Try GOLD - Free
એની રંગોળીના રંગ એટલે જાણે સેવાની સરવાણી
Chitralekha Gujarati
|December 23, 2024
રંગોળી માત્ર દિવાળીના દિવસોમાં જ હોય એવું જરૂરી નથી. કોઈ પણ પ્રસંગે રંગોળી બનાવી આ કળાને કારકિર્દીમાં પલટી નાખી અને સાથોસાથ એ દરમિયાન જ ગરીબોને નિયમિત મદદરૂપ થવાનું વિચારનારા યુવાનો ઘણા ઓછા હોય છે. જો કે રંગોળીકળામાં નિપુણ એક રાજકોટવાસી યુવતીએ પોતાની કમાણીમાંથી જરૂરતમંદ લોકોને સહાય કરીને યુવાપેઢીને નવો રાહ ચીંધ્યો છે.
દિવાળી કે લગ્નપ્રસંગોએ રંગોળીમાં નિપુણ કલાકારો ઘરના આંગણામાં પોતાની કળાનો કસબ પ્રદર્શિત કરવા થનગનતા હોય છે. આવડત મુજબ રંગોળી બનાવીને ઉત્સવને રંગીન બનાવતા શોખીન જીવડા પોતાની આ કલરફુલ કળાક્ષમતાને કરિયર બનાવવાનું ભાગ્યે જ વિચારતા હશે, પણ રાજકોટની એક યુવતીએ પોતાના આ શોખને પ્રોફેશનલ ટચ આપ્યો. એટલું જ નહીં, આ ઉંમરે જરૂરતમંદ લોકોને મદદ કરવા પોતાની કમાણીમાંથી શક્ય એટલી ૨કમ સેવાકાર્યમાં વાપરીને યુવાપેઢીને અનોખી પ્રેરણા આપી છે.
એનું નામ કિંજલ ભરતસિંહ રાજપૂત. રાજકોટવાસી કિંજલના પરિવારમાં કોઈને પેન્ટિંગ કે આર્ટ સાથે લગાવ નહીં, પરંતુ કિંજલને નાનપણથી જ આધ્યાત્મિકતા તરફ ઝુકાવ હોવાથી એ ધાર્મિક ઉત્સવો-કાર્યક્રમોમાં અચૂક જાય. એમાંથી એને જુદાં જુદાં રંગો-ફૂલોથી રંગોળી બનાવવાનો શોખ જાગ્યો. શરૂઆતમાં ઘર કે પરિવારના પ્રસંગે કે દિવાળી જેવા તહેવારે એ આંગણે રંગોળી બનાવે. કિંજલની આંગળીઓમાં એવી તો કળા વસી છે કે જોનારા એની રંગોળી નીરખીને દંગ રહી જાય. ધીરે ધીરે રંગોળી આર્ટમાં માસ્ટરી આવતાં એનો આત્મવિશ્વાસ વધી ગયો અને મંદિરમાં કે ધાર્મિક સ્થળે ઉત્સવોમાં એણે રંગોળી-પોર્ટ્રેટ બનાવવાનું શરૂ કર્યું.
This story is from the December 23, 2024 edition of Chitralekha Gujarati.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Chitralekha Gujarati
Chitralekha Gujarati
દીકરા માટે હજી આટલો દુરાગ્રહ કેમ?
લૈંગિક ભેદભાવ નાબૂદ કરવાની સહિયારી જવાબદારી છે શિક્ષિત સ્ત્રી-પુરુષોની... અને સમાજની.
3 mins
May 04, 2026
Chitralekha Gujarati
મુખવાસ
માય નેમ ઈઝ સ્પાઈડરમૅન
1 mins
May 04, 2026
Chitralekha Gujarati
મુખવાસ
અંધેર નગરી ને ગધેડા રાજા
1 mins
May 04, 2026
Chitralekha Gujarati
વિલનનો ટેરર કે ટેડી બેરનો લવ?
નામમાં તે શું બન્યું છે? જો સિત્તેરના દાયકામાં આ નિયમ આવ્યો હોત તો જમ્મી, રાણા, તેજા, દ્વારા કે રાકાનું શું થાત?
