પહોંચાડ્યાં.

time-read
5 分  |
May 20, 2024
કવર સ્ટોરી
Chitralekha Gujarati

કવર સ્ટોરી

જન્મદાત્રી-પુત્રીની જોડી કમાલની...

time-read
1 min  |
May 20, 2024
ગઢ સચવાશે કે પડશે ગાબડું?
Chitralekha Gujarati

ગઢ સચવાશે કે પડશે ગાબડું?

કોંગ્રેસનો કિલ્લો ગણાતા રાયબરેલીમાં રાહુલ ગાંધી જીતશે કે પછી ભાજપના સ્થાનિક ઉમેદવાર દિનેશસિંહ જાયન્ટ કિલર બનશે એ પ્રશ્ન દેશઆખામાં સૌના મોઢે છે. આઝાદ ભારતની પ્રથમ ચૂંટણીથી કોંગ્રેસે બે અપવાદ બાદ કરતાં અહીં ભવ્ય વિજય મેળવ્યા છે. ખાસ કરીને ગાંધીપરિવારે. આવા સંજોગોમાં રાયબરેલીને કોંગ્રેસે શું આપ્યું, શું ન આપ્યું જેવા સવાલોના જવાબ રાયબરેલીના સ્થાનિકો પાસેથી જ મેળવવા પડે.

time-read
5 分  |
May 20, 2024