Denemek ALTIN - Özgür
મોતને વહાલું કરવાના પ્રયાસ નિષ્ફળ ગયા હવે એ બીજા લોકોનાં જીવનમાં પ્રાણ પૂરે છે!
Chitralekha Gujarati
|February 12, 2024
એની આંખમાં કંઈક નોખું કરવાનાં સપનાં હતાં. એ શમણાં તૂટતાં જોઈ એણે આપઘાતના પ્રયાસ કર્યા. મરજી વિરુદ્ધનાં બે લગ્નની નિષ્ફળતાએ એને નાસીપાસ કરી નાખી... પણ અચાનક એનામાં ફરી જીવવાની અને બીજાની જિંદગીમાં નવા રંગ ભરવાની તમન્ના જાગી. અત્યારે એ મેન્ચ્યુએશન અવેરનેસનું કામ કરે છે અને એકલા રહેતા વડીલો સાથે લાગણીભીના સંબંધનો સેતુ બાંધે છે.
એ ક કલાકાર તરીકે પચાસથી વધારે ગુજરાતી ટીવીસિરિયલ તથા અનેક કાર્યક્રમોનું ઍન્કરિંગ એણે કર્યું. મોડેલિંગ ક્ષેત્રે પણ ઘણી સિદ્ધિ મેળવી. કેટલીક નાની-મોટી જાહેરાતમાં સુદ્ધાં એ ચમકી. પછી અચાનક એક દિવસ સંગીતાએ નક્કી કર્યું કે હવે ક્યારેય એ રૂપેરી પડદે કામ નહીં કરે...
આ છે અમદાવાદમાં રહેતાં સંગીતા પટેલ.૪૫ વર્ષનાં સંગીતાબહેન આજે ગુજરાતની કપ ગર્લ તરીકે ઓળખાય છે. દીકરીને આપો પાંખ ઝુંબેશનાં પ્રણેતા અને કલાસૂર્ય ફાઉન્ડેશનનાં સ્થાપક સંગીતાએ આજે અનેક દીકરી અને વડીલોનું જીવન સંગીતમય બનાવ્યું છે. જો કે એમના સદાય મુસ્કુરાતા ચહેરા પાછળ ક્યાંક વેદનાની નદી પણ વહેતી હતી.
વિસનગર તાલુકાનાં અંબાબહેન અને પુરષોત્તમદાસ પટેલને ત્યાં બે પુત્ર પછી સંગીતાનો જન્મ. ખેડૂતપરિવારમાં ખુશીની લહેર આવી ગઈ. સંગીતા પિતાની ખૂબ લાડકી. સેવાભાવી પિતાની આંગળી પકડી સંગીતા બધે જતી. પિતા જેકરે એ બધું ધ્યાનથી જોતી અને કહેતી પણ ખરીઃ પપ્પા, હું પણ મોટી થઈને તમારી જેમ લોકોની સેવા કરીશ... પિતા પણ નાનકડી દીકરીની કાલીઘેલી વાતો સાંભળી ખુશ થાય.
કરમની કઠણાઈ કહો કે વિધિના લેખ, સપનાના વિશ્વમાં રહેતી સંગીતાએ ૧૧ વર્ષની નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી. પિતાની ઓચિંતી વિદાયથી સંગીતાના માથેથીઆભ અને પગ તળિયેથી જમીન ખસી ગઈ.
પિતા વગરનું વિશ્વ જાણે એના વિચારમાં બેસતું નહોતું, પણ કરવું શું? મા અને મોટા ભાઈ, બધાં પોતાની વેદના વહેંચીને બેઠાં હતાં. એ વખતે સંગીતાને એમ લાગવા માંડ્યું કે મારું તો હવે કોઈ છે જ નહીં. હવે પરિવાર અને સંગીતા વચ્ચેનું મનોમંથન શરૂ થયું.સંગીતા એક અચ્છી ડાન્સર હતી.સ્કૂલમાં નૃત્ય-નાટકમાં ભાગ લેતી. જો કે પરિવારને એ ગમતું નહીંઃ છોકરીએ વળી નાચવાનું કેવું? ઘરનાં કામકાજ શીખો, એ જ કામમાં આવશે...
Bu hikaye Chitralekha Gujarati dergisinin February 12, 2024 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
Chitralekha Gujarati'den DAHA FAZLA HİKAYE
Chitralekha Gujarati
જલસાઘર
રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો
અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મૂક સેવાનું મધુર સરનામું
મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?
પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મુખવાસ
કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?
સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!
ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...
સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ
પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
આવો, બનાવીએ સોનાર બાંગ્લા...
ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.
4 mins
May 18, 2026
Listen
Translate
Change font size
