અમેરિકાના વિઝાના બે પ્રકાર છે. જેમને અમેરિકામાં કાયમ રહેવું ન હોય, ફક્ત થોડા સમય માટે, કોઈ ખાસ કારણસર અમેરિકામાં જવું હોય એમના માટે જુદા-જુદા પ્રકારના ‘નોન-ઇમિગ્રન્ટ' વિઝા છે અને જેમને અમેરિકામાં કાયમ રહેવા જવું હોય, ત્યાંનું ગ્રીનકાર્ડ મેળવવું હોય, એ મેળવ્યા બાદ જો અમેરિકાના સિટીઝન બનવું હોય તો એમને ‘ઇમિગ્રન્ટ’ વિઝા મેળવવાના રહે છે.
ઇમિગ્રન્ટ વિઝા જુદી-જુદી રીતે પ્રાપ્ત થઈ શકે છે. જો તમારા પુખ્ત વયનાં સંતાનો અમેરિકન સિટીઝન હોય તો તેઓ તમારા લાભ માટે ઇમિગ્રન્ટ વિઝાની પિટિશન ઇમિજિયેટ રિલેટિવ કૅટેગરી હેઠળ દાખલ કરી શકે છે. જો તમે અમેરિકન સિટીઝન જોડે લગ્ન કરો તો તેઓ પણ તમને ઇમિજિયેટ રિલેટિવ કૅટેગરી હેઠળ ઇમિગ્રન્ટ વિઝા માટે સ્પોન્સર કરી શકે છે.
ચાર જુદી-જુદી ફૅમિલી પ્રેફરન્સ કૅટેગરીઓ છે, એની હેઠળ પણ ઇમિગ્રન્ટ વિઝા પ્રાપ્ત કરી શકાય છે. ફર્સ્ટ પ્રેફરન્સ કૅટેગરી હેઠળ અમેરિકન સિટીઝનો એમનાં અપરિણીત દીકરા યા દીકરીઓ માટે ઇમિગ્રન્ટ વિઝાની પિટિશન દાખલ કરી શકે છે.
સેકન્ડ પ્રેફરન્સ ફૅમિલી સ્પોન્સર કૅટેગરીના બે વિભાગો છેઃ ‘ટુ-એ’ અને ‘ટુ-બી’. સેકન્ડ પ્રેફરન્સ ટુ-એ કૅટેગરી હેઠળ અમેરિકાના ગ્રીનકાર્ડધારકો એમની પરદેશી પત્ની યા પતિ માટે તેમ જ એમના એકવીસ વર્ષથી નીચેની ઉંમરનાં બાળકો માટે ગ્રીનકાર્ડની પિટિશન દાખલ કરી શકે છે અને જો બાળકો એકવીસથી વધુ ઉંમરના થઈ જાય, પણ અવિવાહિત હોય તો એમના લાભ માટે સેકન્ડ ટુ-બી ગ્રીનકાર્ડની પિટિશન દાખલ કરી શકે છે.
This story is from the Abhiyaan Magazine 18/05/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 18/05/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વિઝા વિમર્શ
વારંવાર પૂછાતા પ્રશ્નો
કંકુ-ચોખા
આધુનિકતા વિચારો અને અભિગમથી આવે છે, નહિ કે દેખાવ અને પોશાકથી
બિંજ-થિંગ
માનસોલ્લાસઃ જીવનને આનંદનો ઉત્સવ બનાવવા પ્રેરતો પ્રાચીન ગ્રંથ
કવર સ્ટોરી
ગુજરાતમાં ભાજપની ‘ક્લીન સ્વીપ’ પર કોંગ્રેસે આખરે ‘બ્રેક' મારી
કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે
દેશના સૌથી મોટા જિલ્લા કચ્છમાં દૂર દૂરનાં ગામડાંમાં ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ પહોંચી શકી નથી. પરિવહનની અપૂરતી સગવડો, કન્યાઓની ઉચ્ચ કેળવણી પ્રત્યે વાલીઓમાં જાગૃતિનો અભાવ જેવાં કારણોસર ગ્રામ કક્ષાની વિદ્યાર્થિનીઓ કૉલેજોમાં કે જિલ્લા મથક ભુજ સુધી આવીને યુનિવર્સિટીમાં ભણી શકતી નથી. તેથી જ રાજ્યમાં પ્રથમ પ્રયોગરૂપે કચ્છ યુનિવર્સિટી તેમના સુધી પહોંચવા માટે જિલ્લાભરમાં પાંચ ગામોમાં ખાનગી ઉદ્યોગોના આર્થિક ટેકાથી એક્સટેન્શન સેન્ટર શરૂ કરવા જઈ રહી છે.
પ્રવાસન
દયારા બુગ્વાલ, એન ઓલ સિઝન ટ્રેક ફોર ધ બિગિનર્સ
પર્યાવરણ દિન સ્પેશિયલ
પર્યાવરણ પ્રત્યેની સંવેદનહીનતાથી શરૂ થયેલું ચક્ર અપરિગ્રહ થકી પૂરું થવું જરૂરી છે
પર્યાવરણ દિન સ્પેશિયલ
માનવ પ્રવૃત્તિઓથી ત્રસ્ત-ગ્રસ્ત પર્યાવરણ, પણ કોને કોનાથી ખતરો?
જ્ઞાન-વિજ્ઞાન
સૌરાષ્ટ્રની પ્રાચીન વલ્લભી વિધાપીઠને પુનર્જીવિત કરવાની યોજના ફાઇલોમાં જ ઢબુરાઈ
કવર સ્ટોરી
૫. બંગાળના રાજકારણના રક્ત ચરિત્રને બદલવાનો સમય પાકી ગયો છે