રીટા ફૂલવાલા: શિક્ષણના બગીચાનું મઘમઘતું ફૂલ
Chitralekha Gujarati|September 18, 2023
ફૂલનો વ્યવસાય કરતા કુટુંબમાં ખીલેલું એક પુષ્પ પૂરેપૂરું મહોરે એ પહેલાં જ કદાચ ખરી પડે એવી શક્યતા, પણ નાનપણના અછતના માહોલમાં પણ માવતરે જે માવજત કરી હતી એનાથી એ પુષ્પને તોફાન સામે ટકી રહેવાની હામ મળી, એણે શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવી અને લો, હમણાં સુરતના આ સ્કૂલ પ્રિન્સિપાલને મળ્યું રાષ્ટ્રીય સમ્માન.
અરવિંદ ગોંડલિયા
રીટા ફૂલવાલા: શિક્ષણના બગીચાનું મઘમઘતું ફૂલ

એમની પિયરની અટક માળી અને લગ્ન એ પછીની અટક ફૂલવાલા. આમ તો આ એક યોગાનુયોગથી વિશેષ કંઈ નથી, પણ એટલું જરૂર કહી શકાય કે એક બીજ તરીકે આ બાળકીની એના માળીએ એવી માવજત કરી કે એ બીજ ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે બીજા માટે પ્રેરણાનું ફૂલ બન્યું છે. એ છે સુરતની બચકાનીવાલા સ્કૂલનાં નૅશનલ એવૉર્ડ વિજેતા આચાર્યા રીટાબહેન ફુલવાલા.

હમણાં પાંચ સપ્ટેમ્બરે શિક્ષક દિન નિમિત્તે કેન્દ્ર સરકારે દેશનાં વિવિધ રાજ્યના કુલ ૫૦ શિક્ષકોને નૅશનલ એવૉર્ડથી સમ્માનિત કર્યા, જેમાં ગુજરાતના બે શિક્ષકની પસંદગી થઈ. એમાં એક છે સુરતનાં રીટા ફૂલવાલા. એમની અટક તો ફૂલવાલા છે જ, એમના કામમાંથી પણ ફૂલ જેવી મહેક પ્રસરે છે. જો કે શિક્ષક તરીકેની કારકિર્દી ઘડાઈ જ ન હોત એવા પણ સંજોગ એમના જીવનમાં આવ્યા હતા, પણ કહે છે ને કે ઈરાદો દૃઢ હોય અને સંઘર્ષ કરવાની તૈયારી હોય તો કુદરત પોતે જ કોઈ ને કોઈ દરવાજો ઉઘાડી આપે છે.

જયસુખભાઈ માળીને બે દીકરા અને  બે દીકરી. સૌથી મોટી દીકરી રીટા. કુલ ૧૭ જણનો સંયુક્ત પરિવાર. પિતા સહિત ઘરના સભ્યો ફૂલના વ્યવસાય સાથે જોડાયેલા. જો કે ઘરનો બગીચો કે વાડી નહીં, પણ ફૂલ વેચાતાં લાવીને માળા, વગેરે બનાવીને વેચવાનો કારોબાર. સાંજ પડે એટલે રોજની ખાધાખોરાકીનો ખર્ચ નીકળે, પણ એથી આગળ ઝાઝું બચવાનો અવકાશ નહીં. આવી સ્થિતિ વચ્ચે પણ જયસુખભાઈએ નક્કી કર્યું હતું કે એ એમનાં સંતાનોને ઉત્તમ શિક્ષણ અપાવશે. એ વલસાડની બી.કે.એમ. સાયન્સ કૉલેજમાં લૅબ કો-ઑર્ડિનેટર તરીકે કામ પણ કરતા હતા. પગાર મહિનાનો ૧૦૦ રૂપિયા.

રીટાબહેન પ્રિયદર્શિનીને કહે છે: ‘મારો જન્મ વલસાડના કિલ્લા પારડી ગામમાં મામાને ઘરે. આર્થિક સંકડામણને કારણે અભાવગ્રસ્ત બાળપણ. કોઈ પાસે રમકડાં જોઈને રમવાની ઈચ્છા થાય તો પણ એ જોઈને જ ૨મી લીધાનો સંતોષ માનવો પડે. અભ્યાસ પણ સમાજ તરફથી મળતી ફીને કારણે ચાલે. પુસ્તકો સિવાયનું વાંચનસાહિત્ય કોઈ સહેલી પાસેથી માગીને વાંચવાનું. શનિવારે પપ્પાને રજા હોય તો એ દિવસે સાઈકલ લઈને નિશાળે જવા મળતું. એ શનિવાર સુપર સેટરડે રહેતો મારા બાળપણમાં. મારી માટે એ જ હતી સમૃદ્ધિની વ્યાખ્યા!’

This story is from the September 18, 2023 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the September 18, 2023 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
પાણીની અછત ઓછી કરવા એસીને કરો કન્ટ્રોલ...
Chitralekha Gujarati

પાણીની અછત ઓછી કરવા એસીને કરો કન્ટ્રોલ...

