હે : અમર બની ગયેલા પલ દો પલ કા ગાયક : મુકેશ
ABHIYAAN|September 02, 2023
ત્રણ મહાન ગાયકો મુકેશ, રફી અને કિશોર કુમારમાં મુકેશે આગવી પરંપરા બનાવીને સ્થાન મેળવ્યું. આમ તો ગાયક પરંપરા વિચારીએ તો આજે પણ આ ત્રણ ગાયકોની ગાયકી અને શૈલી આધારે જ દરેક નવા ગીત અથવા ગાયકોની તુલના થાય છે
દેવલ શાસ્ત્રી
હે : અમર બની ગયેલા પલ દો પલ કા ગાયક : મુકેશ

પ્રસિદ્ધ ગાયક મુકેશની પુણ્યતિથિ નિમિત્તે ટીમ અભિયાન’માંથી એક સંદેશો આવે છે, મુકેશ વિશે લખશો? ‘અભિયાન’ જેવા માતબર મૅગેઝિનમાંથી ફોન આવવો એ મારા માટે ગૌરવની વાત હતી. આમ પણ મુકેશના પરિવાર સાથે એકસમયે ઘરોબો રહેલો એટલે એમના માટે લખવાનું ગમે જ.

બ્રિટિશ ઇન્ડિયામાં ફિલ્મો બનવા લાગી, પ્રારંભમાં ફિલ્મો સાયલન્ટ હતી. વિજ્ઞાનની શોધ સાથે ફિલ્મો બોલતી થઈ, પહેલી બોલતી ફિલ્મ હતી ‘આલમઆરા’... ભારતીય કલ્ચરમાં હજારો વરસોથી ઉત્સવોનું અનેરું મહત્ત્વ છે. કદાચ દુનિયાના બીજા કોઈ ઉપખંડમાં આટલા બધા ઉત્સવો નહીં હોય, ઉત્સવો હોય એટલે નાચગાન તો હોય જ. સંગીત આપણી રગોમાં છે, એની અસર પહેલી બોલતી ફિલ્મથી જ દેખાવા લાગી. ‘આલમઆરા’ ફેમ અર્દેશર ઇરાની મૂળ હોલિવૂડની દુનિયા જોઈ ચૂકેલા. લોકોની નાડ જાણતાં હોવાથી ‘આલમઆરા'માં સાત ગીતો હતાં. ફિલ્મમાં ગીતોની પરંપરા પહેલી બોલતી ફિલ્મથી છે. ‘આલમઆરા'ની બે વાર રિમૅક ૧૯૫૬ અને ૧૯૭૩માં બની હતી. એ યુગમાં પ્લેબૅક સિંગર નહોતાં. ‘આલમઆરા' સંગીત સાથે જોડાયેલી ફિલ્મ હતી, એના સંગીતકાર હતા ડબલ્યુ.એમ. ખાનસાહેબ. સારી અભિનેત્રી બનવા સાથે સારી ગાયિકા હોવું એ ખાસ લાયકાત હતી. જુબેદાથી શરૂ થયેલી પરંપરા સુરૈયા સુધી ચાલી હતી. ‘આલમઆરા’માં ડાયલોગ અને ગીતો એક સાથે જોઈને એ સમયે દર્શકોએ નવા યુગ વિશે કેવી કલ્પનાઓ કરી હશે? ફિલ્મ સાથે સંવાદ એ યુગમાં આશ્ચર્યની ઘટના હતી. તબલાં, હાર્મોનિયમ અને વાયોલિન થકી સંગીત બનતું, એમાં એક ફિલ્મ આવી ‘ઇન્દ્રસભા’. ‘ઇન્દ્રસભા’ નામની ફિલ્મમાં ૭૦ કરતાં વધારે ગીતો હતાં. સામાન્ય રીતે સફળ ફિલ્મો ત્રણ-ચાર વીક ચાલતી, પણ આટલાં બધાં ગીતો સાંભળવા દર્શકો દીવાના બન્યાં અને ‘ઇન્દ્રસભા’ મુંબઈની એક થિયેટરમાં સાત વીક ચાલી. ‘ઇન્દ્રસભા’ એ યુગની સુપરડુપર હિટ ફિલ્મ કહેવાતી હતી.

