ડી-ડોલરાઇઝેશનઃ આર્થિક વિનાશના કિનારે અમેરિકા
ABHIYAAN|April 08, 2023
યુએસ ડૉલરનું વૈશ્વિક મૂલ્ય કશું જ નહોતું. પ્રથમ વિશ્વયુદ્ધ વિકસિત દેશોમાં એકમાત્ર અમેરિકા જ સહીસલામત રહ્યું હતું, કારણ કે યુદ્ધ તેની જમીન પર લડવામાં આવ્યું નહોતું અને યુદ્ધ સમયના સોનાના ભંડારનો સૌથી મોટો હિસ્સો અમેરિકાએ પ્રાપ્ત કર્યો હતો
જયેશ શાહ
ડી-ડોલરાઇઝેશનઃ આર્થિક વિનાશના કિનારે અમેરિકા

છેલ્લાં પાંચેક વર્ષથી વૈશ્વિક કક્ષાએ જે રીતે આર્થિક પરિબળો સક્રિય થયાં છે તે જોતાં ક્ષિતિજ પર સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે અમેરિકા આવનારા દસ વર્ષમાં આર્થિક રીતે પાયમાલ થઈ જશે. એની સાથે સાથે વિશ્વના ઘણા દેશોનું અર્થતંત્ર ડામાડોળ થઈ શકે છે, પરંતુ આવા વિકટ વૈશ્વિક પરિબળો વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર ખૂબ જ મજબૂત બનીને ૨૦૩૫ સુધીમાં વૈશ્વિક કક્ષાએ ટોચનાં ત્રણ સ્થાન પર પહોંચી જશે એમાં કોઈ સંદેહ હવે વિશ્વના નામાંકિત અર્થશાસ્ત્રીઓને પણ નથી.

માર્ચ ૨૦૨૩ અમેરિકા માટે આર્થિક રીતે લોહિયાળ બની રહ્યો છે. અમેરિકાની સૌથી જાણીતી બૅન્કોમાંની એક સિલિકોન વેલી બૅન્ક કે જે યુએસમાં $૨૧૫ બિલિયન (રૂ. ૧૭,૬૫૦ બિલિયન) થી વધુની સંપત્તિ સાથે ટોચની વીસ બૅન્કોમાંની એક ગણાય છે તે પડી ભાંગી. યુએસ ટ્રેઝરી સિક્યૉરિટીઝ પર વ્યાજ વધારાને કારણે બૅન્કને $૧.૮ બિલિયન (રૂ. ૧૪૭.૬ બિલિયન)નું જંગી નુકસાન થયું.

ત્યાર પછીના થોડા દિવસોમાં જ $૧૧૦ બિલિયન (રૂ. ૯,૦૨૦ બિલિયન)થી વધુ અસ્કયામતો ધરાવતી ન્યૂ યૉર્ક સ્થિત સિગ્નેચર બૅન્ક પડી ભાંગી, કારણ કે તેની થાપણો યુએસ ફેડરલ ડિપોઝિટ ઇન્શ્યૉરન્સ કોર્પોરેશનની મહત્તમ અનુમતિપાત્ર મર્યાદાને ઓળંગી ગઈ હતી. તે જ સમયમાં $૨૧૫ બિલિયનથી વધુ સંપત્તિ ધરાવતી ફર્સ્ટ રિપબ્લિક બૅન્કના શેરની કિંમતમાં ૬૭% જેટલો અને વેસ્ટર્ન એલાયન્સ બૅન્કમાં ૯૦% ઘટાડો થયો.

માત્ર આટલું જ નહીં, પરંતુ અમેરિકાની લગભગ દરેક અગ્રણી ખાનગી બૅન્કની ક્રેડિટ રેટિંગ ડાઉનગ્રેડ કરવામાં આવી છે. આ બધા પહેલાં સિલ્વરગેટ બૅન્ક તથા ક્રિપ્ટોકરન્સીમાં કામ કરતી અન્ય સંસ્થાઓ પણ માર્ચ ૨૦૨૩ના પ્રથમ સપ્તાહમાં તરલતાના મુદ્દાઓને કારણે નિષ્ફળ ગઈ હતી. અમેરિકન નાણાકીય સંસ્થાઓ જે રીતે એક પછી એક ડૂબી રહી છે તે અમેરિકા જેવી આર્થિક મહાસત્તા માટે એક પ્રકારના આર્થિક વિનાશના દિવસોની શરૂઆત થઈ ચૂકી છે એવું સ્પષ્ટ રીતે કહી શકાય.

આ તમામ બૅન્કો અને નાણાકીય સંસ્થાઓ પાસે તેમની નિષ્ફળતા માટે યુએસ ટ્રેઝરી બોન્ડ પરના વ્યાજનો મુદ્દો જ સીધી રીતે જોડાયેલો છે. વિશ્વમાં યુએસ ડૉલરની માગ ઘટી રહી હોવાથી યુએસ ટ્રેઝરી બોન્ડ પણ ઘટી રહ્યા છે અને તેમને ફ્લોટ કરવા માટે બૅન્કો પાસે ઊંચા વ્યાજ દરો ઑફર કરવા સિવાય કોઈ ઉકેલ નથી અને એને કારણે જ આ તમામ બૅન્કોની તરલતામાં છિદ્રો પડી ચૂક્યા છે એવું સ્પષ્ટ રીતે દષ્ટિગોચર થઈ રહ્યું છે.

Bu hikaye ABHIYAAN dergisinin April 08, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin April 08, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
ABHIYAAN

ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા

નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.

time-read
5 dak  |
Abhiyaan Magazine 18/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ

time-read
5 dak  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?

time-read
3 dak  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન

time-read
5 dak  |
Abhiyaan Magazine 18/05/2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

દુઃખના દવમાં પાંચ પગલાં

time-read
4 dak  |
Abhiyaan Magazine 18/05/2024
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

ચૂંટણીમાં થતાં સર્વેક્ષણોની વિશ્વસનીયતા કેટલી?

time-read
4 dak  |
Abhiyaan Magazine 18/05/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

કોરોના વેક્સિનની સાઇડ ઇફેક્ટ વધુ પડતી શંકાઓ નિરર્થક

time-read
2 dak  |
Abhiyaan Magazine 18/05/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ભાજપના મોવડીઓની મનમાની અને પક્ષના કાર્યકરોની હતાશા

time-read
2 dak  |
Abhiyaan Magazine 18/05/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

હિંમત એટલે અણનમ રહેવાની પ્રતિજ્ઞા

time-read
3 dak  |
Abhiyaan Magazine 18/05/2024
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૨)

time-read
3 dak  |
Abhiyaan Magazine 11/05/2024