Denemek ALTIN - Özgür
બનાસકાંઠાને સંસ્કારકાંઠા બનાવીએ...
Chitralekha Gujarati
|October 21, 2024
ઉત્તર ગુજરાતના આ જિલ્લાને વ્યસનમુક્ત અને બાળકોને સંસ્કારયુક્ત બનાવવાની અનેરી ઝુંબેશ બે જૈન મુનિએ અઢી વર્ષથી આદરી છે. સ્થળનાં નામ બદલવાના શોખ સામે જિલ્લાની ઓળખ બદલવાનો કેવો છે આ પરમાર્થભર્યો પરિશ્રમ?
ત્રણેક વર્ષ પહેલાંની વાત. બનાસકાંઠાના નેસડા ગામમાં યુવા જૈન મુનિ કલ્પરક્ષિતવિજય અને જ્ઞાનરક્ષિતવિજય ચાતુર્માસ ગાળતા હતા. એક દિવસ ત્રણ જૈનેતર મહિલા દર્શને આવી. એકે વ્યથા ઠાલવીઃ મહારાજ સાહેબ, મારી સોનાની બુટ્ટી વેચીને મારા ઘરવાળાએ દારૂ લાવીને પીધો...
બીજી બે ગૃહિણીની પણ એ જ ફરિયાદઃ પતિ ઘરની વસ્તુ વેચી દે છે... પછી દારૂ પીને મારઝૂડ કરે છે.
બન્ને મુનિએ બાદમાં જાણ્યું કે બનાસકાંઠામાં વર્ષોથી દારૂ અને અફીણના સેવનની બદી વ્યાપેલી છે. દેશી દારૂ ગળાય છે, વેચાય છે અને પીવાય છે. અમુક ગામોમાં જન્મ-મરણના સારા-નરસા પ્રસંગ તથા અમુક તહેવારમાં અફીણ પીવા–પિવડાવવાની પરંપરા પણ છે. આ વ્યસનથી ઘણાએ જાન ગુમાવ્યા છે અને અનેક પરિવાર બેહાલ થયા છે. સાથે સમાજમાં કુરિવાજ પ્રવર્તે છે. કદાચ એટલે જ અમુક લોકો ક્યારેક કટાક્ષમાં બનાસકાંઠાને બદમાશકાંઠા કહે છે.
બન્ને દૂષણને તિલાંજલિ અપાવવાની જવાબદારી આમ તો સરકાર અને સમાજની. એમાં અમુક અગ્રણીઓએ લોકોને સુધારવા સામાજિક બહિષ્કાર સુધીના નિયમો બનાવ્યા, પણ પરિણામ ન મળ્યું.જૈન સંતો ધર્મરક્ષા, ધર્મપ્રચાર અને આત્મકલ્યાણ, જીવદયા, શિક્ષણ, સેવાની પ્રવૃત્તિ કરે. અહીં બન્ને મુનિએ ગૃહિણીઓની પીડા સાંભળીને વ્યસનમુક્તિ કાજે સમાજ સુધારણાનું ક્ષેત્ર પસંદ કર્યું. કામ લાંબા ગાળાનું અને થોડું જોખમી પણ ખરું, છતાંય વતન બનાસકાંઠાને વ્યસનમુક્ત કરવાના સદ્ભાવથી સ્વેચ્છાએ ઝુંબેશ આદરી. સૂત્ર રાખ્યું: ચાલો, બનાસકાંઠાને સંસ્કારકાંઠા બનાવીએ.
મુનિ કલ્પરક્ષિતવિજયબન્ને મુનિ મૂળ બનાસકાંઠાના ઉંબરી ગામના. જન્મ મુંબઈવાસી હીરાના વ્યવસાયી કરોડપતિ જૈનદંપતી પ્રજ્ઞા શૈલેશ શાહને ત્યાં. એમના પુત્ર હેરીન અને જિમીએ અનુક્રમે છ અને ચાર ધોરણ ભણીને કિશોરવયે આચાર્ય રામચંદ્રસૂરીજી સમુદાયના આચાર્ય આગમવિશારદ તપોરત્નસૂરીશ્વરજી પાસે ૧૯૯૮માં દીક્ષા લીધી. એ બન્યા મુનિ કલ્પરક્ષિતવિજય અને ગણિવર્ય જ્ઞાનરક્ષિતવિજય. પછી એમનાં માતા-પિતાએ પણ સંસારત્યાગ કર્યો.
Bu hikaye Chitralekha Gujarati dergisinin October 21, 2024 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
Chitralekha Gujarati'den DAHA FAZLA HİKAYE
Chitralekha Gujarati
એમના વિરોધનું કારણ સમજો...
શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.
4 mins
22 June, 2026
Chitralekha Gujarati
આમાં કોનો વાંક છે?
હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?
2 mins
22 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.
1 min
22 June, 2026
Chitralekha Gujarati
સિંહો ફરી રોગચાળાના સકંજામાં...
એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર
સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...
ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
શું તમે ઓશિયાળા છો?
ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –
2 mins
15 June, 2026
Chitralekha Gujarati
ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?
સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત
અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.
1 min
15 June, 2026
Listen
Translate
Change font size

