Facebook Pixel ઘર એટલે ધરતી પરનું સ્વર્ગ | Chitralekha Gujarati - news - Bu hikayeyi Magzter.com'da okuyun
Magzter GOLD ile Sınırsız Olun

Magzter GOLD ile Sınırsız Olun

Sadece 9.000'den fazla dergi, gazete ve Premium hikayeye sınırsız erişim elde edin

$149.99
 
$74.99/Yıl

Denemek ALTIN - Özgür

ઘર એટલે ધરતી પરનું સ્વર્ગ

Chitralekha Gujarati

|

September 29, 2025

સંયુક્ત રાષ્ટ્રસંઘ અર્થાત્ ‘યુનો’ દર મહિને જાત-ભાતના દિનોની ઉજવણી કરે છે. ઑક્ટોબરના પ્રથમ સોમવારે આવશે ‘વર્લ્ડ હૅબિટાટ ડે’. આદિમકાળથી અત્યાર સુધી માનવી અવનવા સ્થળે, અવનવી પરિસ્થિતિમાં દરેક જાતના અનુકૂલન સાધીને પોતાનો આશિયાનો બનાવતો રહ્યો છે. એ પ્રત્યે જાગૃતિ આણવા આ દિવસ જુદા જુદા થીમ સાથે ઊજવાય છે. આજે એ વિશે થોડી ચિત્ર-વિચિત્ર જાણકારી મેળવીએ.

- નિતુલ ગજ્જર (વડોદરા) । ઉમંગ વોરા (મુંબઈ)

ઘર એટલે ધરતી પરનું સ્વર્ગ

નને શાંતિ આપે, તનને આરામ આપે, પરિવારને છત આપે અને તમામ પ્રકારની પરિસ્થિતિ સામે રક્ષણ આપે એવી જગ્યા એટલે ઘર. દરેક જીવ માટે વસવાટની જગ્યા અત્યંત મહત્ત્વની હોય છે, કારણ કે એ જીવનનો આધાર છે. એક પરિવાર વસે એને ઘર કહીએ અને એકથી વધુ પરિવારોના વસવાટને વસાહત અથવા ગામ કહીએ. સામાન્ય રીતે લોકો પોતાના પરિચિત અને પ્રિયજનોની નજીક વસવાનું પસંદ કરે છે, જેથી સમુદાયની ભાવના મજબૂત બને અને જીવન વધુ આનંદમય બને.

વસવાટલાયક જગ્યાઓનું મહત્ત્વ સમજાવવા, એની વિશેષતા વિશે જાણકારી આપવા અને દરેક વ્યક્તિને માથે છત હોવાના મૂળભૂત માનવીય અધિકાર વિશે જાગૃતિ ફેલાવવા દર વર્ષે ઑક્ટોબરના પ્રથમ સોમવારને વર્લ્ડ બિટાટ ડે (વિશ્વ વસવાટ દિન) તરીકે ઊજવવામાં આવે છે. યુનાઈટેડ નૅશન્સે ૧૯૮૫માં આ દિવસની શરૂઆત કરી હતી, પરંતુ પ્રથમ ઉજવણી ૧૯૮૬માં થઈ, જેનો થીમ હતો શેલ્ટર ઈઝ માય રાઈટ (ઘર અથવા આશ્રય મારો અધિકાર છે). ત્યારથી દર વર્ષે વિવિધ થીમ્સ સાથે આ દિવસ ઊજવાય છે, જેમ કે શહેરી વિકાસ, આબોહવા પરિવર્તન અને અસમાનતા, વગેરે. ભીડભાડવાળાં શહેરો ઉપરાંત વિશ્વમાં ઘણી અનોખી વસાહતો છે, જ્યાં લોકો આપણી કલ્પના બહારના વાતાવરણમાં વર્ષોથી વસી રહ્યા છે. આવી કેટલીક અદ્ભુત વસાહતો વિશે જાણીએ...

આકાશ સાથેનું અનોખું જોડાણ

ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં રિસોર્ટ્સ કે ફાર્મ હાઉસમાં ટ્રી હાઉસ જોવા મળે છે. આ કૃત્રિમ ઘરો જમીનથી ૧૫ ફૂટ જેટલાં ઊંચાં વૃક્ષો પર બનાવવામાં આવે છે અને એમાં ઘણાં તો અંદરથી અત્યંત વૈભવી હોય છે, પરંતુ આવાં ઘરોમાં રોકાણ મોંઘું પડે છે, કારણ કે વૃક્ષ પર ઘરનું બાંધકામ અને તેની જાળવણી સરળ નથી. એની સામે વિશ્વના કેટલાક આદિવાસી સમુદાયો માટે વૃક્ષઘરો જીવનનો અભિન્ન ભાગ છે.

image

Chitralekha Gujarati'den DAHA FAZLA HİKAYE

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એમના વિરોધનું કારણ સમજો...

શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.

time to read

4 mins

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આમાં કોનો વાંક છે?

હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?

time to read

2 mins

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.

time to read

1 min

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સિંહો ફરી રોગચાળાના સકંજામાં...

એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?

time to read

4 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર

સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.

time to read

4 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...

ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.

time to read

5 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શું તમે ઓશિયાળા છો?

ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –

time to read

2 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?

સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...

time to read

4 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત

અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.

time to read

5 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.

time to read

1 min

15 June, 2026

Listen

Translate

Share

-
+

Change font size