Facebook Pixel ઓછાંબોલાં, પણ અડીખમ સંપાદક | Chitralekha Gujarati - news - Bu hikayeyi Magzter.com'da okuyun

Denemek ALTIN - Özgür

ઓછાંબોલાં, પણ અડીખમ સંપાદક

Chitralekha Gujarati

|

January 15, 2024

વજુ કોટકના પડછાયા બની રહીને મધુબહેને કયા પત્રકારો પાસેથી કેવું કામ લઈ શકાય એની સૂઝ કેળવી હતી.

- અજિત પોપટ

ઓછાંબોલાં, પણ અડીખમ સંપાદક

લગભગ ૧૯૫૯ના ડિસેમ્બરનું ત્રીજું કે છેલ્લું સપ્તાહ. મુંબઈના કોટ વિસ્તારમાં આવેલી કારવાર સ્ટ્રીટ (હવે વજુ કોટક માર્ગ)માં આવેલા કાર્યાલયમાં પહેલી વાર તંત્રીની ખુરસી પર બેઠાં ત્યારે એકાદ ક્ષણ માટે આંખના ખૂણા ભીના થયા-ન થયા ત્યાં સદ્ગત પતિના આખરી શબ્દો યાદ આવ્યાઃ ‘મધુ, હવે તારે આપણાં છએ છ સંતાનોને સાચવવાનાં છે, હિંમત રાખીને આગળ વધજે...’ આ શબ્દો ફરી ફરીને કાનમાં ગુંજ્યા, તરત આ જાજરમાન મહિલાએ મન મજબૂત કર્યું અને કામમાં મન પરોવ્યું. છ સંતાન. બે થોડાક સમજણા થયેલા પુત્રો અને એક નાનકડી રૂપકડી પુત્રી. ત્રણ સામયિકો-બે માસિક અને એક સાપ્તાહિક.

ઘણા લોકોએ માન્યું હશે કે વજુ કોટકના સ્વપ્ના સમાં આ સામયિકોનું બાળમરણ થઈ જશે, પરંતુ આવા લોકોને કદાચ ખયાલ નહોતો કે વજુ કોટકનાં અર્ધાંગિની આ ત્રણે સામયિકોનો ધરખમ વિકાસ આગવી કોઠાસૂઝ અને અથાક પુરુષાર્થથી કરી દેખાડશે. યસ, આ વાત વાચકો માટે મધુરી કોટક અને ચિત્રલેખા પરિવારના અમારા સૌને માટે મધુબહેન એવાં માનુનીની છે. ૧૯૫૯ના નવેમ્બરની ૨૯મીએ વજુ કોટકે અકાળે ચિરવિદાય લીધી ત્યારે રડતાં-કકળતાં બેસી રહેવાને બદલે પતિના સ્વપ્નને સાકાર કરવા મધુબહેને કમર કસી લીધી. કેવી રીતે કામ કરતાં મધુબહેન? આવો, જાણીએ...

દર વરસે ધનતેરસના દિવસે ચિત્રલેખાના લેખકો, કાર્ટૂનિસ્ટ્સ અને અન્યોને નિમંત્રીને મોં મીઠું કરાવવાની અજોડ પ્રણાલી ચિત્રલેખાએ સ્થાપી હતી. એવા એક પ્રસંગે પત્રકાર શિરોમણ મુરબ્બી વિજયગુપ્ત મૌર્ય વાસુભાઈએ વાતવાતમાં કહેલું: ‘લગભગ મૂગાં લાગે એટલી હદે ઓછાંબોલાં મધુબહેને વજુભાઈની પડખે રહીને કામ કેવી રીતે શીખી લીધું એનું અમને સૌને તો ઓસાણ પણ ન રહ્યું!’

વાસુભાઈની વાતમાં હોંકારો પૂરતાં મૂર્ધન્ય કવિ વેણીભાઈ પુરોહિત બોલ્યા હતાઃ ‘સાવ સાચી વાત. જન્મભૂમિમાં દર શનિવારે આવતી મારી કૉલમ અખા ભગતના ધપ્પા વાંચીને મધુબહેને એક દિવસ મને સૂચવ્યું કે તમે તુલસીદાસજીના ‘રામચરિત માનસ’ની શૈલીમાં જે કૉલમ ‘જન્મભૂમિ’માં લખો છો એવું કંઈક ‘જી’ મૅગેઝિનમાં લખોને. આ સૂચનના અમલ રૂપે મેં ફિલ્મી રામાયણ કૉલમ શરૂ કરી. એ કૉલમ જબરદસ્ત લોકપ્રિય નીવડી.'

Chitralekha Gujarati'den DAHA FAZLA HİKAYE

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જલસાઘર

રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો

અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મૂક સેવાનું મધુર સરનામું

મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?

પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?

સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!

ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...

સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ

પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આવો, બનાવીએ સોનાર બાંગ્લા...

ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.

time to read

4 mins

May 18, 2026

Listen

Translate

Share

-
+

Change font size