2 mins
May 04, 2026
Chitralekha Gujarati
ઉનાળાની રવાડી ટ્રીટઃ મેંગો ડિલાઈટ
ફળોનો રાજા કેરી ઉનાળાની ઋતુનું સૌથી સુંદર નજરાણું છે.
2 mins
May 04, 2026
Chitralekha Gujarati
પાણી નીચે છુપાયેલા યમદૂત
દરિયાઈ સુરંગ માત્ર ૧૫૦૦ ડૉલરમાં તૈયાર થતી એક સી માઈન (સમુદ્રી સુરંગ) ૨૦૦ કરોડ ડૉલરના મહાકાય જહાજને પળવારમાં ડુબાડી શકે છે. આર્થિક અને માનસિક દબાણ ઊભું કરવા માટે વપરાતી આ સુરંગનો ઈતિહાસ ૧૫મી સદીના ચીન સુધી જાય છે. આજે ઈરાન હોર્મઝની ખાડીમાં પાંચ હજાર સુરંગો હોવાનો દાવો કરે છે ત્યારે એને નષ્ટ કરવા માટે ‘માઈન સ્વીપિંગ’ની જટિલ પ્રક્રિયા કેવી છે એ પણ જાણવા જેવું છે.
6 mins
May 04, 2026
Chitralekha Gujarati
આવું શોષણ કદાપિ સહન ન કરો...
જાણીતી આઈટી કંપની ‘ટીસીએસ’માં ઘટેલી કથિત ‘કૉર્પોરેટ જિહાદ’થી એ સવાલ ફરી ઊભો થયો છે કે કામકાજના સ્થળે મહિલાઓ કેમ હજી સુરક્ષિત નથી. ઑફિસમાં તમારી ધાર્મિક શ્રદ્ધા સામે પ્રશ્નચિહ્ન મુકાતાં હોય, તમે વારંવાર છેડતી, યૌનશોષણ, પ્રેમજાળ, બ્લેકમેઈલિંગ, ધર્માંતરણનાં દબાણનો શિકાર બનતાં હો કે પછી અન્ય પ્રકારે શોષણ થતું હોય તો અનેક પ્રકારની સંસ્થાકીય, સરકારી તેમ જ કાયદાકીય યંત્રણાની મદદ ઉપલબ્ધ છે. જરૂર છે ફક્ત તમારા અધિકારોને સ્પષ્ટ રીતે સમજી લેવાની.
4 mins
May 04, 2026
Chitralekha Gujarati
સામયિક નહીં, સંસ્કૃતિ-સંસ્કારસંવેદના!
યાદોના દીવડા, ઉજવણીઓનો ઉજાસ... મુંબઈ-ગુજરાતમાં અમૃત મહોત્સવનાં શ્રેણીબદ્ધ સેલિબ્રેશન સાથે ચિત્રલેખા @ ૭૬
4 mins
May 04, 2026
Chitralekha Gujarati
રોકાણકારોને ફસાવવા કેવા કેવા પેંતરા રચવામાં આવે છે?
શૅરબજારમાં તેજી હોય ત્યારે તો રોકાણકારોને ફસાવવાની-લૂંટવાની પ્રવૃત્તિ એક યા બીજા સ્વરૂપે ચાલતી જ હોય છે, પણ કેટલીક નાની બ્રોકરેજ-ફાઈનાન્સ કંપનીઓ બારે માસ રોકાણકારોને છેતરવાની રમત રમતી હોય છે અને આ માટે આકર્ષક ઑફરો, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ કામ પર લગાડે છે. બસ, પછી શું? સીધા-સાદા રોકાણકારો એમની જાળમાં આવી જાય છે.
2 mins
May 04, 2026
Chitralekha Gujarati
શૈશવ તૈયાર કરશે બાલદોસ્ત
બાળકના ખભે હાથ મૂકી હૂંફ અને હોંકારો આપનારા મિત્રની ખોટ પૂરી કરશે આ પ્રોજેક્ટ.
3 mins
May 04, 2026
Listen
Translate
Change font size
