Denemek ALTIN - Özgür
સંબંધોની બેડશીટ આમથી ખેંચો તો તેમથી ખેંચાય...
Chitralekha Gujarati
|December 16, 2024
સુખ રૂટિન થઈ જાય પછી આપણને પ્રશ્ન થાય છેઃ બસ, આટલું જ? હવે બીજું શું? જ્યાં સુધી આપણને એમ થતું રહે કે હું અત્યારે જે કરું છું એના કરતાં વધુ દિલચસ્પ બીજું કંઈક છે ત્યાં સુધી બોરડમથી પીછો છોડાવવો અઘરો છે.બોરડમને દૂર કરવાના તમામ પ્રયાસ છેવટે આપણને વધુ બોરડમ તરફ જ લઈ જાય છે.
અણગમતું લિસ્ટ...
પતિ-પત્ની વચ્ચે લગ્નના એક વર્ષમાં જ મુશ્કેલી શરૂ થઈ. એક દિવસ પત્નીએ કહ્યુંઃ ‘લગ્નને કેવી રીતે મજબૂત કરવાં એ અંગે મેં એક પુસ્તકમાં વાંચ્યું છે. એમાં આપણને એકબીજાની ના ગમતી બાબતોને એક કાગળ પર લખવાની અને પછી સાથે બેસીને એની ચર્ચા કરવાની.'
પતિએ હા પાડી. બન્ને અલગ અલગ રૂમમાં બેઠાં અને એકબીજાને શું નથી ગમતું એનું લિસ્ટ બનાવ્યું. બીજા દિવસે બ્રેકફાસ્ટ પર પત્નીએ ત્રણ પાનાંનો કાગળ કાઢ્યો અને પતિમાં શું શું ખૂટે છે એ વાંચવા લાગી. પતિની આંખમાં પાણી આવી ગયાં. પત્નીએ પૂછ્યું કે શું થયું? તો પતિએ આંખો લૂછીને કહ્યું કે કશું નહીં, તું વાંચવાનું ચાલુ રાખ. પત્નીએ લિસ્ટ પૂરું કર્યું અને પછી પતિને કહ્યુંઃ ‘હવે તારો વારો.’
પતિએ શાંતિથી કહ્યું: ‘મારા લિસ્ટમાં કશું નથી. મને એટલી ખબર છે કે હું પરફેક્ટ નથી, તું પરફેક્ટ નથી અને દુનિયાઆખી પણ પરફેક્ટ નથી, પરંતુ આપણે બન્ને સાથે છીએ એ પરફેક્ટ છે. મારે તારામાં કોઈ ચેન્જ નથી જોઈતો. તું જેવી છો એવી બરાબર જ છો. તું અહીં આ ક્ષણે, મારી સાથે મારી ત્રુટિઓ ચર્ચવા બેઠી છો એ મારા માટે એક પરફેક્ટ ક્ષણ છે.’ હવે આંખોમાંથી પાણી વહાવવાનો વારો પત્નીનો હતો.
***
તાજેતરમાં જાણીતા સંગીતકાર એ.આર. રેહમાન અને એમની પત્ની સાયરા બાનુ ચર્ચામાં હતાં. બન્ને ૨૯ વર્ષ જૂનાં લગ્નમાંથી અલગ થઈ ગયાં છે. ટ્વિટર પર પોતાની ઘોષણામાં ઓસ્કાર વિજેતા રેહમાને લખ્યું હતુંઃ ‘અમને આશા હતી કે અમે ત્રીસ વર્ષ પૂર્ણ કરીશું, પરંતુ એવું લાગે છે કે બધી ચીજોનો એક અદશ્ય અંત આવે છે. ભગ્ન હૃદયના ભારથી ભગવાનનું સિંહાસન પણ હચમચી શકે છે. તેમ છતાં એ કાટમાળમાં આપણે અર્થ શોધીએ છીએ, ભલે ટુકડાઓને ફરીથી એમની જગ્યા ન મળે. મિત્રો, આ નાજુક તબક્કામાંથી પસાર થવાના સમયમાં અમારી પ્રાઈવસીનો આદર કરવા બદલ આભાર.'
