Facebook Pixel દિવ્ય, ભવ્ય, સેવ્ય છે રામનું ઘર | Chitralekha Gujarati - news - Read this story on Magzter.com

Try GOLD - Free

દિવ્ય, ભવ્ય, સેવ્ય છે રામનું ઘર

Chitralekha Gujarati

|

January 15, 2024

અયોધ્યામાં ભગવાન શ્રીરામના નિર્માણાધીન મંદિરમાં રામલલ્લાની પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નજીક આવી રહ્યો છે એ નિમિત્તે, આશરે છ દાયકાથી વિશ્વના ખૂણે ખૂણે રામકથાનું પાન કરાવતા રામાયણી સંત મોરારિબાપુ ‘ચિત્રલેખા’ના વાચકો સમક્ષ એમના મનોભાવ રજૂ કરે છે.

- -મોરારિબાપુ

દિવ્ય, ભવ્ય, સેવ્ય છે રામનું ઘર

શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે

શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે

બાવીસ જાન્યુઆરીની બપોરે ૧૧થી ૧૨ વાગ્યા વચ્ચે શ્રીધામ અયોધ્યાના નવનિર્મિત મંદિરમાં ભગવાન રામની દિવ્ય મૂર્તિમાં જે પ્રાણપ્રતિષ્ઠા થવાની છે એ મંગળ અવસરની તમને બધાને, પૂરા દેશને, પૂરી દુનિયાને વધામણી, શુભ કામના, પ્રણામ અને જય સિયા રામ.

હું મોરારિબાપુ, મારા નાના ગામ તલગાજરડામાં, જેને અમે ચિત્રકૂટ કહીએ છીએ, જે મારી જન્મભૂમિ છે ત્યાં હનુમાનજીનાં ચરણોમાં, મારા પરમ સદ્ગુરુનાં ચરણોમાં બેસીને રામચરિત માનસની ચોપાઈઓનું પાન કર્યું એ જ ભૂમિ પરથી હું આજે આપની સાથે સંવાદ કરવા ઈચ્છું છું.

એક વાત તો એ છે કે રામ ભગવાન એ પરમાત્મા છે, ઈશ્વર છે, પરમ સત્ય છે, પરમ તત્ત્વ છે, બ્રહ્મ છે. કોઈ માને કે ન માને, પણ ભગવદ્ગીતામાં જેનો મહિમા ગાયો છે એ સનાતનનો અર્થ છે શાશ્વત, નિરંતન. બીજી તરફ, રામચરિત માનસમાં કહ્યું છેઃ આદિ, અંત કોઉ જાસુ ન પાવા, મતિ અનુમાની નિગમ અસ ગાવા અર્થાત્ રામનો આરંભ ક્યારે થયો, અંત ક્યારે થશે એ કોઈ કહી ન શકે. યુગો પહેલાં અથવા તો ઈતિહાસવિદોએ નિશ્ચિત કરેલા વેદકાળમાં વેદમાંના શ્લોકથી લઈને લોક સુધી ભગવાન રામનું અસ્તિત્વ નેતિ નેતિ કહીને ગાવામાં આવ્યું. શિવજીએ રામને પરમાત્મા, ઈશ્વર, જગદ્ગુરુ કહીને સંબોધ્યા છે. આવા પરમ તત્ત્વ ભગવાન રામનું મંદિર જ્યાં નિર્માણધીન છે એ અયોધ્યા નગરી ધન્ય છે, સરજૂ નદી ધન્ય છે.

ભારતીય સભ્યતાના સંરક્ષક સાધુ સંત કે તુમ રખવાલે સ્વયં હનુમાનજી જ્યાં બિરાજતા હતા એ હનુમાન ગઢી હોય કે ભગવાન રામે નિવાસ કર્યો એ કનકભવન હોય એની સાક્ષી છે યુગોથી વહેતી, માનસરોવરથી નીકળેલી, એક સરમાંથી નીકળેલી સરજૂ નદી. માનસમાં કહ્યું છે, સરજૂ નામ સુમંગલ મૂલા. વેદ અને લોકની વચ્ચેથી ભગવાન રામની પરમ ચેતનાનો પ્રવાહ વહે છે ત્યાં ભગવાન રામનું મંદિર તૈયાર થઈ રહ્યું છે.

MORE STORIES FROM Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દીકરા માટે હજી આટલો દુરાગ્રહ કેમ?

