રાહુલ ગાંધીએ કોંગ્રેસના ઘોષણાપત્રમાં જે ને એક મુદ્દો છે એની, વેલ્થ રિડિસ્ટ્રિબ્યુશનની વાત કરી એ શું છે એ તો વાચકોએ આ આવરણકથામાં વાંચ્યું. ધનકુબેરોના પૈસા ગરીબો કે જરૂરતમંદોને વહેંચવાના કોંગ્રેસના વાયદા તો એ સત્તા પર આવે અને આવીને વાયદા પૂરા કરે ત્યારે વાત, પણ સંપત્તિના પુનઃ વિતરણની વિદેશોમાં, ખાસ કરીને અમેરિકા, કેનેડા તથા યુરોપના દેશોમાં શું સ્થિતિ છે? શું વેલ્થ રિડિસ્ટ્રિબ્યુશન ખરેખર શક્ય છે ખરું? શું એવો કોઈ કાયદો ખરો, જેના હેઠળ કોઈની સંપત્તિ કોઈને વહેંચવાનો અધિકાર સરકારને આપે છે?
અમેરિકાની વાત કરીએ તો, અહીં બેકારી ભથ્થાં, વડીલોને જાતજાતની સગવડ, મફત મેડિકલ તથા પ્રાથમિક-માધ્યમિક મફત શિક્ષણ જેવી સગવડ મળે છે. છેલ્લા પાંચ દાયકા કરતાં વધુ સમયથી અમેરિકાને કર્મભૂમિ બનાવનારા તથા અમેરિકાની રાજધાની વૉશિંગ્ટનના ટૅક્સ કમિશનર તથા ચીફ ફાઈનાન્સિયલ ઑફિસર રહી ચૂકેલા નટવર ગાંધી કહે છેઃ ‘અમેરિકાના બજેટના ૬૦-૬૫ ટકા તો પ્રજાકલ્યાણમાં જ ખર્ચાઈ જાય છે.
નટવરભાઈ ઉમેરે છે કે તમે એ વિચારો કે નોકરી દરમિયાન સોશિયલ સિક્યોરિટી હેઠળ અમે કપાવેલા પૈસા નિવૃત્તિ બાદ અમને મળે છે, પણ અમે જેટલા પૈસા કપાવ્યા એના કરતાં અનેક ગણા વધારે મેળવતા રહીએ છીએ ને દર વર્ષે આ રકમ વધતી જ જાય છે, કારણ કે ફુગાવો વધે છે.
બીજી મહત્ત્વની વાત એ કે જેમણે કોઈ જ ટૅક્સ, સોશિયલ સિક્યોરિટીમાં પૈસા કપાવ્યા નથી કે અર્થતંત્રમાં જેમનો કોઈ જ ફાળો નથી એવા દેશમાંથી આવેલા વડીલોને (ઈમિગ્રન્ટ્સને) પણ સરકાર નિયમિત પૈસા આપે છે. ત્યાંના ગુજરાતીઓ મશ્કરીમાં એને ઘસારા ફંડ કહે છે.
この記事は Chitralekha Gujarati の May 13, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の May 13, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
ક્યારેક જ જોવા મળતી હીટ વેવની સમસ્યા કાયમી કેમ બની રહી છે?
વાતાવરણમાં ઝેર ઓકતાં પ્રદૂષિત તત્ત્વોએ ઋતુચક્ર સાવ જ ખોરવી કાઢ્યું છે. આખી સીઝનમાં થોડા જ દિવસ ઠંડી પડે અને ગણ્યાગાંઠ્યા દિવસોમાં આખા ચોમાસા દરમિયાન વરસતો હોય એટલો વરસાદ એકસાથે ખાબકે એની આપણને હવે નવાઈ નથી. એ સામે ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને તાપમાન એકદમ ઉપર હોય એ દિવસોની સંખ્યા પણ રેકૉર્ડ તોડી રહી છે.
જીવનની નશ્વરતા પાંસરા થઈને જીવતાં શિખવાડી દે!
‘વક્ત’ ફિલ્મમાં જ્યોતિષીએ ભાગ્યમાં નહીં, પણ જાતમહેનતમાં માનતા ગર્વિષ્ઠ લાલ કેદારનાથને કહ્યું હતુંઃ ‘વક્ત ઈન્સાન સે કબ ક્યા કરાયે યે નહી કહા જાતા, લાલાજી. ઈન્સાન ચાય પીને કે લિયે પ્યાલી ઉઠાયેં તો હોંઠ ઔર પ્યાલી કે દરમિયાન બહોત ફાસલા નહી હોતા, મગર કભી કભી પ્યાલી કો હોંઠ તક પહોંચતે પહોંચતે બરસોં બિત જાતે હૈં...’
જસ્ટ એક મિનિટ...
આ વિશ્વમાં પ્રથમ માનવીનું સર્જન કેવી રીતે થયું
મહત્તા સમજાય છે, ગંભીરતા નહીં...
કરશે નહીં જો માનવ, પર્યાવરણની રક્ષા ગૂગલમાં જોવા મળશે જંગલ, નદી ને ઝરણાં. – અંકિતા મારુ ‘જીનલ’
૪ જૂન પછી શૅરબજારમાં શું થશે?
મોદી સરકાર ઈસ બાર કિતને પાર...નું પરિણામ આવવાને થોડા દિવસની જ વાર છે. આવા નાજુક સમયમાં આર્થિક જગતની નજર શૅરબજાર, વિદેશી રોકાણના પ્રવાહ તેમ જ વેપાર-ઉદ્યોગ વિશે ટોચના નેતાઓનાં નિવેદન પર હોય એ સ્વાભાવિક છે.
સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી
દરિયો ભરીને જમીન પેદા કરવાનો માલદીવ્સનો પ્રોજેક્ટ એક તરફ કૂવો અને એક તરફ ખાઈ હોય ત્યારે આપણે કૂવામાં કૂદવાનું પસંદ કરીએ, કેમ કે ત્યાં ખાઈ કરતાં બચવાના ચાન્સ વધારે હોય. હમણાં ભારતના શત્રુ બની બેઠેલા ટાપુરાષ્ટ્ર માલદીવ્સે પણ એક ભૌગોલિક વિનાશથી બચવા કૂવામાં કૂદવાનું નક્કી કર્યું, પણ... જાણીએ, શું છે આખો મામલો?
બાળક તરીકે આપણે કેવાં છીએ?
સંયુક્ત કુટુંબવ્યવસ્થા જેની ઓળખ છે એવા આપણા દેશમાં વડીલોની હાલત પણ જાણી લો.
બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!
નકારાત્મક લાગણી અનુભવવી કોઈને ગમતી નથી, પણ ખરેખર તો આ લાગણી તંદુરસ્ત જીવન માટે જરૂરી છે.
યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...
ક્યારે ખાવ છો, શું ખાવ છો અને ભૂખ લાગે ત્યારે જ ખાવ છો... આ બધું જરૂરી છે સ્વાસ્થ્ય જાળવવા માટે.
લોકોને ચુસ્તી-સ્ફૂર્તિનું દાન આપે છે આ મહિલા!
એમનું ધ્યેય એક જ છે, ગમે તે રીતે લોકોને વ્યાયામ કરતાં કરવા. વર્ષોથી મુંબઈના જુહૂ બીચ પર ફિટનેસના વિનામૂલ્ય વર્ગો લેતાં આ મહિલાની લગનીને ખરેખર બિરદાવવા જેવી છે.