શાંતિલાલભાઈ શાંતિથી સવારની ચા પીને પગ લંબાવી સોફા પર બેઠાં બેઠાં છાપાં પર નજર ફેરવી રહ્યા હતા એવામાં એમનો ફોન રણક્યો. લીલીછમ લીલા નામે સેવ કરેલા નંબર પર ઉપરના માળે એકલાં રહેતાં, દેખાવડાં, અપરિણીત લીલાબહેનનું નામ જોઈ શાંતિલાલભાઈ ટટ્ટાર થઈ ગયા. એમણે ગળું ખોંખારીઃ ‘હેલ્લો.. જે શ્રીકૃષ્ણ..’ કર્યું.
‘શાંતિભાઈ, મારે ત્યાં આવશો? તમારું એક કામ છે.’ મીઠો ટહુકો સાંભળી શાંતિલાલભાઈની નજર સામે લીલાબાના ગાલે પડતાં ખંજનવાળો ગુલાબી ચહેરો તરવરતો થયો. મોઢામાં પતાસું આવી પડ્યું હોય એમ એ આખા ગળ્યા ગળ્યા થઈ ગયા.
‘જરૂર લીલા, હું તો કાયમ કહું છું કે અડધી રાતેય મારે લાયક કંઈ કામ હોય તો કહેજે. તારી સેવામાં આ બંદો હાજર છે.’ શાંતિલાલભાઈએ ગળગળા સાદે કહ્યું.
‘એમ ફોનમાં નહીં કહેવાય. આ જરા અંગત બાબત છે. શું છે, આજકાલ જમાનો ખરાબ છે. બીજા કોઈને કહેવાય નહીં એટલે તમને યાદ કર્યા. તમે આવશો ને?’ લીલાબાએ કહ્યું એ સાંભળીને શાંતિલાલભાઈને અશાંતિ વત્તા ઉત્સુકતાનો ઊભરો આવી ગયો.
‘ઊભાઊભ નહીં હોં, જરી સમય કાઢીને આવજો.’ લીલાબાએ સસ્પેન્સ ઘૂંટ્યું. હવે એવું તે શું કામ હશે એ જાણવાની શાંતિલાલભાઈને ચટપટી થઈ આવી. એમણે ઝટપટ નાસ્તો પતાવીને ઉપર જવાનું નક્કી કર્યું. ઉપર એટલે કે આખા મકાનમાં જેને સૌ લીલાબા કહેતાં એ લીલાબહેનને ત્યાં.
‘જરી બજારમાં આંટો મારી આવું.' કહી શાંતિલાલભાઈ પગમાં ચંપલ ચઢાવી, હાથમાં વૉકિંગ સ્ટિક ઝાલી બહાર નીકળ્યા.
‘સૌથી પહેલાં લીલાને ભાવતી કાજુકતરી લઈ લઉં. સાથે ગાંઠિયા બંધાવું.. અને લાવ ને ફૂલોનો બુકે લઈ જાઉં, એ ખુશ થશે. ના, ના. ના, ના. ફૂલ કરમાઈ જશે. એના કરતાં અડધો કિલો ટમેટાં લઈ જાઉં. મોટા બુકેના ભાવમાં અડધો કિલો ટમેટાં તો આવી જ જશે અને લીલાને પણ સારું લાગશે.' શાંતિલાલભાઈએ વિચાર્યું.
શાંતિલાલભાઈ થેલીમાં આવાં મોંઘાં ટમેટાં લાવ્યા એ જોઈ ગીતાબહેન રાજી રાજી થયાં: ‘વાહ, આજે સેવ-ટમેટાંનું શાક બનશે. થેન્ક યુ, બાપુજી.’
‘રસોડાની બારી ખુલ્લી રાખજે. ભલે પડોશીઓને ત્યાં એની સુગંધ જતી.’ મુકેશભાઈએ ટેકો આપ્યો.
This story is from the August 07, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 07, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આ ટ્રેન્ડનો અર્થ સમજો...
ચૂંટણી અને એનાં પરિણામની અનિશ્ચિતતાના માહોલમાં શૅરબજારમાં રોકાણ માટે સેન્ટિમેન્ટ કંઈક અંશે ડગુમગુ થઈ રહ્યું છે. જો કે આ શૉર્ટ ટર્મ તબક્કો ગણાય. બાકી, જેમને લોન્ગ ટર્મ રોકાણ કરવું છે એમના માટે શૅરબજાર અને મ્યુચ્યુઅલ ફંડ એ બન્ને માર્ગ ઉમદા હોવાનું નિષ્ણાતો માને છે.
ઈન અદાઓં કે દીવાને હજારોં થે...
