બિંજ-થિંગ
ABHIYAAN|February 10, 2024
લોકતંત્રનાં આભૂષણ... પદ્મ પુરસ્કાર વિજેતા ગુજરાતીઓ
પ્રિયંકા જોષી
બિંજ-થિંગ

સમસ્ત દેશ આજે ૭૫મા ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે. દેશ તેના અમૃતકાળમાં પ્રવેશ કરી ચૂક્યો છે. દેશની પ્રગતિ તેમાં વસતી પ્રજાની પ્રગતિ છે. દેશના વિકાસની વ્યાખ્યા તેના નાગરિકોની સુખાચારી સાથે જોડાયેલી છે. લોકશાહીમાં પ્રજા શાસક છે અને શાસક સેવક. નાગરિકો દ્વારા જ જ્યાં દેશની નિયતિ નિશ્ચિત થાય છે અને વિધિના વિધાન પણ તેમના હસ્તે જ લખાય છે. નાગરિકત્વના સુયોગ્ય સન્માન તરીકે લોકમાન્ય સરકાર દ્વારા દેશના સર્વોચ્ચ નાગરિકોને તેમની પ્રતિભા અને સામાજિક યોગદાન માટે પ્રતિવર્ષ પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવે છે.

દયાળ પરમાર

વિશ્વનું સૌથી વિશાળ જનસમુદાય ધરાવતું લોકતંત્ર એટલે કે આપણું ભારત, ૨૬મી જાન્યુઆરી, ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરે છે. ૧૯૫૪થી શરૂ થયેલ આ પ્રથા અનુસાર છેલ્લાં સિત્તેર વર્ષથી કળા, સાહિત્ય, શિક્ષણ, રમતગમત, ચિકિત્સા, વિજ્ઞાન, ઇજનેરી, જાહેર કાર્ય, નાગરિક સેવા, સામાજિક સેવાઓ, સમસ્યાઓ, વાણિજ્ય અને ઉદ્યોગ સહિત વિવિધ ક્ષેત્રોમાં કરેલ અસાધારણ યોગદાન બદલ પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રીથી બિરદાવવામાં આવે છે. આ પુરસ્કારોમાં લોકશાહી અને નાગરિકત્વનું બહુમાન રહેલું છે.

સાંપ્રત વર્ષ ૨૦૨૪માં કુલ ૧૩૨ વિભૂતિઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તે પૈકી પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ, અભિનેત્રી વૈજયંતીમાલા સહિત પાંચ વિભૂતિઓને પદ્મવિભૂષણ; દક્ષિણના ફિલ્મ કલાકાર ચિરંજીવી, જન્મભૂમિના તંત્રી કુંદન વ્યાસ, કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. તેજસ પટેલ, અભિનેતા મિથુન ચક્રવર્તી, ગાયક ઉષા ઉઘુપ સહિત સત્તર હસ્તીઓને પદ્મભૂષણથી; તેમ જ વલસાડના યઝદી ઇટાલિયા, આસામના પાર્વતી બરુઆ સહિત એકસો દસ પ્રતિભાઓને પદ્મશ્રીથી અલંકૃત કરવામાં આવ્યાં છે.

સવિશેષ આપણા ગુજરાતના જાણીતા ડૉ.તેજસ પટેલ અને યઝદી માણેકશા, દયાળ પરમારને ચિકિત્સા ક્ષેત્રે તેમ જ રઘુવીર ચૌધરી, જગદીશ ત્રિવેદી અને હરીશ નાયક(મરણોત્તર)ને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમણે કરેલી અનન્ય સેવા અને અસાધારણ સિદ્ધિનું સન્માન કરવામાં આવ્યું છે.

This story is from the February 10, 2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the February 10, 2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...

time-read
3 mins  |
Abhiyaan Magazine 18/05/2024
મૂવી ટીવી
ABHIYAAN

મૂવી ટીવી

જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
ABHIYAAN

રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!

‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
ફેમિલી ઝોન બ્યુટી.
ABHIYAAN

ફેમિલી ઝોન બ્યુટી.

આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા

time-read
2 mins  |
Abhiyaan Magazine 18/05/2024
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
ABHIYAAN

માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!

એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ !  પોઢી લેજો પેટ ભરીને આજ—  કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.

time-read
2 mins  |
Abhiyaan Magazine 18/05/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ

time-read
5 mins  |
Abhiyaan Magazine 18/05/2024
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
ABHIYAAN

ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા

નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.

time-read
5 mins  |
Abhiyaan Magazine 18/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ

time-read
5 mins  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?

time-read
3 mins  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન

time-read
5 mins  |
Abhiyaan Magazine 18/05/2024