દેખીતી રીતે જ મિડિયા અને સોશિયલ મિડિયામાં આ સમાચારને મામલે બહુ ઉત્સાહ સૂચક હતો અને લોકો એમાં જ્યુસ શોધતા હતા, પરંતુ સાયરા વતી એમનાં વકીલ વંદના શાહે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે પતિ-પત્નીના તલાક પાછળ બેવફાઈ (લગ્નબાહ્ય સંબંધ) નહીં, પણ બોરડમ કારણભૂત છે.
Bu hikaye Chitralekha Gujarati dergisinin December 16, 2024 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
Chitralekha Gujarati'den DAHA FAZLA HİKAYE
Chitralekha Gujarati
મેડિકલ સાયન્સ અને મક્કમ મનોબળે એક થઈને સોં ચમત્કાર!
જેના અંતિમસંસ્કારની વિધિ ચાલી રહી હતી એ તો હિમાલયના બરફનાં તોફાનોને ચીરીને, ઘૂંટણભેર સરકતો પાછો આવી રહ્યો હતો... અન્ન-જળ-ઑક્સિજનના સિલિન્ડર વગર એવરેસ્ટની કાતિલ ઠંડી અને ડેથ ઝોનમાં છ-છ દિવસ સુધી મોત સામે ઝઝૂમનાર બાવન વર્ષી શેરપાની સાહસકથા.
3 mins
22 June, 2026
Chitralekha Gujarati
ચાલો, પુનઃ પ્રાપ્ત કરીએ આપણા પરમ ભાગ્યને
ભારત અત્યારે ઈતિહાસના ત્રિભેટે આવીને ઊભું છે. સ્વતંત્રતાની શતાબ્દી નિમિત્તે વર્ષ ૨૦૪૭ સુધીમાં સંપૂર્ણપણે વિકસિત રાષ્ટ્ર બનવાનું સ્વપ્ન માત્ર પ્રેરક સ્લોગન નથી, રાષ્ટ્રીય અનિવાર્યતા છે. એક સમયે જ્ઞાન, નાવીન્ય અને સમૃદ્ધિમાં વૈશ્વિક સુકાની એવા ભારતે આધુનિક પડકારોને સણસણતો જવાબ આપવા સાથે પોતાની સાંસ્કૃતિક શક્તિઓનો નવસાક્ષાત્કાર કરવો જ રહ્યો. આ સફર માત્ર નરી સરકારી નીતિઓથી પૂર્ણ નહીં થાય, એના માટે ૧૪૫ કરોડ ભારતીયોનાં હૈયાંની સામૂહિક ઈચ્છાશક્તિ જોઈશે.
6 mins
22 June, 2026
Chitralekha Gujarati
મૂકો લાપસીનાં આંધણ, સારસ પક્ષીની વસતિમાં વધારો થયો છે...
દુનિયાના અનેક દેશમાં આ પક્ષીની સંખ્યા સતત ઓછી થઈ રહી છે ત્યારે ભારતમાં સરકાર, અમુક સંસ્થા અને ખાસ તો જાગ્રત નાગરિકોની જહેમત રંગ લાવી રહી છે. પરસ્પર પ્રેમ અને સમર્પણના પ્રતીક એવા ઊડતા જીવ તો ‘રામાયણ’ જેવા મહાકાવ્યના સર્જન પાછળની પ્રેરણા મનાય છે.
5 mins
22 June, 2026
Chitralekha Gujarati
૯૦ વર્ષનો વિશ્વાસ...૭૭ વર્ષનો ગુજરાતી અહેસાસ!
ઘરના કોઈ ખૂણે ધૂળ ખાતો રેડિયો સેટ. એના પર નાનકડો નોબ. નોબના ફરતાં જ હવામાં રેલાતા મધુર સ્વર! એક સમયે એ માત્ર અવાજ નહોતો, પણ શ્રોતાનાં મનનું આકાશ હતું. સમય બદલાયો, સારમાધ્યમ બદલાયાં, સાંભળનારા ઘટ્યા છતાં રેડિયોની લોકપ્રિયતા સાવ ઓસરી નથી. આઠ જૂને ‘આકાશવાણી’એ પ્રસારણનાં ૯૦ વર્ષ પૂર્ણ કર્યાં... તો રેડિયોના માધ્યમથી ગુર્જર ધરાની સંસ્કૃતિ-સંગીત-સંવેદનાનાં બ્રોડકાસ્ટિંગનાં ૭૭ વર્ષ થયાં. ચાલો, જઈએ સ્મૃતિના સંગાથે પ્રસારણપ્રવાસે...
