પોંરાણિક કાળમાં ઋષિઓ તપ કરવા જંગલમાં જતા, આજે પણ ઘણા સાધુઓ હિમાલયમાં સાધના કરે છે. સાધના કરવા યોગ્ય આવું એક સ્થાન જે કચ્છનું એકમાત્ર પ્રાકૃતિક જંગલ છે એ સરકારી પળોજણમાં અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યું છે.
વાત કરવી છે ઐતિહાસિક વિરાસત સમી ચાડવા રખાલની... રખાલ એટલે રાજાશાહીના સમયથી ખાનગી જંગલ માટે વપરાતો કચ્છી શબ્દ, રખાલ એટલે સુરક્ષિત વન. ઈસવી સન ૧૮૬૦થી ૧૯૦૦ દરમિયાન કચ્છમાં આવી ૪૪ રાજાશાહી રખાલો હતી. પછી રાજવી નૂર ઝંખાવાતાં ગયાં એમ મોટા ભાગની રખાલ કાં વેરાન થઈ ગઈ અને કાં તો નાની સરકારી અભયારણ્યમાં ફેરવાઈ ગઈ, જેને હવે રાજાશાહી ઈતિહાસ સાથે કોઈ સંબંધ રહ્યો નથી.
આવા સંજોગોમાં ભૂજથી ૨૭ કિલોમીટર દૂર સામત્રા ગામની સીમ બહાર ૧૨,૭૯૨ એકર (બાવન ચોરસ કિલોમીટર અથવા ૫૧૭૯ હેક્ટર) માં ફેલાયેલી ચાડવા રખાલ હજી રાજાશાહી વિરાસત તરીકે બચી છે. ગુજરાતમાં આ પ્રકારનું અને આટલું મોટું જંગલ કચ્છ સિવાય ક્યાંય નથી, જ્યાં કચ્છનાં અનેક લુપ્ત થતાં અને વન્યજીવ વન સંરક્ષણ ધારા હેઠળ શેડ્યુઅલ-એકમાં આવતાં પ્રાણી, પક્ષી, જૈવ વિવિધતા ધરાવતી વનસ્પતિ આજે પણ હયાત છે.
સરકારે રજવાડાં ખતમ કર્યા પછી ધીરે ધીરે રજવાડી જમીન હસ્તગત કરવા માંડી. હવે કચ્છની આ એકમાત્ર પ્રાકૃતિક વિરાસત પણ શ્રી સરકાર થઈ જશે તો કચ્છની પ્રાકૃતિક સંપદાનું શું થશે એવી દહેશત કચ્છવાસી ઓને થવા લાગી છે.
કચ્છમાં રાજવી પરિવાર સાથે સંકળાયેલા પરિવારની છઠ્ઠી પેઢીના અને ભૂજમાં એકમાત્ર બચેલા પારસી પરિવારના જેહાનભાઈ ભૂજવાલા ચાડવા રખાલની સારસંભાળ અને સંચાલન કરનારા મહારાવ પ્રાગમલજી નૅચરલ કન્ઝર્વેશન ટ્રસ્ટના ટ્રસ્ટી છે.
Bu hikaye Chitralekha Gujarati dergisinin May 13, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin May 13, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
૪ જૂન પછી શૅરબજારમાં શું થશે?
મોદી સરકાર ઈસ બાર કિતને પાર...નું પરિણામ આવવાને થોડા દિવસની જ વાર છે. આવા નાજુક સમયમાં આર્થિક જગતની નજર શૅરબજાર, વિદેશી રોકાણના પ્રવાહ તેમ જ વેપાર-ઉદ્યોગ વિશે ટોચના નેતાઓનાં નિવેદન પર હોય એ સ્વાભાવિક છે.
સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી
દરિયો ભરીને જમીન પેદા કરવાનો માલદીવ્સનો પ્રોજેક્ટ એક તરફ કૂવો અને એક તરફ ખાઈ હોય ત્યારે આપણે કૂવામાં કૂદવાનું પસંદ કરીએ, કેમ કે ત્યાં ખાઈ કરતાં બચવાના ચાન્સ વધારે હોય. હમણાં ભારતના શત્રુ બની બેઠેલા ટાપુરાષ્ટ્ર માલદીવ્સે પણ એક ભૌગોલિક વિનાશથી બચવા કૂવામાં કૂદવાનું નક્કી કર્યું, પણ... જાણીએ, શું છે આખો મામલો?
બાળક તરીકે આપણે કેવાં છીએ?
સંયુક્ત કુટુંબવ્યવસ્થા જેની ઓળખ છે એવા આપણા દેશમાં વડીલોની હાલત પણ જાણી લો.
બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!
નકારાત્મક લાગણી અનુભવવી કોઈને ગમતી નથી, પણ ખરેખર તો આ લાગણી તંદુરસ્ત જીવન માટે જરૂરી છે.
યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...
ક્યારે ખાવ છો, શું ખાવ છો અને ભૂખ લાગે ત્યારે જ ખાવ છો... આ બધું જરૂરી છે સ્વાસ્થ્ય જાળવવા માટે.
લોકોને ચુસ્તી-સ્ફૂર્તિનું દાન આપે છે આ મહિલા!
એમનું ધ્યેય એક જ છે, ગમે તે રીતે લોકોને વ્યાયામ કરતાં કરવા. વર્ષોથી મુંબઈના જુહૂ બીચ પર ફિટનેસના વિનામૂલ્ય વર્ગો લેતાં આ મહિલાની લગનીને ખરેખર બિરદાવવા જેવી છે.
પાઠ્યપુસ્તકો પસ્તીમાં ન પધરાવો... સાવધાન!
વૅકેશન પડે એટલે વિદ્યાર્થીઓ વીતી ગયેલા વર્ષની ટેક્સ્ટ બુકનો નિકાલ કરવાની વેતરણમાં લાગી જાય, પણ આ પુસ્તકો પોતાની પછીના વર્ષના જરૂરતમંદ સ્ટુડન્ટ્સને મળે એવું કંઈક એ કરે તો? ગુજરાતમાં અનેક સંસ્થા ‘એક હાથ સે લેના... એક હાથ સે દેના...’ જેવું સ્તુત્ય કામ પાઠ્યપુસ્તકોના રિ-યુઝ માટે કરી રહી છે.
અવરોધો ઊભા કરવાની કળા
ચાહે છે કે આંબા ઊગી નીકળે કિન્તુ જ્યાં ને ત્યાં વાવી બેઠા છે બાવળ બાવળ. - બાલકૃષ્ણ સોનેજી
સોશિયલ મિડિયા સાથેની દોસ્તી નોકરી માટે ખતરારૂપ
શું સોશિયલ મિડિયાના વપરાશના લીધે નોકરી જઈ શકે? કારકિર્દી જોખમમાં આવી શકે? બિલકુલ. જો તમારો સોશિયલ મિડિયા પ્રોફાઈલ, તમારી પોસ્ટ તમને બેજવાબદાર રજૂ કરે તો નોકરી જઈ શકે, નવી નોકરી મળી પણ ન શકે.
ડાયાબિટીસ કાબૂમાં રાખવા સ્વીટનર ખાવ છો? તો તમે ખાંડ ખાવ છો!
મીઠી સાકરની બીમારી હોય તો સાકરને બદલે ઘણા લોકો સ્વીટનર પર પસંદગી ઉતારે છે. એમાંય હવે તો સ્ટિવિયા વનસ્પતિનો સ્વીટનરમાં ઉપયોગ થવા લાગ્યો છે. જો કે બધું પીળું સોનું હોતું નથી એમ ભેળસેળને કારણે સ્ટિવિયામાંથી બનતી બધી ચીજો આરોગ્યપ્રદ હશે એમ માની લેવાની ભૂલ કરવા જેવી નથી.