Denemek ALTIN - Özgür
રામદેવના પલટીઆસન સામે સુપ્રીમ કોર્ટનું ક્રોધાસન
Chitralekha Gujarati
|April 29, 2024
યોગ ઉપરાંત આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સાથી ભારે લોકપ્રિય થનારા બાબા રામદેવ અને એમના ‘પતંજલિ ગ્રુપે’ હઠીલા રોગોની ૧૦૦ ટકા સારવાર અંગેના સતત ફેલાવેલા દાવા સામે સર્વોચ્ચ અદાલતે લાલ આંખ કરી છે. જો કે આ વિવાદનાં મૂળિયાં દેખાય છે એના કરતાં જુદાં અને વધારે ઊંડાં છે.
સમાજ ભલે કાયદો ગધેડો હોવાની કે ન્યાયની દેવીને આંધળી ગણવાની રમૂજ કરે, પણ અદાલત હંમેશાં પોતાનાં આંખ, કાન ખુલ્લાં રાખે છે અને એની ઝપટે ચઢનારને ગધેડા જેવા ગણાતા કાયદાથી પણ ધોળે દિવસે તારા દેખાડે છે.
આનો પરચો યોગગુરુ બાબા રામદેવને બરાબર મળી ગયો. એમની સામે ૧૯૫૪ના એક વિચિત્ર કાયદા હેઠળ સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે. એમાં બાબાએ પોતાની જીદ, મમત અને મિથ્યા અહંકાર દર્શાવીને પેલા વિવાદાસ્પદ કાયદાની વર્તમાન અપ્રાસંગિકતા કોર્ટમાં પુરવાર કરવાની અમૂલ્ય તક વેડફી નાખી ઉપરાંત સુપ્રીમ કોર્ટના આદેશની અવહેલના કરીને પોતાના જ પગ પર પાણો માર્યો.
ભૂતકાળમાં જઈએ તો ૧૯૫૪માં ઊંટવૈદો અને નીમ હકીમો દ્વારા ભોળા દરદીઓ સાથે કરાતી છેતરપિંડી પર અંકુશ મૂકવા ભારત સરકારે ડ્રગ્સ ઍન્ડ મેજિકલ રેમડીઝ (ઓબ્જેક્શનેબલ ઍર્ટિઝમેન્ટ) ઍક્ટ નામનો કાયદો કરેલો, એ અંતર્ગત અંધાપો, મોતિયો, કૅન્સર, બહેરાશ, પ્રોસ્ટેટની બીમારી, ફીટ, પથરી, ગ્લુકોમા, હૃદયરોગ, બ્લડ પ્રેશર, હિસ્ટેરિયા, ગાંડપણ, કોઢ, મેદસ્વીતા, ન્યુમોનિયા, નપુંસકતા, ટીબી, ટ્યુમર જેવી ૫૪ બીમારીને અનક્યૉરેબલ (સંપૂર્ણ સાજા ન થઈ શકાય એવી) ગણાવી એ મટાડતી જાહેરાતોને પ્રતિબંધિત કરવામાં આવી હતી.
આ કાયદો આજે કોઈને યાદ પણ નહીં હોય અને એટલે જ નૅચરોપથી, યુનાની, આયુર્વેદ કે બીજી ચિકિત્સા પદ્ધતિથી અનેક રોગ સો ટકા સાજા કરવાની લોભામણી જાહેરાતો મિડિયાનાં વિવિધ પ્લૅટફૉર્મ પર છૂટથી જોવા મળે છે. કોઈ જાહેરખબરદાતાને એ કાયદો ક્યારેય નડ્યો નથી. બાબા રામદેવ પણ વર્ષોથી એમના જાહેર કાર્યક્રમોમાં ને ટીવી શોઝમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કૅન્સર, વગેરેના રોગીઓના મોઢે જ બોલાવડાવે છે કે ‘પતંજલિ’ની સારવારથી અસ્થમા,
અમારી બીમારી જડમૂળથી ઠીક થઈ છે.
બાબા આવા પ્રચાર સુધી જ સીમિત રહ્યા હોત તો કોઈએ વાંધો લીધો ન હોત, પણ એમણે એલોપથી, ફાર્મા કંપનીઓ અને એમબીબીએસ ડૉક્ટર્સને સતત વગોવીને ઈન્ડિયન મેડિકલ ઍસોસિયેશન (આઈએમએ) નામની પ્રાઈવેટ તબીબી સંસ્થાને છંછેડી.
Bu hikaye Chitralekha Gujarati dergisinin April 29, 2024 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
Chitralekha Gujarati'den DAHA FAZLA HİKAYE
Chitralekha Gujarati
જલસાઘર
રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો
અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મૂક સેવાનું મધુર સરનામું
મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?
પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મુખવાસ
કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?
સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!
ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...
સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ
પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
આવો, બનાવીએ સોનાર બાંગ્લા...
ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.
4 mins
May 18, 2026
Listen
Translate
Change font size