Bu hikaye ABHIYAAN dergisinin September 02, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin September 02, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ભાજપના મોવડીઓની મનમાની અને પક્ષના કાર્યકરોની હતાશા

time-read
2 dak  |
Abhiyaan Magazine 18/05/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

હિંમત એટલે અણનમ રહેવાની પ્રતિજ્ઞા

time-read
3 dak  |
Abhiyaan Magazine 18/05/2024
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૨)

time-read
3 dak  |
Abhiyaan Magazine 11/05/2024
મૂવી ટીવી
ABHIYAAN

મૂવી ટીવી

કલાકારો પોતાનું ધ્યાન રાખે છે, પોતાના ચાહકોનું નહીં

time-read
3 dak  |
Abhiyaan Magazine 11/05/2024
ફેમિલી ઝોન હેલ્થ
ABHIYAAN

ફેમિલી ઝોન હેલ્થ

અકળાવતારી અળાઈમાં રાહત કેવી રીતે મેળવવી?

time-read
2 dak  |
Abhiyaan Magazine 11/05/2024
વાણી એ અગ્નિ છે, ભસ્મીભૂત પણ કરી શકે અને હૂંફ પણ આપી શકે
ABHIYAAN

વાણી એ અગ્નિ છે, ભસ્મીભૂત પણ કરી શકે અને હૂંફ પણ આપી શકે

આપણી વાણીનો વિસ્તાર નકામી લવારીથી લઈને નાદ બ્રહ્મની સાધના સુધી વિસ્તરી શકે છે. બસ, એ વિસ્તાર કેવી રીતે કરવો એ આપણે જોવાનું છે.

time-read
2 dak  |
Abhiyaan Magazine 11/05/2024
કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ
ABHIYAAN

કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ

દુશ્મનોથી નગરનું રક્ષણ કરવા માટે રાજાશાહી જમાનામાં કિલ્લાઓ બંધાતા હતા. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં ખૂબ મોટા કિલ્લાઓ છે. ગુજરાતમાં સૌથી વધુ એટલે કે ૩૦૦થી વધુ કિલ્લાઓ કચ્છમાં છે. સિંધુ સંસ્કૃતિના સમયનાં નગરોમાં પણ કિલ્લાના અવશેષો જોવા મળે છે. કચ્છમાં સળંગ ૪૫૦ વર્ષ સુધી જાડેજા વંશનું શાસન રહ્યું છે. તેમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન રાજ કરનારા ૧૮ રાજવીઓએ કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું, તેમ જ તેમના ભાયાતો દ્વારા દરબારગઢોનું નિર્માણ થયું હતું. કોઈએ ગામગઢ પણ બનાવરાવ્યા હતા. જોકે આજે ભૂકંપનો માર અને આધુનિક કાળના વહીવટકર્તાઓની ઇતિહાસની સ્મૃતિ સાચવવાની બેદરકારીથી બહુ થોડા કિલ્લા, ગઢ સારી અવસ્થામાં છે. મોટા ભાગના કિલ્લામાં મુખ્ય દ્વાર, ઝરુખાઓ, પાયા, કોઠાના અવશેષો જ જોવા મળે છે.

time-read
5 dak  |
Abhiyaan Magazine 11/05/2024
પુસ્તક પરિચય
ABHIYAAN

પુસ્તક પરિચય

૧૯૬૫નું યુદ્ધ : કચ્છનો અંગભંગ કોના વાંકે?

time-read
2 dak  |
Abhiyaan Magazine 11/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

પ્રાચીન ઇન્ડો-તિબેટન રોડ સમીપે, મા ભીમાકાલીની શક્તિપીઠ

time-read
5 dak  |
Abhiyaan Magazine 11/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

સેક્સટૉર્શન અને એક્સટૉર્શન

time-read
7 dak  |
Abhiyaan Magazine 11/05/2024