પાણીની અછત ઓછી કરવા એસીને કરો કન્ટ્રોલ...
Chitralekha Gujarati|May 06, 2024
ઉનાળામાં ગરમીથી બચવા ઍર કન્ડિશનરનો વપરાશ વધે, એના માટે વીજળી વધારે જોઈએ, વીજળીના નિર્માણ માટે પાણી વધારે જોઈએ... આ ચક્રવ્યૂહને કોઈક રીતે તોડવો જ રહ્યો.
સમીર પાલેજા (મુંબઈ)
પાણીની અછત ઓછી કરવા એસીને કરો કન્ટ્રોલ...

દુનિયાની વસતિ વર્ષે ૧.૧ ટકાએ (૮.૩ કરોડ)થી વધી રહી છે, જેની આવશ્યકતા પૂરી કરવા માટે હાલ ઉપલબ્ધ શુદ્ધ પાણી પૂરતું નથી. દુનિયાનું ૭૦ ટકા પાણી કૃષિમાં વપરાય છે. બાકીના ૩૦ ટકામાંથી આપણે વર્ષે ૨૪૩,૨૫૭,૦૦૦,000,000,000 લિટર (૨૫૦ ટ્રિલિયન ટન) પાણી વીજનિર્માણમાં વાપરી નાખીએ છીએ. એક કિલોવોટ વીજળી ઉત્પાદન કરવી હોય તો ૯૫ લિટર પાણીની જરૂર પડે છે.

આ આંકડા ગ્લોબલ વૉટર ઈન્ટેલિજન્સ નામની સંસ્થાએ આપ્યા છે. ભારત માટે તો ભવિષ્ય વધુ બિહામણું છે. ૨૦૫૦માં ભારતમાં પાણીની માગ ૧૪૦૦ અબજ ક્યુબિક મીટર હશે, એની સામે ૬૩૦ ક્યુબિક મીટર સરફેસ વૉટર ઉપલબ્ધ હશે અને ૪૩૩ અબજ ક્યુબિક મીટર ભૂગર્ભજળ હશે. માગ અને પુરવઠા વચ્ચેના આ તફાવતને લીધે ભૂગર્ભજળ ખેંચવાની વૃત્તિ વધશે, જેથી કરીને એ ઓછું થશે અને આપમેળે ઊગી નીકળતું ઘાસ અને નાની વનસ્પતિ ભેજ વિના સુકાવા માંડશે. ત્યાર પછી સુકાવાનો વારો ઝાડીઝાંખરાં અને વૃક્ષોનો આવશે. આ વનરાજી સૂકી બને એટલે દાવાનળની ઘટના વધશે. અનેક દેશમાં આ ક્રમ જોવામાં આવ્યો છે. ત્યાર પછી બિનપિયત ખેતપેદાશોનો પાક નિષ્ફળ જવા માંડશે.

ટૂંકમાં, આ ચક્રવ્યૂહ તોડવાના ઉપાય અત્યારથી અજમાવવા પડે.

This story is from the May 06, 2024 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the May 06, 2024 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન  કા પતા હૈ?
Chitralekha Gujarati

KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન કા પતા હૈ?

બૅન્ક એકાઉન્ટ હોય કે મ્યુચ્યુઅલ ફંડ, પૈસા રોકવા માટે છેલ્લાં કેટલાંક વરસોથી ‘કેવાયસી’ (નો યૉર કસ્ટમર)ના નિયમનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. જો કે સમય સાથે એમાં સતત ફેરફાર થઈ રહ્યા છે અને કેવાયસીનાં અલગ અલગ ધોરણોને કારણે અત્યારે આ મામલે લોકો મૂંઝાયેલા છે. હમણાં વળી અમુક નવાં ધોરણ લાગુ કરાતાં લાખો રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની હાલત વધુ કફોડી થઈ છે. ખરેખર તો આ વિધિ સરળ બનાવવાની સાથે એને એક છત્ર હેઠળ લાવવાની જરૂરત પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.

time-read
4 mins  |
May 13, 2024
કૉલર આઈ-ડી ઍપનો લાભ લેવાનું ચૂકી તો નથી ગયા ને?
Chitralekha Gujarati

કૉલર આઈ-ડી ઍપનો લાભ લેવાનું ચૂકી તો નથી ગયા ને?

નાગરિકોને સ્પામ કૉલ મારફતે હેરાન કરવામાં આપણા દેશનો નંબર દુનિયામાં ચોથો છે. ૬૪ ટકા દેશવાસીઓને દિવસમાં સરેરાશ ત્રણથી પણ વધુ સ્પામ કૉલ આવે છે... આ ત્રાસથી કેમ બચવું?

time-read
3 mins  |
May 13, 2024
સંપત્તિની વહેંચણી: ઘરની દીીનું સ્થાન ક્યાં છે?
Chitralekha Gujarati

સંપત્તિની વહેંચણી: ઘરની દીીનું સ્થાન ક્યાં છે?

સ્ત્રીને અધિકાર ઘણા છે, પણ સમસ્યા એ છે કે અનેક કિસ્સામાં પુરુષ એ હક એને આપવા તૈયાર નથી.

time-read
3 mins  |
May 13, 2024
બાર માસના મસાલા ભરવાની સીઝન આવી છે ત્યારે...
Chitralekha Gujarati

બાર માસના મસાલા ભરવાની સીઝન આવી છે ત્યારે...