4 mins
22 June, 2026
Chitralekha Gujarati
વિશ્વના મંચ પર ગુંજતો ગુજરાતનો સાદ
ગુજરાત આજે આત્મનિર્ભર ભારતનું સૌથી મજબૂત એન્જિન બની ગયું છે. એક સમયે જે ઉદ્યોગો સંપૂર્ણપણે આયાત પર નિર્ભર હતા એ આજે નિકાસમાં નવા રેકૉર્ડ સર્જી રહ્યા છે. મોરબીના સિરામિક ઉદ્યોગ અને રાજકોટનાં રમકડાંએ ચીનની મોનોપોલી તોડી છે, તો એક સ્થાનિક બ્રાન્ડ્સ વિદેશી ઠંડાં પીણાંઓને ટક્કર આપી રહી છે. અમેરિકન ડિફેન્સ માટે રાજકોટમાં બનતા શસ્ત્રોના પાર્ટ્સ હોય, બેરિંગની રિંગ્સ હોય કે પછી સુરત-વાપીમાં બનતા અત્યાધુનિક હાર્ટ સ્ટેન્ટ અને હજીરાનું મજબૂત સ્ટીલ હોય, ગુજરાતના ઉદ્યોગ સાહસિકોએ સાબિત કરી દીધું છે કે ‘મેક ઈન ઈન્ડિયા’ માત્ર નારો નથી, પરંતુ એક વાસ્તવિકતા છે. આ લેખ આયાતથી નિકાસ સુધીની ગુજરાતની આ ગૌરવશાળી સફરની ગાથા છે.
8 mins
22 June, 2026
Chitralekha Gujarati
મહોબ્બત અને માણસાઈના આખરી શાયરની અલવિદા
બશીર બદ્ર એક વાર કોઈ મુશાયરામાં પૂછવામાં આવ્યું કે એમની ગઝલોમાં આટલી સાદગી કેમ છે? બશીરજી હળવેથી સ્મિત કરીને બોલ્યા હતાઃ ‘હું એ જ ભાષામાં લખું છું, જેમાં લોકો રડે છે, હસે છે અને પ્રેમ કરે છે.’ કદાચ એટલા માટે જ એમની ગઝલ નવાબી દરબારોની વાહવાહીમાંથી બહાર નીકળીને સામાન્ય માણસના દિલ સુધી પહોંચી.
5 mins
22 June, 2026
Chitralekha Gujarati
વિલન નામે અલ નીનો... શું આ વર્ષે ચોમાસું ખેડૂતોની કસોટી કરશે?
કેરળમાં મેઘરાજાએ એન્ટ્રી તો કરી દીધી, પણ પડદા પાછળ પ્રશાંત મહાસાગરનો એક ગ્લોબલ વિલન સક્રિય થઈ રહ્યો છે, જેનું નામ છે ‘અલ નીનો’. ગ્લોબલ વૉર્મિંગ અને આપણું પરંપરાગત વર્ષાવિજ્ઞાન બન્ને નબળા ચોમાસા તરફ ઈશારો કરી રહ્યાં હોય ત્યારે ભારતીય ખેતી અને અર્થતંત્ર સામે કેવાં મોટાં સંકટ તોળાઈ રહ્યાં છે? સમજીએ ચોમાસાનું અટપટું ગણિત.
4 mins
22 June, 2026
Chitralekha Gujarati
એમના વિરોધનું કારણ સમજો...
શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.
4 mins
22 June, 2026
Chitralekha Gujarati
આમાં કોનો વાંક છે?
હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?
2 mins
22 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.
1 min
22 June, 2026
Listen
Translate
Change font size

