يحاول ذهب - حر
સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...
15 June, 2026
|Chitralekha Gujarati
ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.
ભા ઈ, ભાઈ, ભાઈ... આજકાલ બોલીવૂડમાં ફિલ્મ કરતાં એનો પરદા પાછળનો ડ્રામા હાઉસફુલ થઈ જાય છે. આમ જ પરદા પાછળની પોળમાં એક-બે ગરમાગરમ કિસ્સા ચર્ચામાં છે. પહેલો કિસ્સો નિર્માતા વાશુ ભગનાની અને રમેશ તોરાણી વચ્ચેની ખટપટનો છે. રમેશ તોરાણી પોતાની ફિલ્મ, ડેવિડ ધવન દિગ્દર્શિત હૈ જવાની તો ઈશ્ક હોના હૈ રિલીઝ કરવાનાં ચક્ર ગતિમાન કરી રહ્યા છે ત્યારે વાશુ એ ચક્રમાં પાનું (સ્પેનર) ફસાવીને ચક્રો અટકાવી દેવાના પ્રયાસ કરી રહ્યા છે. એમનું કહેવું છે કે વરુણ ધવનને ચમકાવતી આ ફિલ્મમાં ચુનરી ચુનરી સોન્ગ પર મારો અધિકાર છે, તોરાણી એ ન વાપરી શકે.
બીજી બાજુ, બોલીવૂડના બે મોટા ભાઈ-રણવીર સિંહ અને ફરહાન અખ્તર વચ્ચે જબરદસ્ત ખટપટ ચાલી રહી છે. ફરહાનના સુપર-મેગા પ્રોજેક્ટ ડૉન-થ્રીમાંથી રણવીરે અચાનક એક્ઝિટ મારી દીધી. ગયા ડિસેમ્બરમાં રણવીરે ફિલ્મ છોડી અને નો કમેન્ટ્સની નીતિ અપનાવી એ ઘેર બેસી ગયો. આ તરફ, ફરહાનમિયાંએ નિર્માતાઓના ઍસોસિયેશનનો રસ્તો લીધો. લાઈટમૅનથી લઈને મેકઅપ આર્ટિસ્ટ સુધીનાં ૩૦થી વધુ યુનિયનોના સંગઠન એવા ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોય્ઝ (FWICE) સુધી મામલો પહોંચી ગયો. સંગઠનના નેતા અશોક પંડિતે આદેશ બહાર પાડ્યોઃ રણવીરને કોઈએ સહકાર નહીં આપવાનો. એના કહેવા મુજબ, કોઈ પણ સુપરસ્ટાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નિયમોથી ઉપર હોઈ ન શકે...
મુશ્કેલી એ છે કે ફેડરેશનના આદેશને કોઈ કાયદાકીય પીઠબળ નથી, છતાં નૉન કો-ઑપરેશનનું વજન તો ખરું. અહીં એક વાત એ સમજવાની કે આજના જમાનામાં એક ફિલ્મ એ માત્ર ફિલ્મ નથી. આજે કરોડોનાં બજેટ, દેશ-વિદેશોમાં રિલીઝની નિયત તારીખ, ઓટીટીવાળા સાથેના સોદાનાં ગણિત મંડાતાં હોય છે. એવામાં મુખ્ય કલાકારની ઓચિંતી એક્ઝિટ માત્ર નિર્માતાઓનાં બ્લડ પ્રેશર વધારી મૂકતી નથી, પરંતુ ફિલ્મના સેટ્સ પર કામ કરતા ટેક્નિશિયનો, સ્પૉટ બૉય્ઝ અને કૅમેરા ક્રૂનાં પેટ પર લાત મારે છે. એમની રોજી-રોટી ફિલ્મોનાં શિડ્યુઅલ પર ટકેલી હોય છે.
هذه القصة من طبعة 15 June, 2026 من Chitralekha Gujarati.
اشترك في Magzter GOLD للوصول إلى آلاف القصص المتميزة المنسقة، وأكثر من 9000 مجلة وصحيفة.
هل أنت مشترك بالفعل؟ تسجيل الدخول
المزيد من القصص من Chitralekha Gujarati
Chitralekha Gujarati
એમના વિરોધનું કારણ સમજો...
શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.
4 mins
22 June, 2026
Chitralekha Gujarati
આમાં કોનો વાંક છે?
હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?
2 mins
22 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.
1 min
22 June, 2026
Chitralekha Gujarati
સિંહો ફરી રોગચાળાના સકંજામાં...
એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર
સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...
ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
શું તમે ઓશિયાળા છો?
ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –
2 mins
15 June, 2026
Chitralekha Gujarati
ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?
સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત
અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.
1 min
15 June, 2026
Listen
Translate
Change font size

