Denemek ALTIN - Özgür
ગઈ કાલ ને આવતી કાલને જોડતી પેઢી..
Chitralekha Gujarati
|February 06, 2023
દુનિયાના કોઈ પણ દેશ પાસે નહીં હોય એવું યુવાધન ભારત પાસે છે. આ યુવાનો કળા-વાણિજ્ય-વિજ્ઞાન-ટેક્નોલૉજી એમ વિવિધ ક્ષેત્રમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદાન આપી રહ્યા છે, પરંપરાને નવી પાંખ આપી આપણી સંસ્કૃતિને નવી રીતભાતથી ધબકતી રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે, અવનવી તક ઝડપી નવી ઊંચાઈ પ્રાપ્ત કરી રહ્યા છે. જો વડીલો એમને સમય અને સ્પેસ આપે તો આ પેઢી પુરબહારમાં ખીલી ઊઠશે, દેશને ખીલવશે.
સમય બદલાયો છે.. આ વાક્ય દરેક પેઢી સાંભળે છે અને સંભળાવે છે. સંબંધ, વ્યવહાર અને વ્યાપારનાં સમીકરણો રોજેરોજ બદલાઈ રહ્યાં છે. યુવાનો પાસે નવા સમયની નવી શરતો છે, નવી વ્યવસ્થા છે, નવી દુનિયા છે અને જરાય અવગણી ન શકાય એવી બાબત કે નવી નવી સ્પર્ધા છે.
આપણા સમાજની પરંપરા છે કે યુવાનોના ખભા પર મા-બાપનાં અધૂરાં સપનાંઓનો ભાર હોય છે. એક એવી શિક્ષણ અને સમાજવ્યવસ્થામાંથી આપણે પસાર થયા છીએ કે ભવિષ્ય બાબતે યુવાનો ઉંમરના એક પડાવ સુધી ધુમ્મસમાં જ રહ્યા છે. કૉલેજ પૂરી કર્યા પછી એને સમજાય છે કે એનાં રસ-રુચિ તો કોઈ બીજા જ ફીલ્ડમાં છે અને પછી એકડે એકથી એ ક્ષેત્રમાં ઝંપલાવે. તમારી આસપાસના યુવાનો અને એમની કરિયર વિશે પૂછપરછ કરશો તો રસપ્રદ વિગતો મળશે. એમાંથી ઘણા એવા હશે જે ભણ્યા કંઈક અને આજે વ્યવસાય કંઈક બીજો જ કરી રહ્યા છે.
મા-બાપ તરફથી આ યુવાનો નાનપણથી સરખામણી સાંભળતાં આવ્યા છે. મામાનો, માસીનો, ફઈનો અને કાકાનો દીકરો-દીકરી શું ભણ્યાં અને આજે ક્યાં છે એનાં ઉદાહરણોનો ડૂમો એક આખી પેઢીના ગળે બાઝેલો છે. માર્કશીટ, પહેરવા-ઓઢવાની રીત, ખાવા-પીવાની બાબતો અને વ્યવહારમાં સતત સરખામણી અનુભવીને એક આખી પેઢી માનસિક રીતે થાકી ચૂકી છે. એક નજર આસપાસ કરીએ તો સમજાશે કે યુવાનોની સ્પ્રિંગ જેટલી દાબી હતી એનાથી બમણા જોરે ઊછળી છે.
આજની પેઢીની બે બાબતો એવી છે જે વડીલોને સમજાતી નથી. એક તો સંબંધોની સમજ અને બીજી કરિયરની પસંદ. મા-બાપ કે કુટુંબનાં પ્રેશરથી જે નહોતું ભણવું એ ભણ્યા, દેખાદેખીમાં ઢસરડો કર્યો ભણતરમાં એટલે હવે જ્યારે પગ પર ઊભા રહ્યા અને દુનિયા જોઈ તો આ પેઢીને અચાનકથી એ બ્રહ્મજ્ઞાન લાદ્યું કે જેને જે થવું હોય એ થાય, પણ અમારે તો મનગમતું કરવું છે. વર્ષો સુધી નહોતું ફાવતું એ ભણવું પડ્યું ને કરવું પડ્યું, પણ હવેની સવાર અને સાંજ અમારી છે, કરિયર અમારી છે તો પસંદગી પણ અમારી જ રહેશે. મા-બાપને આઘાત લાગે છે, દુઃખ થાય છે. એ ફળફળતા નિસાસા નાખે છે કે આ સંતાનો શું કરી રહ્યાં છે. આ પેઢીના મનમાં એવી વાત છે કે હવે કહીને નહીં, પણ કરીને બતાવવું છે.
Bu hikaye Chitralekha Gujarati dergisinin February 06, 2023 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
Chitralekha Gujarati'den DAHA FAZLA HİKAYE
Chitralekha Gujarati
જલસાઘર
રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો
અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મૂક સેવાનું મધુર સરનામું
મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?
પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મુખવાસ
કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?
સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!
ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...
સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ
પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
આવો, બનાવીએ સોનાર બાંગ્લા...
ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.
4 mins
May 18, 2026
Translate
Change font size

