ઘોર વિડંબના માવતર પ્રત્યે સંતાનને એની ફરજ યાદ અપાવવા કાયદો ઘડવો પડે?
Chitralekha Gujarati|September 18, 2023
આપણા કહેવાતા ભદ્ર સમાજમાં આજે પણ ‘અવતાર’, ‘સ્વર્ગ’ ને ‘બાગબાન’વાળી થાય છે. સંતાનો દ્વારા માતા-પિતાની સંપત્તિ પડાવી એમને શારીરિક-માનસિક યાતના આપવાના કિસ્સા જોવા મળે છે. આવા સંજોગોમાં દેશના વડીલો માટે બનાવવામાં ‘ધ મેઈન્ટેનન્સ ઍન્ડ વેલ્ફેર ઑફ પેરન્ટ્સ ઍન્ડ સિનિયર સિટિઝન ઍક્ટ’ને પંદર વર્ષ થયાં છે ત્યારે જાણીએ શું પરિસ્થિતિ છે આજે? કોણ અને કેટલાં માવતર એનો સહારો લઈ રહ્યાં છે.
હેતલ રાવ (અમદાવાદ)
ઘોર વિડંબના માવતર પ્રત્યે સંતાનને એની ફરજ યાદ અપાવવા કાયદો ઘડવો પડે?

કિશનકાકાનો એક સમયે અમદાવાદમાં દબદબો હતો. એમની આગળપાછળ લોકોનો મેળાવડો જામતો. વૃદ્ધાશ્રમો તથા અન્ય સેવાભાવી સંસ્થામાં નિયમિત ફંડફાળો આપતા એ કિશનકાકા આયુના છેલ્લા દિવસોમાં ધોધમાર વરસતા વરસાદથી બચવા બંધ દુકાનોનાં છાપરાંનો સહારો લેતા અથવા ઝાડ નીચે ઊભા રહી જતા. સંતાનો સામે એ અસહાય બની ગયા હતા. એમાં જીવનસંગિનીનો સાથ પણ છૂટી ગયો. હતાશ કિશનકાકાને સમજાઈ ગયું કે જે ત્રણ દીકરાનો ભાર પોતાના ખભે ઊંચક્યો હતો એ ત્રણમાંથી કોઈ એમને રાખવા તૈયાર નથી. પિતાની ખોટી સહી કરાવી એમની મિલકત પડાવી લીધા બાદ દીકરાઓએ સ્પષ્ટ કહી દીધું: પપ્પા, હવે તમે આ ઘરમાંથી જઈ શકો છો.

જીવનઆખું ખુમારીથી જીવેલા કિશનકાકા ઓળખ છુપાવી થોડા દિવસ કોઈ મંદિરના ઓટલે રહ્યા તો ક્યારેક માથે કપડું ઓઢી માગીને ખાધું.

અમુક સામાજિક સંસ્થાએ મદદ માટે હાથ લંબાવ્યો, પણ સંતાનોની સામે એ બોલવા તૈયાર ન થયા. આત્મસમ્માનને વારંવાર ઠેસ પહોંચતાં છેવટે એમણે જીવન ટૂંકાવી દીધું. અમદાવાદમાં બનેલી આ એક સાવ સાચી ઘટના છે.

ડિમ્પલ શાહઃ સંતાનો ગમે એટલાં હેરાન કરે તો પણ માતા-પિતા અરજી કરવા જલદી તૈયાર નથી થતાં.

ગુજરાતને ગાતું કરનારા અવિનાશ વ્યાસની અનેક અમર રચનામાંની એક છેઃ કહું છું જવાનીને, પાછી વળી જા, કે ઘડપણનું ઘર મારું આવી ગયું છે. એક વાર ગયા પછી કદીય પાછું ન આવનારું બચપણ અને યુવાની તથા આવ્યા પછી કદીય ન જનારી વૃદ્ધાવસ્થા એ જીવનનું સત્ય છે.. અને વૃદ્ધાવસ્થામાં જ્યારે સતત સગપણની જરૂર હોય ને એ જ સાથ ન દે તો? આ પણ એક વરવું સત્ય છે.

સંતાનોને ઉછેરવાં, એમને પગભર કરવાં આખી જિંદગી માતા-પિતા જાતજાતની મુશ્કેલીનો સામનો કરે છે. એમનાં સપનાં સાકાર કરવા પોતાનાં જીવન ન્યોચ્છાવર કરે છે. એ જ સંતાનો વૃદ્ધ માતા-પિતાની જવાબદારી ઉઠાવવા તૈયાર થતાં નથી, બલકે ક્યારેક એમની મરણમૂડી છેતરપિંડી કરીને પડાવી લે છે. અલબત્ત, બધાં સંતાન આમ જ કરે છે એવું કહેવાનો આશય નથી, પરંતુ સમાજમાં આવા કિસ્સા સતત વધી રહ્યા છે અને જીવનની ગાડી ચાલતી રાખવા માતા-પિતાએ કાયદાનો આશરો લેવો પડે છે. હા, ૨૦૦૭માં કેન્દ્ર સરકારે માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકો માટે એક કાયદો ઘડ્યો, જેનો મુખ્ય હેતુ સંતાનો પોતાનાં માતા-પિતાની યોગ્ય સારસંભાળ રાખે એ છે.