ઉનાળામાં ગરમીથી બચવા ઍર કન્ડિશનરનો વપરાશ વધે, એના માટે વીજળી વધારે જોઈએ, વીજળીના નિર્માણ માટે પાણી વધારે જોઈએ... આ ચક્રવ્યૂહને કોઈક રીતે તોડવો જ રહ્યો.

time-read
2 mins  |
May 06, 2024
ચૂંટણીપંચને અંતે મોંઘવારી દેખાઈ...
Chitralekha Gujarati

ચૂંટણીપંચને અંતે મોંઘવારી દેખાઈ...

ચૂંટણીસભામાં ખુરસી ખાલી હોય તો પણ એનું ભાડું તો ગુણવાનું જ.

time-read
1 min  |
May 06, 2024
કાંઈ તડકા પડે છે, બાપ!
Chitralekha Gujarati

કાંઈ તડકા પડે છે, બાપ!

માથાં ફાડી નાખે અને શરીર બાળી નાખે એવી ગરમી પડી રહી છે અને દિવસે દિવસે-વર્ષે વર્ષે એનું પ્રમાણ વધી રહ્યું છે. પ્રાકૃતિક કારણ તો ખરાં, પરંતુ ઝાડો કાપી કાપીને આપણે ધરતી માતાને બોકડી કરી નાખી છે એટલે વધુ જવાબદાર કોણ એ નક્કી કરવું મુશ્કેલ નથી.

time-read
4 mins  |
May 06, 2024
ખેતરોથી વિખૂટા પડ્યાની સજા
Chitralekha Gujarati

ખેતરોથી વિખૂટા પડ્યાની સજા

આપણા માનસિક સુખ અને પ્રકૃતિ સાથે સીધો સંબંધ છે. ચાહે અમરેલીનો ખેડૂત હોય કે અંધેરીનો નોકરિયાત, એ કાયમ પ્રકૃતિ સાથે જોડાયેલો રહેવા મથે છે. ખેડૂતને સગવડ છે એટલે ઘરઆંગણે તોતિંગ ઝાડ રોપી શકે છે અને નોકરિયાત મજબૂર છે એટલે વન બીએચકેના ફ્લૅટમાં કૂંડામાં છોડ વાવે છે.

time-read
5 mins  |
May 06, 2024
જસ્ટ, એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

વિખ્યાત મોટરકાર કંપની ફોક્સવેગને એક સામાજિક પ્રયોગ પ્રાયોજિત કર્યો,

time-read
1 min  |
May 06, 2024
મફત, દૂરંદેશી અને મતદાન
Chitralekha Gujarati

મફત, દૂરંદેશી અને મતદાન

સાચા સિક્કા રાહ જુએ છે ખોટા સિક્કા ખોઈ નાખો.

time-read
2 mins  |
May 06, 2024
મતદાન કરો... લોકશાહીની કુસેવા ન કરો!
Chitralekha Gujarati

મતદાન કરો... લોકશાહીની કુસેવા ન કરો!

મોદી સામે કોઈ પડકાર નથી અને ચૂંટણીનું પરિણામ નિશ્ચિત લાગે છે એ કબૂલ, પણ એ કારણે નવી લોકસભા પસંદ કરવામાં ભાગીદાર જ ન બનવાનો ‘ઉપાય’ ખોટો છે.

time-read
5 mins  |
May 06, 2024
નબળો રૂપિયો વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય નહીં બની શકે...
Chitralekha Gujarati

નબળો રૂપિયો વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય નહીં બની શકે...

મોદી સરકાર રૂપિયાની કરન્સીને વિશ્વભરમાં સ્વીકાર્ય બનાવવાનું લક્ષ્ય રાખે છે, રિઝર્વ બૅન્કે આ દિશામાં આગળ વધવા રૂપિયાની ડિજિટલ કરન્સી વિકસાવી છે, પરંતુ આપણું ચલણ બીજા દેશોમાં સ્વીકાર્ય બને ત્યાં સુધી એ મુશ્કેલ લાગે છે.

time-read
3 mins  |
April 22 , 2024
મોબાઈલના સદુપયોગની શરૂઆત કરવી છે? અપનાવી લો Google Keep
Chitralekha Gujarati

મોબાઈલના સદુપયોગની શરૂઆત કરવી છે? અપનાવી લો Google Keep

ન જાણતા હો તો જાણી લો Find My Device અને Parental Control જેવાં મોબાઈલ ફોનમાં આવતાં ફીચર્સના ફાયદા.

time-read
3 mins  |
April 22 , 2024
ચૂંટણીના એ ચાદગાર નારા, જે છવાઈ ગયા જનમાનસમાં!
Chitralekha Gujarati

ચૂંટણીના એ ચાદગાર નારા, જે છવાઈ ગયા જનમાનસમાં!

થોડામાં ઝાઝું... ચૂંટણીપ્રચારના કેન્દ્રમાં જે મુદ્દો હોય એને બહુ જ ઓછા શબ્દોમાં, પણ મતદારોનાં દિમાગમાં સોંસરવો ઊતરી જાય એ રીતે પહોંચાડવાનું કામ કરે છે જુદાં જુદાં ઈલેક્શન સ્લોગન.

time-read
3 mins  |
April 22 , 2024