લૈંગિક ભેદભાવ નાબૂદ કરવાની સહિયારી જવાબદારી છે શિક્ષિત સ્ત્રી-પુરુષોની... અને સમાજની.

time to read

3 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

માય નેમ ઈઝ સ્પાઈડરમૅન

time to read

1 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

અંધેર નગરી ને ગધેડા રાજા

time to read

1 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

વિલનનો ટેરર કે ટેડી બેરનો લવ?

નામમાં તે શું બન્યું છે? જો સિત્તેરના દાયકામાં આ નિયમ આવ્યો હોત તો જમ્મી, રાણા, તેજા, દ્વારા કે રાકાનું શું થાત?

time to read

2 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઉનાળાની રવાડી ટ્રીટઃ મેંગો ડિલાઈટ

ફળોનો રાજા કેરી ઉનાળાની ઋતુનું સૌથી સુંદર નજરાણું છે.

time to read

2 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

પાણી નીચે છુપાયેલા યમદૂત

દરિયાઈ સુરંગ માત્ર ૧૫૦૦ ડૉલરમાં તૈયાર થતી એક સી માઈન (સમુદ્રી સુરંગ) ૨૦૦ કરોડ ડૉલરના મહાકાય જહાજને પળવારમાં ડુબાડી શકે છે. આર્થિક અને માનસિક દબાણ ઊભું કરવા માટે વપરાતી આ સુરંગનો ઈતિહાસ ૧૫મી સદીના ચીન સુધી જાય છે. આજે ઈરાન હોર્મઝની ખાડીમાં પાંચ હજાર સુરંગો હોવાનો દાવો કરે છે ત્યારે એને નષ્ટ કરવા માટે ‘માઈન સ્વીપિંગ’ની જટિલ પ્રક્રિયા કેવી છે એ પણ જાણવા જેવું છે.

time to read

6 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આવું શોષણ કદાપિ સહન ન કરો...

જાણીતી આઈટી કંપની ‘ટીસીએસ’માં ઘટેલી કથિત ‘કૉર્પોરેટ જિહાદ’થી એ સવાલ ફરી ઊભો થયો છે કે કામકાજના સ્થળે મહિલાઓ કેમ હજી સુરક્ષિત નથી. ઑફિસમાં તમારી ધાર્મિક શ્રદ્ધા સામે પ્રશ્નચિહ્ન મુકાતાં હોય, તમે વારંવાર છેડતી, યૌનશોષણ, પ્રેમજાળ, બ્લેકમેઈલિંગ, ધર્માંતરણનાં દબાણનો શિકાર બનતાં હો કે પછી અન્ય પ્રકારે શોષણ થતું હોય તો અનેક પ્રકારની સંસ્થાકીય, સરકારી તેમ જ કાયદાકીય યંત્રણાની મદદ ઉપલબ્ધ છે. જરૂર છે ફક્ત તમારા અધિકારોને સ્પષ્ટ રીતે સમજી લેવાની.

time to read

4 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સામયિક નહીં, સંસ્કૃતિ-સંસ્કારસંવેદના!

યાદોના દીવડા, ઉજવણીઓનો ઉજાસ... મુંબઈ-ગુજરાતમાં અમૃત મહોત્સવનાં શ્રેણીબદ્ધ સેલિબ્રેશન સાથે ચિત્રલેખા @ ૭૬

time to read

4 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

રોકાણકારોને ફસાવવા કેવા કેવા પેંતરા રચવામાં આવે છે?

શૅરબજારમાં તેજી હોય ત્યારે તો રોકાણકારોને ફસાવવાની-લૂંટવાની પ્રવૃત્તિ એક યા બીજા સ્વરૂપે ચાલતી જ હોય છે, પણ કેટલીક નાની બ્રોકરેજ-ફાઈનાન્સ કંપનીઓ બારે માસ રોકાણકારોને છેતરવાની રમત રમતી હોય છે અને આ માટે આકર્ષક ઑફરો, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ કામ પર લગાડે છે. બસ, પછી શું? સીધા-સાદા રોકાણકારો એમની જાળમાં આવી જાય છે.

time to read

2 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શૈશવ તૈયાર કરશે બાલદોસ્ત

બાળકના ખભે હાથ મૂકી હૂંફ અને હોંકારો આપનારા મિત્રની ખોટ પૂરી કરશે આ પ્રોજેક્ટ.

time to read

3 mins

May 04, 2026

Listen

Translate

Share

-
+

Change font size