સોશિયલ મિડિયા પર ચૂંટણીપ્રચારનું લાઈક-ડિસલાઈક...
Chitralekha Gujarati|May 27, 2024
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી બનાવવામાં આવતા ક્રિયેટિવ વિડિયોથી લઈને ઉમેદવારોની ખાણી-પીણીની પસંદ-નાપસંદવાળા હળવા ઈન્ટરવ્યૂઝ... ઈન્ટરનેટ પર ચૂંટણીપ્રચાર કરવાના અવનવા તરીકા મત મેળવવામાં કેટલા કારગત?
કેતન મિસ્ત્રી (મુંબઈ)
સોશિયલ મિડિયા પર ચૂંટણીપ્રચારનું લાઈક-ડિસલાઈક...

વખતની ચૂંટણીની એક વાત માર્ક કરી ભઈ, આ વખતના ઈલેક્શનમાં હૅશટૅગનાં ઘોડાપૂર આવ્યાં છે. ઈન્ટરનેટ પર કોઈ મુદ્દો કરતી વખતે સહેજ ત્રાંસી વત્તાની નિશાની એ થયું હૅશટૅગ (#). અબકીબાર૪-પાર... મોદીજરૂરી હૈ... ઈન્ડિયાઍલાયન્સ... કેજરીવાલ૪૨૦... બધી પાર્ટીન ફોમો સતાવે છે. ફોમો અર્થાત્ ફીઅર ઑફ મિસિંગ આઉટ અર્થાત્ મતદાતા સુધી પહોંચવામાં અમે રહી ગયા તો? એવો ડર. એટલે જે મળ્યા એ વોટ અંકે કરવા વિવિધ પક્ષો ઈન્ટરનેટ પર બાધાબાધી કરી રહ્યા છે, ખાસ કરીને સોશિયલ મિડિયા પર. આથી આવાં જાતજાતનાં હૅશટૅગનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, જે સમય જતાં સૂત્ર બની જાય છે અથવા સૂત્રને હૅશટૅગ બનાવી દેવામાં આવે છે.

આ લખાય છે ત્યારે (સોમવાર, ૧૩ મેએ) લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ચિત્રલેખાનો આ અંક આપના હાથમાં હશે ત્યારે મુંબઈ સહિત અન્ય વિસ્તારોમાં પાંચમા તબક્કાના મતદાનની તૈયારી ચાલતી હશે. ચાર જૂને (રિઝલ્ટના દિવસે) પહેલો નંબર લાવવા વિવિધ પક્ષો મતદારો સુધી પહોંચવા વિવિધ માધ્યમનો ઉપયોગ કરી રહ્યા છે... અને એમાં મોખરે છેઃ સોશિયલ મિડિયા. બલકે એમ લાગે કે સાચું પ્રચારયુદ્ધ મોબાઈલ ફોન પર જ લડાઈ રહ્યું છે. સોશિયલ મિડિયા હવે એવો શુદ્ધ ગુજરાતી શબ્દ બની ગયો છે કે એ વિશે સમજાવવાની જરૂર નથી. તમારા મોબાઈલ ફોનમાં જાતજાતની અપ્સ છે, જેમાં તમે સંદેશાથી માંડીને ઑડિયો-વિડિયો, મશ્કરી રીલ્સ, વગેરે જુઓ છો ને તમારી પસંદનાપસંદ જણાવો છો, તમારા ફોટોગ્રાફ્સ, વગેરે મૂકીને મિત્રો-સગાંસ્નેહીજનોને રૂબરૂને બદલે મોબાઈલ પર મળો છો એ સોશિયલ મિડિયા.

અલબત્ત, વ્હૉટ્સઍપ, ફેસબુક જેવાં સામાજિક સમૂહ માધ્યમો અર્થાત્ સોશિયલ મિડિયા તો ૨૦૧૯ની ચૂંટણીમાં પણ હતાં, પરંતુ આ વખતે વિવિધ રાજકીય પક્ષોએ જોર લગાવ્યું છે ઈન્ફ્લુઅન્સરના ઈન્સ્ટાગ્રામ, યુટ્યૂબ વિડિયોઝ પર, રીલ્સ પર. ગણતરીની સેકન્ડ્સમાં સત્તાપક્ષે કેવાં કેવાં કાર્યો કર્યાં અથવા (વિરોધ પક્ષે રોકેલા ઈન્ફ્લુઅન્સરો દ્વારા) કેવાં કેવાં કરવા જેવાં કાર્યો ન કર્યાં એ હળવી શૈલીમાં જણાવી વિડિયોના માધ્યમથી લાખો સુધી પહોંચી શકાય. મતદાતાનાં મન જીતવા વ્હૉટ્સઍપ જેવી મેસેજિંગ ઍપ્સનો પણ બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે.

This story is from the May 27, 2024 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the May 27, 2024 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
ચાલો, ઓળખીએ તરુવરને...બચાવીએ વરસાદી જળને
Chitralekha Gujarati

ચાલો, ઓળખીએ તરુવરને...બચાવીએ વરસાદી જળને

એક ‘વૃક્ષશત્રુ’ને મળ્યા પછી અમદાવાદના આ વ્યવસાયીની જિંદગી એવી તો બદલાઈ કે એમણે લોકોને વૃક્ષોની મહત્તા સમજાવવા સાથે વર્ષાજળના સંચયની પ્રાચીન કળા પણ પુનઃ જીવિત કરી છે.

time-read
3 mins  |
June 17, 2024
સાવધાન, આખરી ઘંટડી વગાડે છે કુદરત...
Chitralekha Gujarati

સાવધાન, આખરી ઘંટડી વગાડે છે કુદરત...

