સર્વ પ્રિયે ચારુતરં વસંતે
ABHIYAAN|February 18, 2023
પ્રકૃતિનાં વિવિધ કમનીય તત્ત્વોનો રંગભર્યો ગુલદસ્તો એટલે વસંત
કાલિન્દી પરીખ
સર્વ પ્રિયે ચારુતરં વસંતે

સહૃદયીઓ! ચાલો જઈએ વસંતને માણવા..

પ્રકૃતિનાં વિવિધ કમનીય તત્ત્વોનો રંગભર્યો ગુલદસ્તો એટલે વસંત. પ્રકૃતિની ગોદમાં વસંત ઋતુ હિલ્લોળે ચડી છે. તેના રંગોત્સવમાં નરનારીઓ ઊલટભેર સહભાગી બની રહ્યાં છે. માત્ર માનવી જ નહીં, પશુ-પંખીઓ, વૃક્ષો, લતાઓ, સરિતાઓ, સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો અને વાદળો પણ સંમિલિત થયાં છે. વસંત એટલે સૌંદર્યલોકની ઉજાણી. તેનો આગવો મિજાજ સહુ કોઈને આકર્ષે છે. તેની મનમોહક, ચિત્તાકર્ષક અનુપમ રમણીયતા પ્રતિક્ષણ નૂતનતા ધારણ કરતી રહે છે.

હેમંત અને શિશિરનો શીતકાળ વિદાય લે છે અને દક્ષિણ દિશાએથી મલયાનિલ વાય છે, તે આમ્રવૃક્ષની મંજરીસભર શાખાઓને ડોલાવે છે. કોયલના ટહુકાઓ સર્વ દિશાઓને ભરી દે છે. ભમરાઓના મધુર ગુંજનથી પુષ્પો સ્મિત કરે છે.

દુમાઃ સપુષ્પાઃ સલિલં સપદ્મ સ્રિયઃ સકામાઃ પવનઃ સુગન્ધિઃ

સુખાઃ પ્રદોષાઃ દિવસાશ્વ રમ્યાઃ સર્વ પ્રિયે ચારુતર વસનતા (૧-૨)

‘વૃક્ષો પુષ્પોથી કોળી રહ્યાં છે. જળ કમળથી શોભી રહ્યું છે. સ્ત્રીઓ કામઘેલી બની છે. પવન મહેકે છે, સંધ્યાઓ સલૂણી બને છે અને દિવસો રમણીય બની ગયા છે.’ કર્ણિકા૨ના કુસુમોથી આ મધુમાસ કંદર્પને ઉદ્દીપ્ત કરવા માનુનીઓના ચિત્તને તેના તીક્ષ્ણ તીરોથી જાણે કે વીંધે છે! એટલે જ કવિ કુલગુરુ કાલિદાસ ઋતુસંહારમાં કહે છે, ‘પ્રદીપ્ત અગ્નિ જેવા પલાશનાં વનોને લીધે ઋતુરાજ વસંતનો સમાગમ પામી, ધરતી જાણે કે લાલ પાનેતર પહેરેલી નવવધૂની જેમ શોભી ઊઠે છે.’

‘કુમારસંભવ’માં અકાળે ઝળૂબતી વસંત ઋતુનું વર્ણન સંસ્કૃત સાહિત્યમાં અપૂર્વ મનાયું છે. ઇન્દ્ર સમક્ષ ઉપસ્થિત રહેલા કામદેવે પોતાની શક્તિઓ વિશે બડાઈપૂર્વક વાતો કરી. શિવની સમાધિનો ભંગ કરવાની તેમની ક્ષમતા જાણી ઇન્દ્રએ તેને એ જ કામ સોંપ્યું. પછી પોતાના મિત્ર વસંત અને તેની પત્ની રતિ સાથે સજ્જ થઈ. કામદેવ શિવની તપોભૂમિમાં પ્રવેશ્યો અને વાતાવરણમાં એકાએક વસંતનું આગમન થયું. તેની સાથે રતિના આગમને જડ તથા ચેતન સૃષ્ટિમાં પ્રેમનું માદક વાતાવરણ છવાઈ ગયું.

પોતાની પ્રિયાને અનુસરતો ભ્રમર પુષ્પરૂપી એક જ પાત્રમાંથી (પ્રિયા સાથે) મધનું પાન કરવા લાગ્યો. કાળિયાર મૃગ પણ સ્પર્શસુખથી મીંચેલ નેત્રવાળી મૃગલીને શિંગડાથી ખંજવાળવા લાગ્યો. (૩-૩૬)

Bu hikaye ABHIYAAN dergisinin February 18, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin February 18, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...

time-read
3 dak  |
Abhiyaan Magazine 18/05/2024
મૂવી ટીવી
ABHIYAAN

મૂવી ટીવી

જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
ABHIYAAN

રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!

‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
ફેમિલી ઝોન બ્યુટી.
ABHIYAAN

ફેમિલી ઝોન બ્યુટી.

આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા

time-read
2 dak  |
Abhiyaan Magazine 18/05/2024
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
ABHIYAAN

માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!

એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ !  પોઢી લેજો પેટ ભરીને આજ—  કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.

time-read
2 dak  |
Abhiyaan Magazine 18/05/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ

time-read
5 dak  |
Abhiyaan Magazine 18/05/2024
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
ABHIYAAN

ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા

નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.

time-read
5 dak  |
Abhiyaan Magazine 18/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ

time-read
5 dak  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?

time-read
3 dak  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન

time-read
5 dak  |
Abhiyaan Magazine 18/05/2024