આપણી રસોઈને સ્વાદિષ્ટ બનાવતા ‘સિક્રેટ સ્પાઈસીસ’ને આખું વર્ષ તાજા રાખવાના કીમિયા.

time-read
2 mins  |
May 13, 2024
ઈલેક્શનમાં કરો સિલેક્શનઃ પહેલાં મતદાન પછી જળપાન
Chitralekha Gujarati

ઈલેક્શનમાં કરો સિલેક્શનઃ પહેલાં મતદાન પછી જળપાન

લોકસભા ૨૦૨૪ની ચૂંટણીનાં પડઘમ ચારેકોર વાગી રહ્યાં છે ત્યારે મહિલાઓનાં કેટલાંક કિટી પાર્ટી ગ્રુપ પણ અત્યારે હાઉઝી કે બીજી ગેમ સુધી સીમિત ન રહેતાં, શહેરની શેરીઓમાં અને ગામની ગલીઓમાં ‘મત આપો અને મત અપાવો’નો વિચાર ફેલાવી રહ્યાં છે.

time-read
4 mins  |
May 13, 2024
લો, ટૅક્સ હેવન ગણાતા દુબઈમાં હવે આવે છે કૉર્પોરેટ ટૅક્સ
Chitralekha Gujarati

લો, ટૅક્સ હેવન ગણાતા દુબઈમાં હવે આવે છે કૉર્પોરેટ ટૅક્સ

દુનિયાની ટોચની ઘણીખરી કંપની જ્યાં કોઈ ને કોઈ રીતે હાજરી ધરાવે છે એ દુબઈમાં અત્યાર સુધી આ કંપનીઓ પાસેથી કોઈ કર વસૂલવામાં આવતો નથી એ જાણીને નવાઈ લાગે. આ જ કારણે દુબઈ એ વ્યાપાર-ઉદ્યોગ માટે સ્વર્ગ ગણાય છે. જો કે હવે પશ્ચિમ એશિયાનું આ સૌથી મોટું બિઝનેસ હબ આર્થિક ગેરરીતિ ડામવાના નામે કરવેરા વસૂલશે.

time-read
4 mins  |
May 13, 2024
એકની સંપત્તિ બીજાને...બ્રિટન-અમેરિકામાં શું છે સ્થિતિ?
Chitralekha Gujarati

એકની સંપત્તિ બીજાને...બ્રિટન-અમેરિકામાં શું છે સ્થિતિ?

સરખામણીનો આશય નથી, કરાય પણ નહીં... પરંતુ સંપત્તિની સમાન વહેંચણીની બીજા કેટલાક દેશોમાં કેવી જોગવાઈ છે એ જાણીએ...

time-read
5 mins  |
May 13, 2024
સાબદા રહેજો, ચૂંટણીપંચની નજર ચારેકોર છે...
Chitralekha Gujarati

સાબદા રહેજો, ચૂંટણીપંચની નજર ચારેકોર છે...

ગુજરાતમાં લોકસભાની બેઠકો માટે મતદાનની તારીખ નજીક આવી રહી છે એમ આચારસંહિતા ભંગના અને રોકડ રકમ સહિત ‘પ્રતિબંધિત’ સામગ્રી પકડાવાના કિસ્સા વધી રહ્યા છે.

time-read
2 mins  |
May 13, 2024
નિવૃત્તિ હોય તો આવી!
Chitralekha Gujarati

નિવૃત્તિ હોય તો આવી!

ભાવનગરના મધુભાઈ શાહ ૨૦૦૪માં બૅન્કની નોકરીમાંથી નિવૃત્ત થયા, પણ એ પછીય બે દાયકાથી એ રોજ બૅન્કમાં જાય છે ને અગાઉની જેમ જ એમનું કામ કરે છે. માત્ર સેવાભાવથી.

time-read
2 mins  |
May 13, 2024
ધીરુ દાદા નહીં, ધીરુ મિસ્ત્રી નામ છે મારું!
Chitralekha Gujarati

ધીરુ દાદા નહીં, ધીરુ મિસ્ત્રી નામ છે મારું!

બીજાં બાળકોને જોઈ એ ટેબલ ટેનિસ રમતાં શીખ્યા અને રાષ્ટ્રીય સ્તરે મેડલ મેળવ્યો. પછી એમણે કથક નૃત્યમાં મહારત મેળવી. સારી નોકરી મેળવવા થોડી મોટી ઉંમરે ડિગ્રી લીધી, પણ તકદીર એમને ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવા તરફ લઈ ગયું. જમાનાથી આગળ રહી એમણે એવી કેટલીક યાદગાર શૉર્ટ ફિલ્મ્સ બનાવી અને એ પછી ફિલ્મજગતને રામ રામ કરી એમણે સમાજસેવામાં ઝંપલાવ્યું. આજે, આયુષ્યના નવમા દાયકામાં પણ ઉત્સાહભેર એ જીવન માણી રહ્યા છે.

time-read
4 mins  |
May 13, 2024