માનવજાત પોતાના અસ્તિત્વની શરૂઆતથી જ દરેક વસ્તુ માટે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રૂપે પ્રકૃતિ પર નિર્ભર છે, છતાં સ્વાર્થને કારણે માનવ સતત પર્યાવરણનું નિકંદન કાઢી રહ્યો છે. આજે એવી નોબત આવી છે કે માણસ પાછો નહીં વળે તો એનું અસ્તિત્વ ખતમ થઈ જશે.

time-read
4 mins  |
June 17, 2024
ખુશીનો માયામ આજે, આ મિનિટે, અહીં!
Chitralekha Gujarati

ખુશીનો માયામ આજે, આ મિનિટે, અહીં!

ખુશ હોવું એટલે દુઃખની ગેરહાજરી નહીં, પણ દુઃખનો સામનો કરવાની ક્ષમતા. પીડા, મુસીબત અને ફરિયાદ ન હોય એને ખુશી ન કહેવાય. મુસીબતોની પેલે પાર જોવાની નજરને ખુશી કહેવાય. ખુશી પેઈન-કિલર છે, પણ એ પીડાને ખતમ નથી કરતી, પીડાનો અનુભવ કરવાની ક્ષમતાને ખતમ કરે છે.

time-read
5 mins  |
June 17, 2024
શરીફની શરીફાઈ ભારત-પાક સંબંધ સુધારી શકશે?
Chitralekha Gujarati

શરીફની શરીફાઈ ભારત-પાક સંબંધ સુધારી શકશે?

અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી સાથેના ‘શાંતિ કરાર’ પાકિસ્તાની લશ્કરે સફળ ન થવા દીધા એ પછી હવે નવેસરથી નવાઝ શરીફે ભારત તરફનો દોસ્તીનો દરવાજો ખોલવા હિલચાલ આદરી છે.

time-read
3 mins  |
June 17, 2024
જસ્ટ, એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

જેને પ્રેમ કરીએ એવી જ વસ્તુ કરવાને બદલે જે પણ કરું એને પ્રેમ કરવાનું શીખી લીધું છે.

time-read
1 min  |
June 17, 2024
વન-વેથી મન-વે સુધી
Chitralekha Gujarati

વન-વેથી મન-વે સુધી

આપણી વચ્ચે ઘણું અંતર છે એની જાણ છે તે છતાં વચ્ચે જ મળવા, હું હવે તૈયાર છું. – સુધીર દવે

time-read
2 mins  |
June 17, 2024
કાયદો છે, પણ વાંઝણો છે... એનાથી કોઈનો વાળ પણ વાંકો થતો નથી!
Chitralekha Gujarati

કાયદો છે, પણ વાંઝણો છે... એનાથી કોઈનો વાળ પણ વાંકો થતો નથી!

આ જ કારણ છે કે આપણને ભરોસો છે કે ગમે એટલો ગંભીર અપરાધ હશે તો પણ ગુનેગારને સજા નહીં થાય.

time-read
2 mins  |
June 10, 2024
કુછ તો હુઆ હૈ... કુછ હો રહા હૈ...
Chitralekha Gujarati

કુછ તો હુઆ હૈ... કુછ હો રહા હૈ...

સંસ્કૃતિઓના સંગમ માટે જાણીતા બનારસમાં ચૂંટણીનું કુરુક્ષેત્ર મંડાયું છે. અઢારમી લોકસભાની ચૂંટણીનું સાતમા ચરણનું મતદાન અહીં પહેલી જૂને થઈ રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીની બેઠક પરથી વાર એ કે આ વખતે કેટલા વિક્રમ તૂટશે? અહીંનાં વિકાસકાર્યોં વિશે નગરવાસીઓ શું માને છે?

time-read
4 mins  |
June 10, 2024
ગુજરાતી માધ્યમ... અંગ્રેજી ઉત્તમ... શિક્ષણ સર્વોત્તમ
Chitralekha Gujarati

ગુજરાતી માધ્યમ... અંગ્રેજી ઉત્તમ... શિક્ષણ સર્વોત્તમ

સૂત્ર રૂપે આકર્ષક જણાતી આ ફૂલગુલાબી કલ્પના વાસ્તવિકતાની ધરતી પર કાંટાળું ચિત્ર રજૂ કરે છે. માતૃભાષામાં શિક્ષણ ત્યજીને ઈંગ્લિશ મિડિયમ તરફ દોટ મૂકતો સમાજ પોતાની જ ભાષા ને સંસ્કૃતિની ઘોર ખોદી રહ્યો છે એ અનુભવ વ્યાપક છે. આવા સંજોગોમાં મુંબઈ-મહારાષ્ટ્રની કેટલીક ગુજરાતી શાળાના સંચાલકો, શિક્ષકો, વાલીઓ અને ભાષાપ્રેમીઓ શિક્ષણમાં ગુજરાતી માધ્યમને જીવંત રાખવા ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે.

time-read
6 mins  |
June 10, 2024
રૂંવે રૂંવે દઝાડતી બેદરકારી...
Chitralekha Gujarati

રૂંવે રૂંવે દઝાડતી બેદરકારી...

ગુજરાત જ નહીં, પણ દેશભરમાં ચકચાર જગાવનાર રાજકોટ ગેમ ઝોન જેવી ઘટના ફરી ન બને એ માટે શું કરી શકાય?

time-read
5 mins  |
June 10, 2024