يحاول ذهب - حر
ખેલો, ખિલાઓ ઔર મોજ કરો...,
February 19, 2024
|Chitralekha Gujarati
બુદ્ધિને પડકાર, મનને ઉત્તેજના તથા હૃદયને આનંદ આપતી નોખી-અનોખી પઝલ્સ નાનપણમાં બધા રમ્યા હશે. આજના ગેજેટ યુગમાં આવી પઝલ્સનું ચલણ ઓછું થઈ રહ્યું છે ત્યારે મળીએ એવા મનુષ્યને જેમણે દુનિયાભરની અલભ્ય પઝલ્સ એકઠી કરવામાં ચાર દાયકા ગાળ્યા છે.
એ ભાઈ મુંબઈમાં ટૅક્સી ચલાવતા. પેસેન્જરની રાહ જોતાં જોતાં એ એક વાર છાપું વાંચતા હતા, એમાં એક લેખ વાંચીને એમની આંખો ચમકી. તરત ટૅક્સી સ્ટાર્ટ કરીને એ લેખમાં આપેલા સરનામે, ખિલોના ઘરમાં પહોંચી ગયા. ટૅક્સી પાર્ક કરીને ઉપર ગયા. જઈને કહેઃ મારું નામ સતીશ વાણી. આમ તો હું પાર્ટ-ટાઈમ ટૅક્સી ચલાવું છું, પણ અવનવી પઝલમાં બહુ રસ પડે છે.
એ નાનકડી ઘટનાને આજે ૪૦ વર્ષ થયાં, પણ એક કાળના ટૅક્સીડ્રાઈવર સતીશ વાણી અને એ વખતે જે સરનામે પહોંચ્યા હતા એ ચિલ્ડ્રન ટૉય ફાઉન્ડેશનના સ્થાપક-સંચાલક દેવેન્દ્ર દેસાઈની દોસ્તી અકબંધ રહી.
દેવેન્દ્ર દેસાઈ ટૉય લાઈબ્રેરીના માધ્યમથી છેવાડાનાં બાળકો સુધી રમકડાં, ગેમ્સ, વગેરે પહોંચાડવા બદલ જાણીતા છે. એ જ રીતે, સતીશ વાણી દિમાગનું દહીં કરી નાખે એવી દુનિયાભરની અવનવી મિકેનિકલ પઝલના સંગ્રાહક તરીકે પ્રસિદ્ધ છે. સતીશભાઈ ટેબલ પર એમની પઝલનો સરંજામ પાથરીને એનો પડકારજનક કોયડો તમારી સામે મૂકે ત્યારે તમે મોબાઈલ ભૂલીને, એક વાર સમય-કાળનું ભાન ભૂલીને પઝલ સોલ્વ કરવા બેસી જાવ.
૬૮ વર્ષના સતીશ વાણીનું બૅકગ્રાઉન્ડ જાણીએ તો એમનો જન્મ ગુજરાતના વિજાપુર તાલુકામાં. સ્કૂલમાં એક શિક્ષકે એમને પઝલનો ચસકો લગાડેલો. કૉલેજ ભણ્યા પછી સંજોગોને કારણે ૧૯૭૮માં સતીશ વાણી મુંબઈ આવ્યા. તાડદેવમાં ફ્રૂટની દુકાન કરી. પાર્ટ-ટાઈમ ટૅક્સી પણ ચલાવવા માંડ્યા. ૧૯૮૪માં છાપામાં કાર્ડ ગેમ વિશે એક લેખ વાંચીને પ્રાર્થના સમાજ પર આવેલા ખિલૌના ઘરમાં પહોંચી ગયા. પોતાની પાસે હતી એ પઝલ સંચાલક દેવેન્દ્ર દેસાઈને દેખાડી. પછી તો બન્નેનું એટલું જામ્યું કે સતીશ વાણી મુંબઈ છોડીને અમદાવાદ શિફ્ટ થયા ને ત્યાં ખિલૌના ઘર જેવી લાઈબ્રેરી શરૂ કરી, જેનું ઉદ્ઘાટન તત્કાલીન બિલિયર્ડ્સ ચૅમ્પિયન ગીત સેઠીએ કર્યું હતું.
هذه القصة من طبعة February 19, 2024 من Chitralekha Gujarati.
اشترك في Magzter GOLD للوصول إلى آلاف القصص المتميزة المنسقة، وأكثر من 9000 مجلة وصحيفة.
هل أنت مشترك بالفعل؟ تسجيل الدخول
المزيد من القصص من Chitralekha Gujarati
Chitralekha Gujarati
એમના વિરોધનું કારણ સમજો...
શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.
4 mins
22 June, 2026
Chitralekha Gujarati
આમાં કોનો વાંક છે?
હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?
2 mins
22 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.
1 min
22 June, 2026
Chitralekha Gujarati
સિંહો ફરી રોગચાળાના સકંજામાં...
એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર
સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...
ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
શું તમે ઓશિયાળા છો?
ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –
2 mins
15 June, 2026
Chitralekha Gujarati
ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?
સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત
અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.
1 min
15 June, 2026
Listen
Translate
Change font size

