Try GOLD - Free
અશક્ત શરીર, પણ સશક્ત મનથી અસહ્ય બીમારીને આાપી માત
Chitralekha Gujarati
|March 24, 2025
એનો જન્મ જાહોજલાલીમાં થયો. લગ્ન પણ સાધન-સંપન્ન પરિવારમાં થયાં. સુખ-વૈભવથી છલોછલ આ મહિલાને કોઈ વાતની કમી નહોતી, પરંતુ અચાનક એક જટિલ બીમારીએ એના શરીર પર કબજો કર્યો. શરૂઆતની હતાશા ખંખેરી એણે કોઈ વિચારી પણ ન શકે એવા ફિટનેસ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. માંદગી, નાણાકીય સંકટ અને કુટુંબની જવાબદારી વચ્ચે અમદાવાદની આ ગૃહિણીએ અસાધારણ હિંમત અને મક્કમતા દાખવી. પોતાની સાહસિકતા સાબિત કરવા સાથે જ જીવનમાં હાર માની ચૂકેલી અનેક મહિલાઓને એ મક્કમ મનોબળથી કોઈ પણ મુશ્કેલી પર જીત મેળવતાં શીખવે છે.
એ આખી રાત નેહા રડતી રહી. સાંજે જ ડૉક્ટરે એને સ્પષ્ટ કહ્યું હતું: ‘તારી આ બીમારી તો દૂર થાય એમ નથી.
એક્સરસાઈઝ કરીશ તો થોડો ફેર પડી શકે...' નેહાના કાનમાં આ શબ્દો હજી પડઘાતા હતા. આંખ સામે નાના દીકરાને જોઈ એ વિચાર કરી રહી હતી કે હું આને કેવી રીતે મોટો કરીશ? હવે મારું શું થશે? શું મારે આખું જીવન આ જ પીડા સાથે વ્યતીત કરવું પડશે?
આવા અનેક સવાલોના જવાબમાં નેહાના મને એને કહ્યું: ‘તારી પાસે બે રસ્તા છે. એક, તું થાકી-હારીને ખૂણામાં બેસી જા... અને બીજો રસ્તો એ કે હિંમત કર, ઊભી થા અને તારી બીમારીને કહી દે કે તાકાત હોય તો તને હરાવીને બતાવે!’
નેહાએ બીજો રસ્તો પસંદ કર્યો. શરૂઆતમાં ઘરે જ કસરત કરવાનું શરૂ કર્યું. પહેલાં તો એને ખૂબ તકલીફ પડતી, પણ અડગ મન સાથે નેહા આગળ વધતી રહી. એને કસરત કરતી જોઈને આસપાસની અનેક મહિલા પણ એની સાથે કસરતમાં જોડાવા લાગી. પછી તો પોતાનું જ બેઝમેન્ટ સાફ કરીને ત્યાં ખાસ એક્સરસાઈઝ માટે જગ્યા બનાવવામાં આવી. ધીમે ધીમે નેહામાં શક્તિ આવવા લાગી.
બીમારી હતી, પણ એ નેહા પર છવાઈ ન શકી. પોતાના દઢ મનોબળથી નેહાએ જાણે બીમારીને એના શરીરમાં આગળ વધતી અટકાવી દીધી. પછી તો કોઈ વિચારી પણ ન શકે એવા ક્ષેત્રમાં નેહાએ ઝંપલાવ્યું. એણે અશક્ત શરીર સાથે સશક્ત કામ શરૂ કર્યું અને ફિટનેસ સ્ટુડિયો શરૂ કર્યો. હા, એ પોતે આર્થરાઈટિસ જેવી વ્યાધિથી પીડાય છે. આ બીમારીને કારણે એના શરીરના અનેક સાંધામાં સોજા આવી જાય અને એટલા ભાગમાં સખત પીડા થાય. આર્થરાઈટિસ વ્યક્તિની રોજિંદી દિનચર્યાને પ્રભાવિત કરે છે અને એનાથી પીડાતા ઘણા લોકોને ક્યારેક નાનાઅમથા કામ માટે પણ બીજાની મદદની જરૂર પડે છે.
આવી પીડા વિસારે પાડી નેહાએ પોતે પોતાનું સ્વાસ્થ્ય સુધારવાનું નક્કી કર્યું અને પોતાની જેવા બીજા લોકોની દુર્દશા જોઈ એમને પણ મદદ કરવાનું ઠેરવ્યું. આજે અમદાવાદમાં એના બે ફિટનેસ સ્ટુડિયો ચાલે છે, જ્યાં એ ફિટનેસ અને ડાયેટ કન્સલ્ટિંગ માટે માર્ગદર્શન આપે છે. સાથે જ ખાસ તો અનેક મહિલાઓને પોતાનાં શરીર અને મન સાથે લડવા માટેની પ્રેરણા પણ પૂરી પાડે છે. વચ્ચેનાં વર્ષોમાં જીવનમાં બીજા પણ અનેક ચઢાવ-ઉતાર આવ્યા, પણ એ બધી કસોટીમાંથી સાંગોપાંગ બહાર આવી નેહાબહેને આજે પોતાનું એક સ્થાન બનાવ્યું છે.