This story is from the September 18, 2023 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the September 18, 2023 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
દેશ-દુનિયા
Chitralekha Gujarati

દેશ-દુનિયા

ફિર એક બાર... મોદીની મહોર

time-read
2 mins  |
April 29, 2024
આ તો વહેલા-મોડું થવાનું જ હતું...
Chitralekha Gujarati

આ તો વહેલા-મોડું થવાનું જ હતું...

ઈઝરાયલ અને પેલેસ્ટિની સંગઠન ‘હમસ’ વચ્ચેનો વિગ્રહ હજી અટક્યો નથી ત્યાં ઈરાને એમાં ઝંપલાવ્યું છે.સામસામે ધમકીની ભાષા વાસ્તવિક યુદ્ધમાં બદલાઈ જશે તો વૈશ્વિક અર્થતંત્ર માટે વધુ એક કટોકટી આવીને ઊભી રહેશે. ઈરાન તરફથી થયેલા હુમલાને ખાળવા ઈઝરાયલે એની આધુનિક ઍન્ટિ-મિસાઈલ સિસ્ટમ કાર્યરત કરી. ઈરાનનું હવે પછીનું પગલું શું હશે?

time-read
2 mins  |
April 29, 2024
સ્માઈલ સર્વોત્કૃષ્ટ છે
Chitralekha Gujarati

સ્માઈલ સર્વોત્કૃષ્ટ છે

ચશ્માં અને કૉન્ટેક્ટ લેન્સથી મુક્તિ ઈચ્છો છો?

time-read
2 mins  |
April 29, 2024
જસ્ટ, એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

કાર્યમાં સફળ થવું હોય તો મહેનત તો કરવી જ પડે, પરંતુ સાચી દિશામાં અવિરત પ્રયાસ અને જરૂરી ધીરજ ચાલુ રાખે તો એને જરૂર સફળતા મળે.

time-read
1 min  |
April 29, 2024
તમે છો તો અમે છીએ...
Chitralekha Gujarati

તમે છો તો અમે છીએ...

અમારી સફર ને તમારો તરાપો જવું પાર સામે, તમે સાથ આપો.

time-read
2 mins  |
April 29, 2024
પાણીની અછત ઓછી કરવા એસીને કરો કન્ટ્રોલ...
Chitralekha Gujarati

પાણીની અછત ઓછી કરવા એસીને કરો કન્ટ્રોલ...

ઉનાળામાં ગરમીથી બચવા ઍર કન્ડિશનરનો વપરાશ વધે, એના માટે વીજળી વધારે જોઈએ, વીજળીના નિર્માણ માટે પાણી વધારે જોઈએ... આ ચક્રવ્યૂહને કોઈક રીતે તોડવો જ રહ્યો.

time-read
2 mins  |
May 06, 2024
ચૂંટણીપંચને અંતે મોંઘવારી દેખાઈ...
Chitralekha Gujarati

ચૂંટણીપંચને અંતે મોંઘવારી દેખાઈ...

ચૂંટણીસભામાં ખુરસી ખાલી હોય તો પણ એનું ભાડું તો ગુણવાનું જ.

time-read
1 min  |
May 06, 2024
કાંઈ તડકા પડે છે, બાપ!
Chitralekha Gujarati

કાંઈ તડકા પડે છે, બાપ!

માથાં ફાડી નાખે અને શરીર બાળી નાખે એવી ગરમી પડી રહી છે અને દિવસે દિવસે-વર્ષે વર્ષે એનું પ્રમાણ વધી રહ્યું છે. પ્રાકૃતિક કારણ તો ખરાં, પરંતુ ઝાડો કાપી કાપીને આપણે ધરતી માતાને બોકડી કરી નાખી છે એટલે વધુ જવાબદાર કોણ એ નક્કી કરવું મુશ્કેલ નથી.

time-read
4 mins  |
May 06, 2024
ખેતરોથી વિખૂટા પડ્યાની સજા
Chitralekha Gujarati

ખેતરોથી વિખૂટા પડ્યાની સજા

આપણા માનસિક સુખ અને પ્રકૃતિ સાથે સીધો સંબંધ છે. ચાહે અમરેલીનો ખેડૂત હોય કે અંધેરીનો નોકરિયાત, એ કાયમ પ્રકૃતિ સાથે જોડાયેલો રહેવા મથે છે. ખેડૂતને સગવડ છે એટલે ઘરઆંગણે તોતિંગ ઝાડ રોપી શકે છે અને નોકરિયાત મજબૂર છે એટલે વન બીએચકેના ફ્લૅટમાં કૂંડામાં છોડ વાવે છે.

time-read
5 mins  |
May 06, 2024
જસ્ટ, એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

વિખ્યાત મોટરકાર કંપની ફોક્સવેગને એક સામાજિક પ્રયોગ પ્રાયોજિત કર્યો,

time-read
1 min  |
May 06, 2024