આ પણા શાણા-સમજુ વડીલોને મહારાષ્ટ્રના ગવર્નર રમેશ બેસસાહેબ ખોટા સાબિત કરવા માગતા હોય એવું લાગે છે. વડીલો કહી ગયા છે તે એ કે રાતે વહેલા જે સૂઈ, વહેલા ઊઠે વીર, બળ-બુદ્ધિ ને ધન વધે, સુખી રહે શરીર... પણ થોડા જ સમય પહેલાં ૭૬ વર્ષી વડીલ ગવર્નર રમેશજીએ એવું કહ્યું: ‘સ્કૂલોએ એમનો ટાઈમ સવારના થોડો મોડો રાખવો જોઈએ, જેથી રાતે મોડે સુધી સ્માર્ટફોન પર ટિંગાયેલાં બચ્ચાંવને થોડું વધારે ઊંઘવા મળે.’
બાળકોને પૂરતી ઊંઘ મળવી જોઈએ એ બાબત બેસસાહેબ સાચા છે, પણ એનાં કારણ અને મારણ ખોટાં છે. એ સાચું કે બાળકો પૂરતી ઊંઘ ન લે એનાં ગંભીર પરિણામ એમની તબિયત પર, એમનાં ભણતર પર, શિક્ષણ પર પડી શકે. આગળ જતાં ઓબેસિટી, માનસિક વિકાર, ચીડિયા થવાથી લઈને ડિપ્રેશન, અગ્રેશન અને એન્ઝાઈટીનાં લક્ષણ વરતાઈ શકે. રાતે પૂરતી ઊંઘ ન લેવાને કારણે દિવસે માણસ ઊંઘરેટિયા લાગે. તબીબી ભાષામાં આને સ્લીપ ડિસઑર્ડરનો પ્રકાર કહેવાય.
હોમવર્ક, એક્સ્ટ્રા ક્લાસ, ટ્યૂશન ઈતર પ્રવૃત્તિ, વગેરે ધ્યાનમાં લેતાં બાળકોનો ઊંઘનો ક્વૉટા ભાગ્યે જ પૂરો થાય છે. ટેબ્લેટ્સ, મોબાઈલ ફોન, કમ્પ્યુટર જેવાં નવા જમાનાનાં ડિસ્ટ્રક્શન્સ જુદાં.
ગવર્નરસાહેબે જેના વિશે ચિંતા વ્યક્ત કરી એ મોડી રાત સુધી પલંગમાં મોબાઈલ સાથે ચોંટેલા રહેવાના ગેરફાયદા આપણે સૌ જાણીએ છીએ. સૂવાના ટાઈમે સ્માર્ટફોનનો વધુપડતો વપરાશ સ્લીપ પૅટર્ન ખોરવી નાખે છે. એક્સ્પર્ટ્સ કહે છે કે રૂટિન, સ્મૂધ સ્લીપ સાઈકલ માટે બાળકોના રૂમમાં ટીવી, ઝગારા મારતાં-પ્રકાશવાળાં રમકડાં, ફોન્સ હોવાં જ ન જોઈએ. કમ સે કમ રાતે તો નહીં જ.
પરંતુ બાળકોને એમનાં મમ્મી-પપ્પા મોડે સુધી મોબાઈલ મચડતાં રોકી નથી શકતાં એનું કારણ શું?
This story is from the January 08, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the January 08, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
દેશ-દુનિયા
ફિર એક બાર... મોદીની મહોર
આ તો વહેલા-મોડું થવાનું જ હતું...
ઈઝરાયલ અને પેલેસ્ટિની સંગઠન ‘હમસ’ વચ્ચેનો વિગ્રહ હજી અટક્યો નથી ત્યાં ઈરાને એમાં ઝંપલાવ્યું છે.સામસામે ધમકીની ભાષા વાસ્તવિક યુદ્ધમાં બદલાઈ જશે તો વૈશ્વિક અર્થતંત્ર માટે વધુ એક કટોકટી આવીને ઊભી રહેશે. ઈરાન તરફથી થયેલા હુમલાને ખાળવા ઈઝરાયલે એની આધુનિક ઍન્ટિ-મિસાઈલ સિસ્ટમ કાર્યરત કરી. ઈરાનનું હવે પછીનું પગલું શું હશે?
સ્માઈલ સર્વોત્કૃષ્ટ છે
ચશ્માં અને કૉન્ટેક્ટ લેન્સથી મુક્તિ ઈચ્છો છો?
જસ્ટ, એક મિનિટ..
કાર્યમાં સફળ થવું હોય તો મહેનત તો કરવી જ પડે, પરંતુ સાચી દિશામાં અવિરત પ્રયાસ અને જરૂરી ધીરજ ચાલુ રાખે તો એને જરૂર સફળતા મળે.
તમે છો તો અમે છીએ...
અમારી સફર ને તમારો તરાપો જવું પાર સામે, તમે સાથ આપો.
પાણીની અછત ઓછી કરવા એસીને કરો કન્ટ્રોલ...
ઉનાળામાં ગરમીથી બચવા ઍર કન્ડિશનરનો વપરાશ વધે, એના માટે વીજળી વધારે જોઈએ, વીજળીના નિર્માણ માટે પાણી વધારે જોઈએ... આ ચક્રવ્યૂહને કોઈક રીતે તોડવો જ રહ્યો.
ચૂંટણીપંચને અંતે મોંઘવારી દેખાઈ...
ચૂંટણીસભામાં ખુરસી ખાલી હોય તો પણ એનું ભાડું તો ગુણવાનું જ.
કાંઈ તડકા પડે છે, બાપ!
માથાં ફાડી નાખે અને શરીર બાળી નાખે એવી ગરમી પડી રહી છે અને દિવસે દિવસે-વર્ષે વર્ષે એનું પ્રમાણ વધી રહ્યું છે. પ્રાકૃતિક કારણ તો ખરાં, પરંતુ ઝાડો કાપી કાપીને આપણે ધરતી માતાને બોકડી કરી નાખી છે એટલે વધુ જવાબદાર કોણ એ નક્કી કરવું મુશ્કેલ નથી.
ખેતરોથી વિખૂટા પડ્યાની સજા
આપણા માનસિક સુખ અને પ્રકૃતિ સાથે સીધો સંબંધ છે. ચાહે અમરેલીનો ખેડૂત હોય કે અંધેરીનો નોકરિયાત, એ કાયમ પ્રકૃતિ સાથે જોડાયેલો રહેવા મથે છે. ખેડૂતને સગવડ છે એટલે ઘરઆંગણે તોતિંગ ઝાડ રોપી શકે છે અને નોકરિયાત મજબૂર છે એટલે વન બીએચકેના ફ્લૅટમાં કૂંડામાં છોડ વાવે છે.
જસ્ટ, એક મિનિટ..
વિખ્યાત મોટરકાર કંપની ફોક્સવેગને એક સામાજિક પ્રયોગ પ્રાયોજિત કર્યો,