This story is from the March 24, 2025 edition of Chitralekha Gujarati.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Chitralekha Gujarati
Chitralekha Gujarati
સંયુક્ત પરિવારની સુગંધથી મહેકતી સુરતની સોસાયટી
આજના સમયમાં શહેરો ઊંચી ઈમારતોથી ભરાઈ રહ્યાં છે, પણ સંબંધોની ઊંચાઈ ઓછી થતી દેખાય છે. એકલતા, વ્યસ્તતા અને વિભક્ત કુટુંબો હવે આપણા જીવનમાં સામાન્ય બની રહ્યાં છે. જો કે સુરતના વરાછા રોડ પર એક એવી સોસાયટી પણ છે, જ્યાં આજે પણ એક જ આંગણે અનેક પેઢી સાથે હસે છે, જીવે છે અને જીવનને ઉત્સવ બનાવે છે.
3 mins
May 25, 2026
Chitralekha Gujarati
ઘરની અંદર ગોઠવાયેલો ડિજિટલ જાસૂસ...
આપણે ટીવી સામે બેસીને મનોરંજન માણતાં હોઈએ છીએ, પરંતુ એવું બની શકે કે એ જ સમયે ટીવી આપણું પ્રોફાઈલિંગ પણ કરી રહ્યું હોય. તમે શું જુઓ છો, કેટલો સમય જુઓ છો, તમને શું વધારે ગમે છે, એ બધી માહિતી હવે અબજો ડૉલરની ડેટા ઈન્ડસ્ટ્રી માટે સોનાની ખાણ બની ગઈ છે. સ્માર્ટ ટેક્નોલૉજીના જમાનામાં હવે દર્શક માત્ર દર્શક નથી રહ્યો એ પોતે ડેટા પ્રોડક્ટ બની ગયો છે.
5 mins
May 25, 2026
Chitralekha Gujarati
હન્ટા વાઈરસઃ કોરોનાનો કાકો ત્રાટકશે?
કોરોનાએ દુનિયાભરના લોકોને વાઈરસના પીએચ.ડી. કરાવી દીધા છે. ત્યાં સુધી કે કોઈના છીંક ખાવાના અવાજ પરથી પણ આપણે અડસટ્ટો લગાવી દઈએ છીએ કે આને ઓમિક્રોન છે કે પછી સાદો શરદી-ઉધરસનો વાઈરસ! હવે બીજા એક એવા વાઈરસે આખી દુનિયાનાં સ્વાસ્થ્ય સંગઠનોમાં દોડધામ મચાવી દીધી છે, જેનું નામ છેઃ હન્ટા વાઈરસ.
4 mins
May 25, 2026
Chitralekha Gujarati
યુવાનોની નવી ઉડાન ગ્રામવિકાસનાં વાવેતરની ડિગ્રી...
અહીં કરિયર ને ઉજ્જ્વળ ભવિષ્ય તો છે જ... ગામડાંની આવતી કાલની સુચિંતા પણ છે!
4 mins
May 25, 2026
Chitralekha Gujarati
માણસ પ્રશ્નોનો સર્જક કે ઉકેલનો શોધક?
દરેક સમસ્યાનું સમાધાન જરૂર હોય છે એ વાત જેટલી સાચી છે એટલું જ સાચું એ પણ છે કે પ્રત્યેક સમાધાનની એક સમસ્યા હોય છે. આમાંથી એક પ્રશ્ન ઊભો થાય છેઃ એવું કોઈ બુનિયાદી સમાધાન છે, જે તમામ સમસ્યા પર પૂર્ણવિરામ મૂકી દે? કે પછી ઝાંઝવાનાં જળની જેમ એ દૂર ને દૂર ખસતું રહેશે?
5 mins
May 25, 2026
Chitralekha Gujarati
કીડી બિચારી કીડલી રે...
રાસાયણિક તત્ત્વોથી ભારોભાર એવાં ખાતર અને જંતુનાશકો તથા વાયુપ્રદૂષણની અસરથી કીડી સહિતના અનેક કીટકો વચ્ચેના ‘સંદેશવ્યવહાર’ માટે જરૂરી એવું ગંધવિજ્ઞાનનું ચક્ર ખોરવાઈ ગયું છે. જતે દહાડે આ અવસ્થા પૃથ્વી પરના અનેક જીવના અસ્તિત્વ સામે જોખમ ઊભું કરશે.
5 mins
May 25, 2026
Chitralekha Gujarati
જસ્ટ એક મિનિટ...
ખરા દિલથી જોયેલું સપનું સાકાર થાય એ પહેલાં બીજા લોકોને એમાં મૂર્ખામી દેખાતી હોય છે.
1 min
May 25, 2026
Chitralekha Gujarati
શું પામ્યા, શું ખોયું?
પામ્યાના સુખથી પણ વધુ ખોયાનું દુઃખ રહ્યું એ જિંદગીનો સાર હશે, ક્યાં ખબર હતી?
3 mins
May 25, 2026
Chitralekha Gujarati
વિધાનસભા ચૂંટણીઃ
ક્યાંક ચોકઠું ગોઠવાયું... ક્યાંક હજી નાટક ચાલુ છે!
3 mins
May 25, 2026
Chitralekha Gujarati
સૂચનો તો સો ટચના સોના જેવાં છે, પણ..
પશ્ચિમ એશિયાની કટોકટી અને અમેરિકી ડૉલરના સતત વધતા મૂલ્યને કારણે ક્રૂડ ઑઈલ તથા સોનાની આયાત બહુ મોંઘી પડી રહી છે એટલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને કરકસરના ઉપાય દાખવ્યા છે. પ્રશ્ન છે, એની શરૂઆત ક્યાંથી અને કોણે કરવી?
2 mins
May 25, 2026
Listen
Translate
Change font size

