Denemek ALTIN - Özgür
મંગલ ગાઓ. ભાઈ..
Chitralekha Gujarati
|July 01, 2024
સમયના વહેણમાં ઘણી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરા લુપ્ત થતી હોય છે, પણ પુષ્ટિમાર્ગમાં જેને પાંચમો વેદ કહે છે એ હવેલી સંગીતની પ્રાચીન પરંપરા નામશેષ થવાના મૂડમાં નથી. આ પરંપરામાં તાલીમ લેવા માટે યુવાપેઢી ખૂબ ઉત્સાહી છે. ૨૧ જૂને વિશ્વ સંગીત દિન ઊજવાઈ રહ્યો છે ત્યારે શ્રીપ્રભુની મંગળાથી શયન પર્યંતની સેવા સાથે સંલગ્ન કીર્તનપ્રથા સુરતના અગ્રણી કીર્તનિયા પાસેથી સમજવા જેવી છે.
કોઈ પણ પુષ્ટિમાર્ગી હવેલી અર્થાત્ મંદિરમાં પ્રવેશ કરો એટલે ઝાંઝ-પખવાજની સંગત સાથે સંગીતની મધુર સુરાવલી તમારા કર્ણપ્રદેશમાં મિસરી ઘોળવા લાગે. મંગલા, શૃંગાર, પલના, રાજભોગ, ઉત્થાપન, ભોગ, આરતી અને શયન એમ આઠ સેવા દરમિયાન કીર્તન થાય છે. અન્ય પ્રકારનાં સંગીતમાં બધા રસ અનુભવવા મળે, પણ હવેલીમાં ગવાતાં કીર્તનમાં માત્ર ભક્તિરસ છે. એ મનોરંજનનું સાધન નથી.
ઈતિહાસ જુઓ તો સોળમી સદીમાં ભારતમાં સંગીતની એક નવી ધારા વહી હતી, જેણે પુષ્ટિમાર્ગને ભક્તિથી તરબતર કર્યો. અષ્ટસખા દ્વારા રચાયેલાં અને ગવાયેલાં સંગીતમય પદોની સરવાણી વખત જતાં આકાશવાણીના કાર્યક્રમોમાં પ્રસ્તુત થવા માંડી ત્યારથી એને હવેલી સંગીત એવી ઓળખ મળી.
મોટા ભાગે પ્રાચીન વારસો અસ્તિત્વ સામે ઝઝૂમતો જોવા મળે. હવેલી સંગીત પણ એ જ શ્રેણીમાં હતું. જો કે અત્યારે એવા કેટલાક કીર્તનકારો છે, જે હવેલી સંગીતની હવેલીને નામશેષ થવા દેવાના નથી, ઊલટું એમના પ્રયાસોથી આ ઉજ્જ્વળ પરંપરા નવી પેઢીમાં ઝડપથી લોકપ્રિય થઈ રહી છે. સુરતના કીર્તનકાર મોહનભાઈ જમરિયાનું આ પ્રયાસમાં ઉલ્લેખનીય યોગદાન છે.
બધી માથ મોહનભાઈ હોળી અને જન્માષ્ટમી સમયે બે જાહેર કાર્યક્રમ કરે છે, જેમાં શ્રોતાઓ વિનામૂલ્યે કીર્તનશ્રવણ કરે છે. આ રીતે એ ૪૮ કાર્યક્રમો કરી ચૂક્યા છે. એમનાં પત્ની હેમલતાબહેન સહિત અનેક ગાયકો કોરસમાં એમનો સાથ આપે છે.

Bu hikaye Chitralekha Gujarati dergisinin July 01, 2024 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
Chitralekha Gujarati'den DAHA FAZLA HİKAYE
Chitralekha Gujarati
એમના વિરોધનું કારણ સમજો...
શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.
4 mins
22 June, 2026
Chitralekha Gujarati
આમાં કોનો વાંક છે?
હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?
2 mins
22 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.
1 min
22 June, 2026
Chitralekha Gujarati
સિંહો ફરી રોગચાળાના સકંજામાં...
એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર
સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...
ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
શું તમે ઓશિયાળા છો?
ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –
2 mins
15 June, 2026
Chitralekha Gujarati
ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?
સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત
અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.
1 min
15 June, 2026
Listen
Translate
Change font size