કોઠામાં નાચ-ગાન કરીને રાજશાસકોથી માંડીને માલેતુજાર શોખીનોનાં દિલને બહેલાવનારી તવાયફોને જેટલી પ્રસિદ્ધિ મળી એટલી જ એમણે જીવનમાં કરુણતા પણ અનુભવી. અલબત્ત, તવાયફોનો સુવર્ણકાળ ક્યારનો પૂરો થઈ ગયો છે, પણ તસવીરના માધ્યમથી આ યુગ જીવંત કરે અમદાવાદના એક કળાપ્રેમી.
આરોપ ખોટો હોય તો સજા ફરિયાદીને જ થવી જોઈએ
કાયદાએ સ્ત્રીના પક્ષે રહેવું પડતું હોય એનો ફાયદો ઉઠાવી પુરુષ કોઈ મહિલાને હાથો બનાવે તો શું કરવાનું? કાયદાએ સ્ત્રીના પક્ષે રહેવું પડતું હોય એનો ફાયદો ઉઠાવી પુરુષ કોઈ મહિલાને હાથો બનાવે તો શું કરવાનું? કાયદાએ સ્ત્રીના પક્ષે રહેવું પડતું હોય એનો ફાયદો ઉઠાવી પુરુષ કોઈ મહિલાને હાથો બનાવે તો શું કરવાનું? કાયદાએ સ્ત્રીના પક્ષે રહેવું પડતું હોય એનો ફાયદો ઉઠાવી પુરુષ કોઈ મહિલાને હાથો બનાવે તો શું કરવાનું?
પહેલી સિઝેરિયન પછી નોર્મલ ડિલિવરી શક્ય છે?
મેનોપોઝ પછી શરીરમાં ઊભી થતી નાની-મોટી તકલીફ સામે શું તકેદારી લેવી એ પણ જાણી લો.
રજામાં બાળકોને આપો ક્વોલિટી ટાઈમના વિકલ્પ
ના, એમને આડાંઅવળાં કામમાં ગોંધી રાખવાનાં નથી, પરંતુ ઘરમાં જ જ્ઞાન સાથે ગમ્મત મળે એવું કરવાનું છે.
શોખને કાર્રાર્દી બનાવી સ્વાદિષ્ટ સફળતા મેળવી રે લોલ...
વાડીનારમાં ઊછરેલી આ ગરવી ગુજરાતણે હોંગકોંગની ધરતી પર ભારતીય કળા-સંસ્કૃતિ-ભોજનનું મિશ્રણ રચી કરિયરની એક નવી કેડી કંડારી છે.
આઈપીએલ-૨૦૨૪માં હિટિંગ ખૂનખાર
સિક્સર આંક ૫૭ મૅચમાં જ ૧૦૦૦ને પાર આ બૉલર્સની ખાજો દયા... આઈપીએલ એટલે આમ તો એન્ટરટેઈનમેન્ટ જ. બૉલર ગમે તે હોય, બૅટર ચારેકોર ફટકાબાજી કરી ટીમનો સ્કોર વધારતો રહે. એમાં પણ આ વખતે તો સૌથી વધુ સિક્સરથી માંડી તોસ્તાન સ્કોરના નવા નવા રેકૉર્ડ્સ બની રહ્યા છે.
મુંબઈ-મહારાષ્ટ્રની મૂંઝવણ કેવી છે?
છેલ્લાં બે-ત્રણ વર્ષના રાજકીય દાવપેચમાં મહારાષ્ટ્રનું રાજકારણ ખાસ્સું ઉપર-તળે થયું. ૨૦ મેએ મુંબઈ સહિત મહારાષ્ટ્રની કેટલીક બેઠકો પર મતદાન થવાનું છે ત્યારે તદ્દન અસ્પષ્ટ સ્થિતિમાં અટવાયેલા મતદારો પૂછે છેઃ ‘ક્યા કરે, ક્યા ના કરે...’
સોશિયલ મિડિયા પર ચૂંટણીપ્રચારનું લાઈક-ડિસલાઈક...
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી બનાવવામાં આવતા ક્રિયેટિવ વિડિયોથી લઈને ઉમેદવારોની ખાણી-પીણીની પસંદ-નાપસંદવાળા હળવા ઈન્ટરવ્યૂઝ... ઈન્ટરનેટ પર ચૂંટણીપ્રચાર કરવાના અવનવા તરીકા મત મેળવવામાં કેટલા કારગત?
પતિનું પૂતળું સાથે રાખીને ઊજવ્યો દીકરાનો જનોઈપ્રસંગ
પુત્રની જનોઈમાં પૂતળા રૂપે હાજર રહ્યા પિતા